________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ (૩) પ્રભુના શરીરના માંસ અને લોહી સફેદ દૂધ જેવા હોય. (૪) પ્રભુના આહાર અને નિહાર આંખોથી કોઈ જોઈ શકે નહીં. માત્ર અવધિજ્ઞાની આદિ
જોઈ શકે)
આ મૂળાતિશય જન્મથી માંડી મોક્ષપર્યત સાથે જ રહેતા હોઈ, એ સહજાતિશય પણ કહેવાય છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર (ઘાતી) કર્મના ક્ષયે કેવળજ્ઞાન થયા પછી થતાં દેવકૃત અગીયાર કર્મક્ષયજાતિશય (૧) એક યોજન પ્રમાણ સમવસરણની ભૂમિમાં કરોડો (કોટાકોટી) દેવતા, મનુષ્ય અને
તિર્યંચ પીડા વગર સમાય. (૨) પાંત્રીસ ગુણવાળી અર્ધ માગધી ભાષામાં અપાતી પ્રભુજીની દેશનાને દેવ-મનુષ્ય અને
પશુ-પક્ષી પોત-પોતાની ભાષામાં જાણે છે અને સહુ સ્પષ્ટ સાંભળે છે.
આવા અતિમહત્ત્વપૂર્ણ વાણીના અતિશય વિના આટલા બધા આત્માઓ ઉપર એકી સાથે એકજ વખતે આવો મહાન ઉપકાર કરી ન શકાય.
ભીલનું દાંત:એક ભીલ ત્રણ સ્ત્રીઓ સાથે ગ્રામાંતર જતો હતો. માર્ગમાં એક સ્ત્રીએ ભીલને કહ્યું, કાંઈક ગાઓને ઝટ માર્ગ કપાય” બીજીએ કહ્યું “થોડું પાણી લાવી આપોને, ગળું સુકાય છે.” ત્રીજી બોલી “ભૂખ લાગી છે, કાંઇ ખાવાનું શોધોને?”
આ ત્રણે નારીને ભીલે એક જ ઉત્તર આપતાં કહ્યું, “સો નOિ" એટલે પહેલી સમજી કે સરો અર્થાત્ સ્વર નથી શી રીતે ગાઉં? બીજી સમજી કે સરોવર નથી પાણી ક્યાંથી લાવું? અને ત્રીજી સમજી કે સરો (શર:) એટલે બાણ નથી શી રીતે શિકાર કરું? અને તને ખાવાનું આપું? આમ સામાન્ય માણસે એક શબ્દમાં ત્રણ નારી સમજાવી તો પ્રભુજીની વાણી નિરુપમ અને અદ્ભુત છે. તથા દેવોએ દિવ્ય બનાવેલી હોઈ સહુ સમજી શકે તેવી હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી. કહ્યું છે કે –
સાતનય અને તેના સાતસો ભાંગાવાળી સપ્તભંગીયુક્ત દિવ્યસંગીતમય પ્રભુજીની વાણી સાંભળતા ઘણા ભવ્યજીવો સિદ્ધાંતના પારગામી થાય છે. આ સર્વ પ્રભુના વચનાતિશયનો પ્રતાપ
(૩) પ્રભુજીના મસ્તક પાછળ સૂર્ય કરતા બારગણું તેજસ્વી ભામંડલ (પ્રભુજીનો કાંતિનો