________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
સંગ્રહણ અતી વિષની કળી, નાગરમોથ, એને ઊકાળો આપવો, મરી, ગેળ, ગંધક, સાજીખર, વછનાગ, પીપર, ધતુરાનાં બીજ એ એસ એકઠાં કરી ઝીણું કરવાં. ભાંગનું પાણી નાંખી, ફરી બે પહોર સુધી ખલ કરી તેની ગોળી ચઠી ચ
ઠી જેવડી કરી રાખવી, તેમાંથી એક અથવા બે ગોળી ઉના પાણીની સાથે અથવા છાશની સાથે આપવી. પારે, ગંધક, અતીવિષની કળી, હિમજ, આ બ્રક ભસ્મ ત્રણ ખાર, (જવખાર, સાજીખાર, કંકણ ખાર. ) ચરસ, વજ, એનું ચૂર્ણ કરી ભાંગના પાણીમાં તથા લીંબુના રસમાં, ખલ કરી બેચ ઠી જેવડી ગોળીઓ કરવી, તેમાંથી સવારમાં એક ગોળી મધમાં નાંખી તેમાં શંખ ભસ્મ, એક ચણાઠી ભાર નાંખી આપવી,
ગુલ્મ સંગ્રહણી ઊપર—ઘેટુળી, મરી, અમૃત વેલ, સુંઠ, ચીત્રક, હરડેઇલ, કરજ બીજ, બીલું, એનો ઉકાળો, સર્વ સંપ્રહણને નાશ કરે છે સુંઠના ઊકાળામાં સરખા ભાગે ઘી નાંખી ફરી તાપ ઉપર મુકી થોડુક અટવ્યા પછી તેમાં ડાંગરની ધાણી ચાળી, તે પીવું, એટલે લીહા, આમવાણુ, તપા સહણીને નાશ થાય છે,
રક્ત સંગ્રહણી ઊપર–પહાડ મુળ, અતીવિષની કળી, ઈદ્રજવ, કુડાની છાલ, મથ, કડુ, ધાવડીને ફલ, સુંઠ, લીંબુ, રસાંજન, એનું ચૂર્ણ ચાખાનું ધવણ, તથા મદ, એની સાથે આપવું, કરીયાતું, કડ, નાગરમોથ, ઈદ્રજવ, ત્રિકટુ, એ સરખા ભાગે, તથા એ સર્વથી બમણી કુડાની છાલ, કીંવા કલે, ચીત્રક બે ભાગ, તથા એ સર્વથી બમણે ગોળ, એનું એકઠું ચુર્ણ કરી ચગણું પાણી લઈ તેમાં આપવું, એટલે રક્ત સંગ્રહણી પાંડુરોગ, અતીસાર, કમલે, અરૂચી, મેહ, એને નાસ થાય છે. સાજીખાર, જવખાર, સીધાલણ, સંચળ, વડાગરૂ ત્રિકટુ, ચવક, અજમોદ, ચીત્રક, પીપરી મુળ, જીરૂ, વરીયાળી, એ સર્વનુ ચુર્ણ ઊના પાણીમાં અથવા બોરડીની છાલના ઉકાળામાં, કૌંવા છાશમાં અથવા દેશ, કાળ વગેરે જઈ બીજા અનુપાનની સાથે આપવું, એટલે સંગ્રહણી, ઉદર ગુમવાયુ, હરસ, એ સર્વને નાશ થાય છે. સાજીખાર, પીપર, પીપરી મુળ, ચવક, ચીત્રક, મરી, સુંઠ, મીઠું, કંકણ ખાર, સીંધાલણ, વડાગરૂ, સંચળ, ગળ, સેકેલી હીંગ, અજમદ, એનું ચુર્ણ, દાડમના રસમાં, અથવા બીજેરાના રસમાં, તથા બોરડીના ઉકાળામાં આપવું, એટલે સંગ્રહણી, હરસ, એનો નાશ થઈ મુખને રૂચી આવે છે, તથા જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. સંચળ, ચીત્રક, મરી,
૧ દારૂ હલદરનો આઠમો ભાગ ઊકાળો રાખી તેમાં બકરીનું દુધ ચોથા ભાગનુ નાંખી તાપ પર મુકી ચુક કરે છે તે રસાંજન.
For Private and Personal Use Only