________________
પર્વ ૨ જુ
૨૭૭ રફ વીંટાઈને તે બ્રાહ્મણે બેઠા. બ્રાહ્મણોને મત્સર કરવાને જાતિધર્મ છે, તેઓનાં આવાં કઠેર વચનેથી વિલખા થયેલા અને ક્રોધાયમાન થયેલા શુદ્ધભટે તે સભાની સમક્ષ આવી રીતે પ્રતિજ્ઞા કરી કે “જે જિનેન્દ્ર ધર્મ સંસારસમુદ્રને તારનાર ન હોય, સર્વજ્ઞ તીર્થકર અહંતે જે આપ્તદેવ ન હોય, જ્ઞાન, દર્શન અને ચારિત્ર તે જ જે મોક્ષને માર્ગ ન હોય અને જગતમાં જે એવું સમકિત ન હોય તે આ મારા પુત્ર દગ્ધ થઈ જાઓ અને મેં કહ્યું છે તે સર્વ ખરું હોય તે આ બળ અગ્નિ મારા પુત્રને માટે જળની જેમ શીતળ થઈ જાઓ.” એમ કહીને ક્રોધથી જાણે બીજે અગ્નિ હોય તેવા તે સાહસિક વિષે પિતાના પુત્રને બળતા અગ્નિમાં નાંખે. તે વખતે “અરેરે આ અનાર્ય વિપ્રે પોતાના બાળકને મારી નાંખે.” આવી રીતે આક્રોશ કરતી તે પર્ષદા બ્રાહ્મણની તરફ ઘણે તિરસ્કાર બતાવવા લાગી. તેટલામાં ત્યાં રહેલી કોઈ સમ્યગદર્શનવંત દેવીએ તે બાળકને ભ્રમરની જેમ પદ્મની અંદર ઝીલી લીધો, અને જવાળાઓની જાળથી વિકરાળ એવા તે બળતા અગ્નિની દાહશક્તિ હરી લીધી; તેમજ તે પુત્રને જાણે ચિત્રસ્થ હોય તેમ કરી દીધા. તે દેવીએ પૂર્વે મનુષ્યપણામાં સંયમની વિરાધના કરી હતી તેથી મૃત્યુ પામીને તે વ્યંતરી થઈ હતી. તેણે કઈ કેવળીને પિતાને બેધિલાભ ક્યારે થશે એમ પૂછયું હતુ એટલે કેવળીએ કહ્યું હતું કે “હે અનશે ! તું સુલભધિ થઈશ, પણ તારે તે સમકિતની પ્રાપ્તિને માટે સમકિતની ભાવનામાં સારી રીતે ઉદ્યોગનિષ્ટ થવું.” એ વચન હૃદયમાં હારયષ્ટિની જેમ નિત્યે ધારણ કરતી તે ફરતી હતી. તેણે સમકિતના માહાસ્યને માટે આ વખતે બ્રાહ્મણના પુત્રની રક્ષા કરી. આ પ્રમાણેના જૈન ધર્મના પ્રભાવને પ્રત્યક્ષ જોઈને વિસ્મય પામવાથી નેત્રને વિકસ્વર કરતાં તે બ્રાહ્મણે જન્મથી માંડીને અદષ્ટ પૂવી થયા--અર્થાત્ પૂર્વે કદિ પણ નહીં દીઠેલું આજે દીઠું એવા થયા. શુદ્ધભટે ઘેર જઈ પિતાની સ્ત્રીને તે વાત કરી અને સમકિતના પ્રભાવના પ્રત્યક્ષ અનુભવથી તે બ્રાહ્મણીને ઘણે હર્ષ થયે; પરંતુ વિપુલી ગણિનીના ગાઢ સંસર્ગથી વિવેકવાળી થયેલી બ્રાહ્મણ બોલી--“ અરે ! ધિક્કાર છે! આ તમે શું કર્યું? સમકિતને ભજનાર કેઈ દેવતા સમીપે હોવાથી તમારું મુખ ઉજજવળપણાને પ્રાપ્ત થયું, પરંતુ એ તમારા કેપની ચપળતા છે. કદાપિ તે વખતે સમકિતને પ્રભાવ પ્રગટ કરનાર કેઈ દેવતા સમીપ ન હોત તે તમારો પુત્ર દગ્ધ થઈ જાય અને લોકે જૈનધર્મની નિંદા કરત. જો કે તેમ થવાથી કાંઈ જિનપ્રણીત ધર્મ અપ્રમાણુ થવાને નહોતે. એવે પ્રસંગે પણ જેઓ “જૈનધર્મ અપ્રમાણ છે? એમ બેલે તેઓને વિશેષ પાપી સમજવા; પરંતુ મૂર્ખ માણસ પણ જેવું તમે કર્યું તેવું કરે નહીં. અથવા તો મૂર્ખ મનુષ્ય જ એવું કામ કરે; માટે હે આર્યપુત્ર ! હ પછી આવું અવિચારિત કાર્ય ન કરશો.” એમ કહીને પોતાના ભત્તરને સમકિતમાં સ્થિર કરવાને માટે એ સ્ત્રી અમારી સમીપે લાવેલી છે. એ જ વિચાર મનમાં લાવીને આ બ્રાહ્મણે અમને પૂછયું અને આ સમકિતને જ પ્રભાવ છે.” એમ અમે કહ્યું. આ પ્રમાણેના ભગવાનનાં વચન સાંભળીને ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા અને સ્થિરધમી થયા. શુદ્ધભટે ભટ્ટિની સાથે ભગવાનની પાસે દીક્ષા લીધી અને અનુક્રમે તે બંને કેવળજ્ઞાન પામ્યા. - જગતના અનુગ્રહમાં એકતાનવાળા અને ચક્રથી ચક્રીની જેમ આગળ ચાલતા ધર્મચક્રથી શોભતાભગવાન અજિતસ્વામી દેશના પૂર્ણ કરી તે સ્થાનકથી નીકળી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા 383%B889%BB%9238823 888888888888%E8B
इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित महाकाव्ये द्वितीये पर्वणि છે. શ્રી અનિતરવામિલીલાવવનો નામ વર્તવઃ સને રૂ II કિgE888888888888888888888888888888
*જવ8