________________
પર્વ ૨ જી.
૨૯
એક દિવસે સર્વ કલાના ભડાર તે સગર રાજા અવક્રીડા કરવા માટે એક તાકાની અને વિપરીત શિક્ષાવાળા ઘેાડા ઉપર ચડયા. ત્યાં ઉત્તરાત્તર ધારામાં એ ચતુર ઘેાડાને તે ફેરવવા લાગ્યા. અનુક્રમે પાંચમી ધારામાં ઘેાડો ફેરવ્યા એટલે જાણે ભૂત વળગ્યું હાય તેમ લગામ વિગેરેની સ’જ્ઞાને અવગણીને તે ઘેાડો આકાશમાં ઉછળ્યા. જાણે અન્વરૂપે રાક્ષસ હોય તેમ કાળના વેગવડે શીઘ્ર ઊડીને કોઈ મોટા જ*ગલમાં તે સગર રાજાને લઈ ગયા. ક્રેાધથી લગામ ખેચીને તથા પેાતાની જઘાવડે દબાવીને સગર રાજાએ તેને કબજે રાખ્યા અને પછી છલાંગ મારીને ઉતરી પડયા. વિધુર થયેલા અન્ય પણ પૃથ્વી ઉપર પડી ગર્ચા એટલે પૃથ્વીપતિ પગે ચાલવા લાગ્યા. ઘેાડીવાર આગળ ચાલ્યાં ત્યાં એક માટુ' સરાવર દીઠું. તે જાણે સૂર્ય –કિરણાની આતાપનાથી ખરી જઇને પૃથ્વી ઉપર ચદ્રિકા પડી હોય તેવુ જણાતું હતું. સગરચક્રી વનના હાથીની જેમ શ્રમ ટાળવા માટે તે સરેાવરમાં નાહ્યા અને સ્વાદિષ્ટ, સ્વચ્છ તેમજ કમળથી સુગંધી થયેલા શીતળ જળનું પાન કર્યું. સરાવરમાંથી નીકળી તેને કિનારે બેઠા, એટલે જાણે જળદેવી હેાય તેવી એક યુવતી તેના જોવામાં આવી. તે નવા ખીલેલા કમલની જેવા મુખવાળી તથા નીલકમળની જેવા લાચનવાળી હતી, તેના શરીર ઉપર લાવણ્ય-જળ તર`ગિત થયુ` હતુ`, ચક્રવાક પક્ષીના જોડલા જેવા એ સ્તનેાથી અને ફુલેલા સુવર્ણ કમળના જેવા મનેાહર હાથ-પગથી તે ઘણી સુંદર લાગતી હતી. જાણે શરીરધારી સાવરની લક્ષ્મી હોય તેવી તે સ્ત્રીને જોઈ ચક્રી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા
66
અહા ! આ શું અપ્સરા છે ? અથવા શું વ્યંતરી છે ? વા શુ' નાગકન્યા છે કે શું વિદ્યાધરી છે ? કારણ કે સામાન્ય સ્ત્રી આવી હેાય નહી. અમૃતની વૃષ્ટિ જેવું આ સ્ત્રીનું દર્શન જેવા આનંદ ઉત્પન્ન કરે છે તેવુ સરોવરનુ જળ પણ હૃદયને આનંદ કરતું નથી.”
કમળપત્ર જેવા લેચનવાળી તે સ્ત્રીએ પણ પૂર્ણ અનુરાગવડે તે જ વખતે ચક્રીને જોયા. તત્કાળ ગ્લાનિ પામેલી કમલિની જેવી, કામદેવથી વિધુર થયેલી તે સ્ત્રીને તેની સખી માંડમાંડ તેના નિવાસસ્થાને લાવી. કામાતુર થયેલા સગર રાજા હળવેહળવે સ૨ાવરના કિનારા ઉપર ચાલતા હતા, તેવામાં કોઈ કચુકીએ આવી અંજિલ જોડીને સગર રાજા પ્રત્યે કહ્યું“ હે સ્વામિનૢ ! આ ભરતક્ષેત્રને વિષે વૈતાઢથ પર્વતમાં સ...પત્તિએને વહાલું એવું ગગનવલ્લભ નામે નગર છે. ત્યાં સુલેાચન નામે એક વિખ્યાત વિદ્યાધરના પતિ છે, તે અલકાપુરીમાં કુબેર ભંડારી રહે તેમ રહેલા છે. સહસ્રનયન નામે તેના એક નીતિવત પુત્ર છે અને વિશ્વની સ્ત્રીઓમાં શિરામણિ એવી એક મુકેશા નામે દુહિતા છે. તે દુહિતા જન્મી કે તરત કોઈ નૈમિત્તિકે કહ્યું હતું કે આ પુત્રી ચક્રવત્તીની પટ્ટરાણી અને સ્ત્રી– રત્ન થશે.' રચનૂપુરના રાજા પૂર્ણ મેધે પરણવાની ઈચ્છાથી તેની વારંવાર માગણી કરી, પણ તેના પિતાએ તેને આપી નહીં; એટલે ખળાત્કારે હરણ કરવાની ઇચ્છાવાળા પૂર્ણ – મેઘ ગર્જના કરતા યુદ્ધ કરવાને માટે આવ્યા. દી ભુજાવાળા પૂર્ણ મેઘે બહુ વખત સુધી યુદ્ધ કરીને સુલોચનને દીર્ઘ નિદ્રામાં સુવાડયા. પછી સહસ્રનયન ધનની જેમ પેાતાની બહેનને લઇને પિરવાર સાથે અહીં આવી રહ્યો છે. હે મહાત્મન્ ! સાવરમાં ક્રીડા કરતી તે સુકેશાએ આજે તમને જોયા તે જ વખતે કામદેવે તેને વેદનામય વિકારની શિક્ષા આપી છે. ઘામથી પીડિત હોય તેમ તે પસીનાવાળી થઇ ગઇ છે, ભય પામી હોય તેમ તેને ક પારા થયા છે, રાગિણી હોય તેમ તેના વણું બદલાઇ ગયા છે, શાકમાં ડૂબી ગઈ હોય તેમ અશ્રુ પાડયા કરે છે અને જાણે યાગિની હોય તેમ લયમાં રહેલી છે. હે જગત્રાતા ! તમારા દર્શનથી ક્ષણુવારમાં તેની અવસ્થા વિચિત્ર પ્રકારની થઈ ગઈ છે, માટે
૩૭