________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
૨ષાયન.
૧ ભાગ, ટંકણખાર ૧ ભાગ, એ ઓસડેને ચીત્રકના ઊકાળાની ભાવના આપવી, સુકાયા પછી, શરાવમાં નાખી વાળુકાયંત્રમાં મુકી, ર પહોર અગ્ની આપે, પછી ચૂર્ણ કરી ત્રીકની ભાવના આપવી, એ માત્રા ખાવાથી વાયુ, પીત્ત, કફ એથી ઉત્પન્ન થએલે જવર, સન્નીપાત જ્વર શમે છે.
મેહાંતક ૨ષાયન–બંગ ૧ ભાગ, નાગ ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, લેહ ૧ ભાગ, કાંત લેહ ૧ ભાગ, પારે ૧ભાગ, તામ્ર ૧ ભાગ, ગજવેલ ૧ ભાગ, હીંગળે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, ટંકણ ૧ ભાગ, જસ્ત ૧ ભાગ એ એસિડને ખલ કરી લીબુના રસની ભાવના આપવી, પછી ચાનકી કરી શરાવમાં નાંખી પુટ આપો પિતાની મેળે થંડુ થયા પછી તેમાં કપુર, કેશર, તજ, તમાલપત્ર, એલચીદાણા, નાગકેશર, સુંઠ, જાયફળ, જાવંત્રી, એ સર્વ ઉપરનાં એસડાના જેટલાં લેઈ, લીંબડાની અંતરછાલના રસમાં ૩ દિવસ ખલ કરવો ફરી તેની ગેળી કરી છાંયામાં સુકવવી તે સાકર અને માખણમાં આપવી, એટલે વીસ પ્રકારના પ્રમેહ દૂર થઈ સર્વ રોગ દૂર થાય છે. શરીર પુષ્ટી થાય છે. બલવધે છે. શરીરની કાંતી દીવ્ય થાય છે. ૧૦૦ ચીને ભેગવવાની શક્તિ આપે છે,
પુષ્પધન્વા રસ–પાર કીવા રસસીંદુર ૧ ભાગ, નાગ ભસ્મ ૧ ભાગ, લોહ ૧ ભાગ, અભ્રક ભસ્મ ૧ ભાગ,ધંતુરાનાં બીજ ૩ ભાગ એ ખેલમાં નાખી જેઠીમધ તથા કાંટાળા સીમલાના ઊકાળાના ભાવનાઓ આપવી પછી શેરડીના રસની ને દૂધની ભાવના આપી વાલપ્રમાણે ગોળી કરવી, તેથી સાકર, અને મધમાં આપવી, તથા ઊપર દૂધ પીવું એટલે અનેક સ્ત્રીસંગની શક્તિ આવે છે. શરીર કાંતી સારી થાય છે,
મહાપુર્ણચંધ્ય માત્રા–ગંધક, તાંબુ, પારે, ટંકણ, નાગભસ્મ, સુવર્ણભ સ્મ, તાર માક્ષીક, સુવર્ણ માક્ષીક, મોતી, કાંત, બંગા, અભ્રક, કસ્તુરી, પિલાદની ભસ્મ, કેશર, ચંદન, કપુર, એ સર્વ સરખા ભાગે લઈ માલતીના રસમાં એક પહેર ખલ કરે, પછી આદાના રસમાં એક વાલ જેવડી માત્રા આપવી, એટલે કાસ, સ્વાસ, મેહ, કુષ્ઠ, રક્તદોષ, રાજયમા, એ રોગ દૂર થઈ ધાતુ વૃદ્ધિ થાય છે,
હિરણ્યગર્ભ રસ–સુવર્ણભસ્મ, ખિભસ્મ, તામ્રભસ્મ, પ્રવાળભસ્મ, પારભસ્મ, ગંધક, મનસીલ, હરતાળ, કડ, એ એસ સખે ભાગે લઈ બકરી ના દૂધમાં ખલ કરો અને ગાળવાની કુલડીમાં નાખી ગજપુટદે પોતાની મેળે થંડુ થયા પછી ઝીણું કરી મુકવું, અનુપાન ભેદે કરી બે વાલ આપવું એટલે વાચુકવર વગેરે ઠંદ્રજ્વર ત્રિષવર શાંત થસે પથ્ય શ્રીમંતની પેઠે કરવું. એટલે સારી રીતે ખાવું પીવું,
For Private and Personal Use Only