________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરીક્ષા.
૧૫ રસાયન વગેરે કરવાનું મુહુર્ત-હસ્ત, અસ્વીની, પુણ્ય, અભીજીત, મૃગસર, રેવતી, ચિત્રા, અનુરાધા, શ્રવણ, ઘને સ્ટા, શતતારકા, પુનર્વસુ, સ્વાતી, મુળ, એ નક્ષત્રો તથા શુક, સોમ, ગુરૂ, બુધ, એ વાર તથા મિથુન કન્યા, મીન, ધન એવાં લગ્ન જોઈએ.
વૈદ્ય રોગીને કેવાં મુહુર્ત ઊપર એસડ આપવું તે-ગુરૂ, શુક્ર, રવી એવા ત્રણ વાર જોઇએ, તથા મેશ તુળ, કર્ક, મકર, એ લગ્નો તથા સારા યોગ અને તેવાજ કારણે જોઇએ.
રોગીને એસડ લેવા વીશે–ચોથો તથા આઠમો તથા બારમે એવા ચંદ્ર ન જોઈએ. અને ઘાત ચંદ્ર, ઘાતવાર, ઘાતતીથી, તથા જન્મનક્ષત્ર, ન જોઈએ. તથા કાળ રાહ પુઠ ઉપર જોઇએ તથા નક્ષત્રોની તથા તીથીઓની વીસ ઘડી તથા મંગળ શની અને સેમ એ વાર ન જોઈએ તથા વિક્રેત તથા વ્યતીપાત ઈત્યાદી નરસાં જોગ તથા નરસાં કરણે ન જોઈએ,
જુલાબ તથા ઊલટી દેવા વીશે મંગલવાર, રવીવાર, ભેસપતવાર એ નિયમ જાણ
લેહી કહાડવા વિષે–શ્રવણ, અનુરાધા, મૃગશીર, એ નક્ષત્ર, ગળ અને રવી એ વાર જઈએ. તથા સમુદ્રને ભરતીને વખત જોઈએ,
કફ ઊપર એસિડ દેવા વિષે–સ્વાતી, કૃતીકા, હસ્ત, પુનર્વસુ, શ્રવણ જેષ્ઠા, એ નક્ષત્રો શુભ જાણવા
સુળ વગેરે પર એસિડ દેવા વિષે–સારે દિવસ જોઈએ, તથા વારસુળ પંઠ ઊપર જોઇએ, શુળજોગ માત્ર નરસ છે.
રોગીને નહાવા વિષે–આદ્રા, જેકા, મુળ, પર્વત પર્વષાઢા, પુર્વાભાદ્રપદા ચીત્રા, અનુરાધા, શ્રવણ, ધનીસ્ટા, શતતારકા, અશ્વીની, હસ્ત, અભીજીત, પુણ્ય, એ નક્ષત્રો તથા રવીવાર, બુધવાર, મંગળવાર, ભેસપતવાર, તથા રીકતાતીથી એ સર્વ સારાં જાણવાં,
જે નક્ષત્રના વિષે તથા જેવારના વિષે અને જે તિથિએ રોગ ઉત્પન્ન થાય છે તે નક્ષત્ર તથા વાર તથા તિથિની પીડા કેટલા દિવસ છે એ સમજવા સારૂ નક્ષત્રોનું કેષ્ટક તથા તેમાં એકની નીચે એક એવા બેબે આંકડા મત ભેદ કરી લખેલા છે તે ઉપરથી પીડા જાણવી,
For Private and Personal Use Only