________________
સગ ૧ લા
યુગલીઆનું આયુષ્ય પૂર્ણ કરી તે ધનશેઠના જીવ પૂર્વજન્મના દાનના ફળથી સૌધમ દેવલાકે દેવતા થયા. ત્યાંથી ચ્યવી પશ્ચિમ મહાવિદેહમાંહેની ગધિલાવતી વિજયમાં વૈતાઢય પતની ઉપર ગધાર દેશમાં ગંધમૃદ્ધિ નગરને વિષે વિદ્યાધરશિરોમિણ શતબળ નામના રાજાની ચંદ્રકાંતા નામની ભાર્યાની કૂક્ષીથી પુત્રપણે ઉત્પન્ન થયા. બળ વડે તે મહાબળવાન્ હાયાથી તેનું ‘મહામળ' એવું નામ પાડયું. રક્ષકાએ રક્ષા કરેલા અને લાલનપાલન કરેલા મહાબળ કુમાર વૃક્ષની પેઠે વૃદ્ધિ પામવા લાગ્યા. ચંદ્રની પેઠે અનુક્રમે સર્વાં કળાઓથી પૂર્ણ થયેલા તે મહાભાગ લેાકેાના નેત્રને ઉત્સવરૂપ થયા. યાગ્ય સમય આવ્યા એટલે અવસરને જાણનારા માતા-પિતાએ જાણે મૂતિ મતી વિનયલક્ષ્મી હેાય તેવી વિનયવતી નામની કન્યા સાથે તેના લગ્ન કર્યા. કામદેવના તીક્ષ્ણ હથિયારરૂપ, કામિનીને કાણુરૂપ અને રતિના લીલાવનરૂપ યૌવનને તે કુમાર પ્રાપ્ત થયા. તેના ચરણ અનુક્રમથી કૂર્મીની પેઠે ઉન્નત અને સરખા તળિયાવાળા હતા, તેના મધ્ય ભાગ સિહના મધ્યભાગને તિરસ્કાર કરવામાં અગ્રેસર હતા અને તેનુ વક્ષઃ સ્થળ પર્યંતની શિલા સદેશ હતુ`. તેના ઉદ્ધૃત એવા અને સ્કધા વૃષભસ્ક'ધની શાભાને ધારણ કરવા લાગ્યા. તેની ભુજાએ શેષનાગની ાની શેાભા ધારણ કરવા લાગી, તેનું લલાટ અદ્ધ ઊગેલા પૂર્ણિમાના ચંદ્રની લીલાને ગ્રહણ કરવા લાગ્યું અને તેની સ્થિર આકૃતિ મણુિના જેવી દંતશ્રેણીથી અને નખાથી તેમ જ સુવણૅના જેવી કાંતિવાળા મેરુપર્યંતની સમગ્ર લક્ષ્મીનો તુલના કરવા લાગી.
એક દિવસ સુબુદ્ધિવાન્, પરાક્રમી અને તત્ત્વજ્ઞ વિદ્યાધરપતિ શતબળ રાજા એકાંતે વિચાર કરવા લાગ્યા-અહા ! આ શરીર સ્વાભાવિક અશુચિમય છે, તે તેને ઉપકરાથી નવુ નવુ' કરી કેટલા કાળ સુધી ગેપવવું ? અનેક પ્રકારે સત્કાર કર્યા છતાં પણ જો એક વખત સત્કાર ન થાય તો ખળ પુરુષની પેઠે આ દેહ તત્કાળવિકાર પામે છે. અહા ! બહાર પડેલા વિષ્ટા, મૂત્ર તથા કફ વગેરે પદાથેર્ઘાથી પ્રાણીઓ દ્વાય છે, પણ શરીરની અંદર તેજ સ પદાર્શ રહેલા છે તેનાથી કેમ દુણાતા નથી ? જીણુ થયેલા વૃક્ષના કાટરમાં જેમ સર્પ, વી’છી વગેરે કર પ્રાણીઓ ઉત્પન્ન થાય છે તેમ આ શરીરમાં પીડા આપનાર અનેક રોગો ઉત્પન્ન થાય છે. શરઋતુના મેઘની માફક આ કાયા સ્વભાવથી નાશવંત છે. યૌવનલક્ષ્મી વિદ્યુતૂની પેઠે જોતજોતામાં નાશી જનારી છે. આયુષ્ય પતાકાની પેઠે ચપળ છે, સંપત્તિએ તરંગની જેવી તરલ છે. ભાગ ભુજ'ગની ા જેવા વિષમ છે અને સંગમ સ્વપ્નની જેવા મિથ્યા છે. શરીરની અંદર રહેલા આત્મા કામ-ક્રોધાદિકના તાપોથી તપાયમાન થઈ પુટપાકની પેઠે રાત્રિ દિવસ રંધાયા કરે છે. અહા ! આ અતિ દુઃખ પ્રાપ્ત કરાવનારા વિષયામાં સુખ માનનારા પ્રાણીએ અશુચિસ્થાનમાંહેના અશુચિ કીડાની પેઠે કાંઈપણ વિરાગ પામતા નથી ! દુરંત વિષયના સ્વાદમાં પરાધીન ચિત્તવાળા મનુષ્ય, અંધ જેમ કૂવાને ઢેખે નહી' તેમ પોતાના પગની આગળ રહેલા મૃત્યુને દેખતા નથી. વિષથી માફક આપાતમાત્રમાં જ મધુર એવા વિષયેાથી આત્મા મૂર્છા પામી જાય છે અને તેથી પેાતાના હિતને માટે કાંઈપણ વિચાર કરી શકતા નથી. ચારે પુરુષાર્થની તુલ્યતા છતાં પણ આત્મા પાપરૂપ એવા અર્થ-કામને વિષે પ્રવર્તે છે, પરંતુ ધર્મ અને મેાક્ષમાં પ્રવર્તતા નથી, પ્રાણીઆને આ અપાર સંસારરૂપી સમુદ્રમાં અમૂલ્ય રત્નની પેઠે મનુષ્યપણું ઘણું દુર્લભ છે; કદાપિ માનુષ્ય પ્રાપ્ત થયું તથાપિ તેમાં ભગવાન અતદેવ અને સાધુ ગુરૂ પુણ્યયાગથી જ પ્રાપ્ત થાય છે. જો આપણે મનુષ્ય ભવનું ફળ ગ્રહણ ન કરીએ તેા વસ્તીવાળા શહેરમાં ચારાથી લૂંટાયા જેવું થાય, માટે કવચધારી મહાબળકુમારને રાજ્યભાર આરોપણ કરીને હું સ્વેચ્છિત કરું. એમ વિચારી શતખળ રાજાએ તરત જ પુત્રને ખેલાવ્યો અને તે
૧૨