________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊરૂસ્તંભ. છે, તથા કફવાયુ એકદમ કેડના સાંધામા પશી, સર્વ ગાગે મંદ કરે છે. તે આમવાયુથી અંગ દુખવું, જવર, અરેચક, તરસ, આળસ, શરીર ભારે થવું, અપચે, સર્વ અંગને સેજા જેવી થથર આવે છે; તે ઈત્યાદી લક્ષણે થાય છે, જેમાં શુળ વધારે હોય છે તે વાયુથી ઉત્પન્ન થયેલે, તથા જેમા બળતરા વધારે હેય છે તે પીત્તથી ઉત્પન્ન થયેલ અને જેમાં સુસ્તીપણું તથા અંગ ભારે હોય છે તે કફથી ઉત્પન્ન થયેલ. તથા ત્રણે લક્ષણે યુક્ત હોય તો તે શત્રિપાતથી ઉ ત્પન્ન થયે એવું જાણવું, તે ઘણુ કરી કસ્ટ સાધ્ય હેય છે,
આમવાત ઊપર–લઘુપંચ મુળ, બkહત પંચમુળ, એના ઉકાળામાં સરખા ભાગે એરંડીયુતેલ નાંખી આપો. સુંઠનો ઉકાળે એરંડીઆના તેલ સાથે આપ એટલે કેડનુ શુળ, પીઠનું શુળ, પેટનું શુળ, તથા પેડુનું શુળ બંધ થાય છે. રાસ્ના, ગળે, સુંઠ, દેવદાર, ઈદ્રજવ, વાવડીંગ એ સર્વના ઊકાળામાં ઊકાળા જેટલું એરંડીયુતેલ નાંખી આપ ગળે, સુંઠ, એરંડમુળ, આસંધ એને ઊકાળે આપ રાસ્ના, ગરમાળાનો ગોળ, દેવદાર, સુંઠ, ગળે, સાડી, ગોખરૂ, એરંડમુળ એના ઉકાળામાં એરંડીયુતેલ નાંખી આપો. ગળને ઊકાળે એરંડીયુતેલ નાખી આપ, ગળો તથા સુંઠ, એના ઊકાબામા સાજીખાર નાખી આપે. ચીત્રક, કડ, પાહડમુળ, ઈદ્રજવ, અતી. વિષની કળી, ગળે, દેવદાર, મોથ, સુંઠ, હીમજ, એનું ચુર્ણ ઊના પાણીમાં આપવું. પાશેર ખજુર પાણીમાં ચોળી પાવી એટલે એક દિવસમાં આમવાયુ મટી જાય છે,
ઊરૂસ્તંભ. ઊરૂસ્તંભ ઊપર-ભીલામાં, પીપર, પીપરીમૂળ એનું ચુર્ણ મધમાં મેળવી આપવું. ગોમુત્રમાં સીધાલણ નાંખી ઉકાળવું અને તેની બાજુ આપવી, કરંજીયું, આસંધ, આડાનાં મુળ, દેવદાર, દારુહળદર એ પાણીમાં વાટી ઊનું કરી લેપ કરવો, ભેંસેગુગળ, ગોમુત્રમાં ખેલ કરી લેપ કરવો. અથવા ગોમુત્રમાં ગુગળ નાંખી તે પીવું. અથવા ધીમાં ગુગળ ખાનખ તેલ લગાડવું, નારાયણ તેલ લગાડવું.
* રીંગણી, રીંગણ, સાલવણ, પીઠવણ તથા ગોખરૂ. * બેલમુળ, સીવણીમુળ, પુંવાડીઓ, પહાડમુળ, ટેટુ. ક ઊરૂસ્તંભ એટલેસાથલો ઝલાય છે અથવા સુની પડે છે.
For Private and Personal Use Only