________________
૧૪- અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[જીવદયાથી થતા લાભો
ગાથાર્થ જીવદયાથી ચક્રવર્તી વગેરેનું વિશાળ રાજ્ય, કોઢ વગેરે રોગોથી રહિત શરીરની શોભા સ્વરૂપ રૂપ અને અનુત્તર વિમાન આદિમાં થનારું તેત્રીશ સાગરોપમ વગેરે દીર્ઘ આયુષ્ય મળે છે. આ સિવાય બીજું પણ ઇંદ્રપદ અને ચક્રવર્તી પદ વગેરે કે મોક્ષ વગેરે એવું કોઈ સુખ નથી કે જે જીવદયાથી સાધી ન શકાય. [૮]
શું કોઈને જીવદયાથી વિશાળ રાજ્યની અને મોક્ષની પ્રાપ્તિ થઈ છે ? જેથી આ બધું જીવદયાથી સાધ્ય છે એમ કહેવાય છે, આવા પ્રશ્નનો ઉત્તર કહે છે–
देविंदचक्कवट्टित्तणाई, भोत्तूण सिवसुहमणंतं ।
पत्ता अनंतसत्ता, अभयं दाऊण जीवाणं ॥ ९ ॥
ગાથાર્થ જીવોને અભય આપીને અનંતા જીવો દેવેન્દ્રપદ અને ચક્રવર્તીપદ વગેરેને અનુભવીને અનંત શિવસુખને પામ્યા છે.
વિશેષાર્થ અનંતા- આ ગાથાની અવતરણિકામાં પ્રશ્નકારે શું કોઈને જીવદયાથી વિશાળ રાજ્યની અને મોક્ષની પ્રાપ્તિ થઈ છે એમ પૂછ્યું છે. આ પ્રશ્ન એકવચનમાં હોવાથી માત્ર એક જીવ સંબંધી પ્રશ્ન છે. આના જવાબમાં ટીકાકાર કહે છે કે તમારો પ્રશ્ન તો માત્ર એક જ જીવ સંબંધી છે, પણ અહીં તો અનંતા જીવો એવા થઈ ગયા છે કે જેઓ દેવેન્દ્રપદ અને ચક્રવર્તીપદ વગેરેને અનુભવીને શિવસુખને પામ્યા છે.
અહીં સંપૂર્ણ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે- કર્મરૂપ કાષ્ઠોને બાળવા માટે દાવાનલના જેવી લીલા કરનારી અને સર્વજીવને અભય આપનારી દીક્ષાને પાળીને, તેના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રપદને અનુભવીને, ત્યારબાદ અહીં ચક્રવર્તીપદને પ્રાપ્ત કરીને અને અંતે પૂર્વોક્ત સ્વરૂપવાળી દીક્ષાને સ્વીકારીને, વિમલ કેવલજ્ઞાનને પામીને અનંતા સિદ્ધ થયા છે. અનંતકાલમાં આવા પણ ક્રમથી અભયદાન વડે અનંતા સિદ્ધો પ્રાપ્ત થાય છે. જેઓ સામાન્યરાજા, મંત્રી અને સાર્થવાહ આદિની વિભૂતિને અનુભવ્યા પછી સિદ્ધ થયા હોય તે જીવો તેનાથી પણ ઘણા જ છે. આમાં કોઈ વિવાદ નથી. [૯]
જો આ પ્રમાણે છે તો શું કરવું ? તે કહે છે—
तो अत्तणो हिएसी, अभयं जीवाण दिज्ज निच्चपि ।
जह वज्जाउहजम्मे दिनं सिरिसंतिनाहेण ॥ १० ॥
ગાથાર્થ– પૂર્વોક્ત રીતે અભયદાન સર્વકલ્યાણોનું મૂળ હોવાથી આત્મહિતાર્થી થયો છતો સદાય જીવોને અભયદાન આપ. મરણભીરુ જીવોની સદાય રક્ષા કર. એ પ્રમાણે શિષ્યને