________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતીસાર.. જીરણ અતીસાર ઊપર—ધાયટીનાં ફૂલ, મેથ, આમળાં, પહાડમુળ, ઘાસનાં ફૂલ, જેષ્ટીમધ, બીલું, જાબું તથા આંબાની અંતર છાલ, સુંઠ, અતિ વિષની કળી, લેધર, વાળે, એનું ચૂર્ણ ચોખાના ધાવણમાં અથવા છાશની
સાથે આપવું
આમ અતીસાર–એટલે અત્તરસને પાક સારો થતો નથી, તેથી આમાંશ થઈ મળની સાથે આમાંશને જુલાબ થાય છે.
આમાંશ અતીસાર ઊપર–પ્રથમ ઝાડે થવા સારૂ હીમ (ઘીમા તળેલી હોય તો ઘણીજ ગુણકારી છે.) પીપર, એનું ચૂર્ણ, ઉના પાણીની સાથે આપવુ. પહાડ મુળ, બીલુ, ધાવડીનાં ફૂલ, કુડાની છાલ, વાળ, નાગરમોથ, લેધર, રતાંજલી, દાડમની છાલ, એનો ઉકાળો કરી મધની સાથે આપ. તેથી શુળયુકત આમ અતીસાર તથા રકત અતીસાર જાય છે. સુંઠને ભુકો કરી તેને ઘીને કરમો આપી એરંડાના લીલાપાનમાં પડીકું બાંધી ચુલાની ભરહાડમાં સેકી તેની બરાબર સાકર નાંખી તોલે અરધો તોલે બે ટાણે આપતા જવું. એટલે આમ અતીસાર બંધ થઈ જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ધાણું સુંઠ, નાગરમોથ, વાળે, બીલું, એનો ઉકાળે આપવો, વરીયાલી, સુંઠ, ધાણું, વાળે, બીલું, હરડે, આમળાં, એ ઘીમાં તળી પ્રથમ ઊના પાણીની સાથે આપવાં. પછી છાશની સાથે આપવાં, આમને ઝાડા થવા સારૂ ઉના પાણીમાં નાંખી આપવું, ઝાડો થયા પછી ઠંડા પાણીમાં ઘી નાંખી આપવું, સુંઠ, ગોળ, તથા ઘી એની ગોળી કરી આપવી, એટલે આમનું પાણી થઈ, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે કુણું ચીભડું લઇ તેમાં સીંધા લેણ તથા હીંગ, ડીકસી ભરી એરંડાના પાનમાં વીંટવું અને તે ચલાની ભરહાડમાં સેકી ખવાય તેવી રીતે તે ગરમ ચીભડ ખાવું, તેથી આમનું પાણી થઈ આમ અતીસાર પણ બંધ થાય છે. ખસખસ, વરીયાળી સુંઠ એ અડધાં કાચાં સેકી તેનું ચૂર્ણ સાકરની સાથે અથવા છાશમાં લેવું.
પકવ અતીસાર ઊપર–મોચરસ, સુંઠ, મોથ, પહાડમુળ, લોધર, ધાવણીનાં ફૂલ, એનું ચૂર્ણ દહીં અથવા છાશમાં આપવું.
સર્વ અતીસાર ઊપર–ચોખું અશણ, તથા કેશર, બરાબર લઈ વાટવાં અને તેની ચઠી જેવડી ગોળી કરી રાખવી. એકેક ગોળી સવારે તથા સાંજે આપવી. કડાની છાલને ઉકાળો સાળો ભાગ રાખી તેમાં અતી વીખની કળીનું ચૂર્ણ નાંખી આપવો. પારે, તથા તેથી બમણે ગંધક એ ભેગાં વાટી તે તથા ત્રીકટ, અને પચ લવણ (એટલે ટંકણખાર, મીઠું, સીંધવ, વડાગરૂ મીઠું, સંચળ) ઇંદ્રિજવ, એ સર્વ એસડાનું ચૂર્ણ કરી તે બે અથવા ત્રણ માસા ચુર્ણ ચાર તોલા કાજીમાં
For Private and Personal Use Only