________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ તે સિદ્ધાર્થનરેશનંદન પ્રભુ ઐશલેય જીવો ઘણું. ૫ દેવોના રાજા અને નરપતિ જેની ચાહે સેવના, તે અજિતાદિ જિનેન્દ્ર શેષ પ્રણમું જોતા ખરા કામના; ઈત્યાદિ મંગળકરી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી તણાં, ઉપદેશ-પ્રાસાદ ગુર્જર કરૂં જે માંહી ઉપદેશો ઘણાં. ૬ નિત્ય નવીન ઉપદેશ તણાં વિચારે, ગૂંથી ઘણાં વિષય તત્ત્વ અને કથાએ; બોધે બધાં વરસના દિવસો વિતાવે.
પામે “વિશાળ' ફળ “રાજ' “વિનીત' ભાવે. ૭ આ મહાન ગ્રંથની નિર્વિઘ્ન પરિસમાપ્તિ અર્થે આદિમાં મંગળાચરણ કરવામાં આવ્યું, કારણ કે શુભકાર્યમાં પ્રવૃત્ત મહાપુરુષને પણ ઘણાં અવરોધ આવે છે. પણ અનર્થકારી પ્રવૃત્તિમાં વિદ્ગો કોણ જાણે ક્યાંય ચાલ્યાં જાય છે માટે –
ગ્રંથનો પાર પામવા માટે આદિમાં ગ્રંથનિર્દિષ્ટ આશય હૃદયમાં સ્થિર થાય તે માટે મધ્યમાં અને ગ્રંથ શિષ્ય-પ્રશિષ્યાદિને પરંપરાએ ઉપકારક થાય તે માટે અંતમાં મંગળ કરવું જોઈએ.
શાસ્ત્રવાંચનમાં ઉદ્યમી અને ગ્રંથની પુર્ણાહૂતિએ પહોંચવાની ધગશવાળા શિષ્ટજનોનો આ આચાર છે કે તેઓ દૂષણને છોડી શુભપ્રયોજનમાં નિરંતર પ્રવૃત્તિ કરે છે.
ગ્રંથકાર પરમર્ષિ પોતે ઈષ્ટદેવને નમસ્કાર કરવા રૂપ મંગળકારી સબંધ, અભિધેય અને પ્રયોજન જણાવે છે.
દેવરાજ ઇન્દ્રોની શ્રેણિ જેમના ચરણોમાં નમેલી છે અને જેઓ ચોત્રીસ અતિશયોથી યુક્ત છે એવા સોળમાં તીર્થકર શ્રી શાંતિનાથ સ્વામીને નમન કરીને ઉત્તમ બોધ આપનાર ઉપદેશપ્રાસાદ (ઉપદેશના વૈવિધ્યથી રચાયેલ મહેલ) નામના ગ્રંથને કહીશ.
અતિશયશાલી પરમાત્મા લોકોત્તર ગુણથી સમૃદ્ધ હોય છે. તીર્થંકર પ્રભુ સિવાય કોઇપણ અતિશયશાલી હોતા નથી તે અતિશયો ચોત્રીશ છે. તેનું વર્ણન કરવામાં આવે છે.
જન્મથી ચાર, ઘાતિકર્મના ક્ષયથી અગીયાર અને દેવકૃત ઓગણીશ એમ ચોત્રીશ અતિશયના સ્વામી પ્રભુજીને વંદન કરું છું.
ચાર મૂળ અતિશય (૧) તીર્થંકર પ્રભુનું શરીર સંસારના સર્વ શરીર કરતાં અધિક સુંદર હોય, તેમને રોગ,
પરસેવો આદિ ન થાય. શરીર સ્વાભાવિક રીતે જ સ્વચ્છ રહે. (૨) પ્રભુનો શ્વાસોચ્છવાસ કમળની સુગંધ જેવો સુગંધી હોય.