________________
૧૬ - અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર (=એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાતા) રત્નસમૂહોથી ઉપર(=આકાશમાં) ઇદ્રધનુષ રચાયું છે તેવું, તેથી યથાર્થ(=નામ પ્રમાણે અર્થવાળું) રત્નપુરનગર ભરતક્ષેત્રમાં હતું.
(પહેલો ભવ) શ્રીષેણરાજા-અભિનંદિતારાણી તે નગરમાં ઘણી લીલી વનસ્પતિવાળી વર્ષાઋતુની જેમ સર્વયાચકરૂપ મોરલાઓને અતિશય સંતોષ પમાડનાર અને પ્રજાની ઋદ્ધિને ઉત્પન્ન કરનાર, જેના હાથમાં પાડાના શિંગડાના સાર જેવી કાંતિવાળી અને દુઃખેથી જોઈ શકાય તેવી તલવાર મજબૂત ખેંચેલા જયરૂપી લક્ષ્મીની વેણીરૂપ દંડની જેમ શોભતી હતી. જેનું યુદ્ધમાં અસાધારણ પરાક્રમ સાંભળીને દૂરથી જ ચાલ્યા ગયેલા શત્રુઓએ યુદ્ધ માટે તૈયાર થયેલા પણ જેનું મુખ યુદ્ધમેદાનમાં ન જોયું, વિશ્વમાં ફેલાયેલા પોતાના ઘણા ગુણોનો સહારો લઈને ક્યારેક લોકમાં અતિશય સ્થિર લક્ષ્મીનું સ્થિરતાનું કલંક જેણે ચોરી લીધું, જેનો યશ ત્રણે ભુવનમાં પહોંચી ગયો છે, જેણે યથાયોગ્ય સર્વપુરુષાર્થો કર્યા છે તેવો સમુદ્ર સુધીની પૃથ્વીનું પાલન કરનારો શ્રીષેણ નામે શ્રેષ્ઠ રાજા હતો. તેની અભિનંદિતા અને શિખિનંદિતા એ બે પત્નીઓ હતી.
- દાસીપુત્ર કપિલ આ તરફ આ જ ભરતક્ષેત્રમાં મગધદેશમાં પ્રસિદ્ધ અને ધન-ધાન્યથી સમૃદ્ધ અચલ નામે શ્રેષ્ઠ ગામ હતું. તે નગરમાં ધરણિજઢ નામનો સુપ્રસિદ્ધ બ્રાહ્મણ રહેતો હતો. તે કપિલા નામની પોતાની દાસી સાથે રહેતો હતો. આથી સમય જતાં તે બેનો કપિલ નામનો પુત્ર થયો. તે દાસીપુત્ર હોવાથી વેદના અધ્યયન માટે યોગ્ય ન હતો. આમ છતાં તેણે ચારેય વેદો કાનથી સાંભળીને શીખી લીધા. ત્યારબાદ તે પોતાની પૂજા થાય ઈત્યાદિ લાભ માટે રત્નપુરનગરમાં ગયો. આ નગરમાં જલણસિંહ નામનો અધ્યાપક બ્રાહ્મણ હતો. તે કપિલ બ્રાહ્મણ થઈને તેની પાસે રહ્યો. તેણે પણ આ ચાર વેદનો પરગામી શુદ્ધ બ્રાહ્મણ છે એમ જાણીને સત્યભામા નામની પોતાની પુત્રી તેને પરણાવી. તે એની સાથે પાંચ પ્રકારના ભોગોને ભોગવતો રહે છે.
કોઈકવાર તે વર્ષાઋતુમાં રાતે બહાર નીકળ્યો. હવે વર્ષાદ શરૂ થયો. ત્યાં નગ્ન ૧. સંચાર કરાતા રત્નસમુહોનો એટલો બધો પ્રકાશ પડે છે કે જેથી તે પ્રકાશ ઉપર આકાશમાં ફેલાય છે. તેથી
જાણે આકાશમાં ઇન્દ્રધનુષ રચાયું હોય તેવું દેખાય છે. ૨. પરંત=સાર. ૩. લક્ષ્મી અસ્થિર હોય છે, આથી ક્યાંય સ્થિર રહેતી નથી. પણ તે રાજાના સમયે લોકમાં લક્ષ્મી સ્થિર રહી. આથી
લક્ષ્મીને સ્થિરતાનું કલંક લાગ્યું. રાજા પોતાના ફેલાયેલા ગુણો વડે લોકમાં સ્થિર થયો હતો. આથી તેનામાં સ્થિરતા હતી. આ સ્થિરતા તેનામાં ક્યાંથી આવી? એવા પ્રશ્નના ઉત્તરમાં અહીં કલ્પના કરીને કહ્યું કે લક્ષ્મીને જે સ્થિરતાનું કલંક હતું તે કલંક રાજાએ ગુણોની સહાયથી ચોરી લીધું હતું. આથી તેનામાં સ્થિરતા હતી.