________________
૬૯. ગ્રુપમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રવૃત્તિ, પરિણતી અને ભાવોલ્લાસ વધે
તે માટે ગુરુ ભગવંતની અનુમતિથી યોગ્ય અવસરે આવી સામૂહિક આરાધના અવારનવાર યોજી શકાય. • તીર્થભૂમિમાં અથવા પર્વદિને જિનાલયમાં બધા સાધુ ભગવંત સાથે
મળીને સામૂહિક ચૈત્યવંદન. • સામૂહિક ચેત્યપરિપાટી
માંડલી બનાવીને સમૂહ સ્વાધ્યાય ગમતાનો ગુલાલ શાસ્ત્રવચન દરમ્યાન ચિત્તને ચમત્કૃત કરે તેવી જે વિસ્મયકારક વાત વાંચવામાં આવી હોય તેનું પરસ્પર આદાન-પ્રદાન. અનુમોદન-ઉત્સવ : દરેકને પોતાને જોવા-જાણવા મળેલી
અનુમોદનીય વાતોનું આદાન-પ્રદાન. • ચિંતન-વિનિમયઃ સંયમ જીવનમાં વૈરાગ્ય અને પરિણતી વિકાસ
પામે તેવી વિચારણાઓનું પરસ્પર આદાનપ્રદાન કરવું • ગુરુવર્યોના ગુણાનુવાદ : વિદ્યમાન કે સ્વર્ગસ્થ પૂજ્ય ગુરુવર્યોની
ગુણ-સુવાસને પ્રસરાવતા અનુભવેલા પ્રસંગપુષ્પોનું આદાનપ્રદાન
કરવું
૭૦. શક્ય હોય ત્યાં સુધી દેરાસરમાં બધા પ્રભુજીને ત્રણ-ત્રણ ખમાસમણ
દેવા. પ્રભુજી ઘણાં હોવાથી કદાચ તે શક્ય ન બને તો છેવટે દરેક
પ્રભુજી સમક્ષ “નમો જિણાણે' બોલીને નમસ્કાર અચૂક કરવા. ૭૧. વિદ્યમાન પરિચિત-સમુદાયવર્તી સાધુ ભગવંતોના નામોની યાદી
અઠવાડીયે એકાદવાર વાંચીને ભાવવંદન કરવા. ૭૨. જે ક્ષેત્રમાં ચાતુર્માસ રહ્યા છો, તે ક્ષેત્રનાં મુખ્ય દેરાસરના દરેક પ્રભુજી
સમક્ષ ચાતુર્માસ દરમ્યાન એકવાર તો ચૈત્યવંદન અવશ્ય થઈ જાય તેવી ભાવના રાખવી.
૧૦૬