________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ સમૂહ પીંડરૂપે) છાજે છે. તેમાં ભગવંતનું અનંત તેજ સમાયેલું હોઈ તેમના દુર્લભ-દર્શન નિર્વિને થાય છે. દયાના સાગર ભગવંત જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં ચારે દિશામાં સો સો ગાઉ, ઉપર નીચે
પચ્ચીસ-પચ્ચીસ ગાઉની સીમામાં પહેલા થયેલા રોગો ઉપશાંત થાય અને નવા ન થાય. (૫) પૂર્વભવમાં બાંધેલ કે જન્મજાત વૈર જીવોને પરસ્પર સમવસરણની ભૂમિમાં જાગતાં
નથી. (૬) પ્રભુજી જ્યાં વિચરે ત્યાં તીડ-ઉંદર આદિનો ઉપદ્રવ હોતો નથી. (૭) પરમાત્મા જ્યાં વિચરતા હોય ત્યાં મરકી આદિ ઉત્પાત અને આકસ્મિક મૃત્યુનો ભય
રહેતો નથી. (2) અતિવૃષ્ટિ (લીલો દુકાળ) ન થાય. (૯) અનાવૃષ્ટિ (સૂકો દુકાળ) ન થાય. (૧૦) દુર્ભિક્ષ (ભિક્ષા ન મળે તેવો)-ધાન્યભાવ ન થાય. (૧૧) સ્વચક્ર (સ્થાનિક રાજા આદિ) તથા પરચક્ર (બીજા રાજા)નો ભય જાગે નહિ.
દેવકૃત ૧૯ અતિશયો - (૧) પ્રભુજી જ્યાં વિચરે ત્યાં દેદીપ્યમાન ધર્મચક્ર આકાશમાર્ગે ફરતું રહે. (૨) સુંદર શ્વેત ચામરોની જોડી વીંઝાયા કરે. (૩) આકાશમાર્ગે નિર્મળ સ્ફટિકરત્નનું પાદપીઠ (પગ મૂકવાનો બાજોઠ) અને સિંહાસન
ચાલે. પ્રભુજી જ્યાં બિરાજવાના હોય ત્યાં એની મેળે ગોઠવાઈ જાય.
ત્રણ છત્રો આકાશમાં અદ્ધર પ્રભુજીના મસ્તકે રહે. (૫) રત્નમય (મહેન્દ્ર) ધ્વજ અનેક નાની ધ્વજાઓથી શોભતો હોય.
આ પાંચે અતિશય પ્રભુજી વિચરે ત્યારે આકાશમાર્ગે સાથે ચાલતા રહે અને બિરાજે ત્યારે ઉચિત રીતે ગોઠવાઈ જઈ અપૂર્વ શોભા અને પ્રભાવ ઉત્પન્ન કરે છે. (૬) સોનાના અતિસુંવાળા કમળપર પગ મૂકતા પ્રભુજી વિચરે, બે કમળ પગ નીચે અને સાત
પાછળ હોય. એક પરથી પ્રભુજી પગ ઉપાડે કે તરત પાછળથી એક કમળ આગળ
આવીને ઉભું રહે આવું અવિરત બન્યા કરે. (૭) રત્ન, સોના અને ચાંદીના ત્રણ ગઢસ્વરૂપ સમવસરણ રચવામાં આવે છે. પ્રભુ પાસેનો