________________
પર્વ ૨ જું
ર૭.
કરીએ તો આ સત્ય આપણે જ કરાવેલું છે એમ સમજી શકાય, કારણ કે જ્યારે દુઃષમકાળ પ્રવર્તશે ત્યારે અર્થમાં લુબ્ધ, સર્વ રહિત અને કૃત્યાકૃત્યના વિચાર વિનાના પુરુષે થશે; તેથી જૂનાં ધર્મસ્થાનોનું રક્ષણ કરવું તે નવાં ધર્મસ્થાન કરાવ્યાથી પણ અધિક છે.” આ પ્રમાણે સાંભળીને સર્વ નાના ભાઈઓએ એ ચૈત્યના રક્ષણનિમિત્તે તેની ફરતી ખાઈ કરવા સારુ દંડરત્ન ગ્રહણ કર્યું. પછી જાણે તીવ્ર તેજથી સૂર્ય હોય તે જહુ પિતાના ભાઈઓ સાથે નગરની જેમ અષ્ટાપદની ચોતરફ ખાઈ કરવાને માટે દંડરત્નથી પૃથ્વી ખોદવા લાગ્યો. તેમની આજ્ઞાથી દંડરને હજાર યોજન ઊંડી ખાઈ ખેદી, એટલે ત્યાં આવેલાં નાગકુમારનાં મંદિરો ભાંગવા લાગ્યા. પિતાનાં ભુવને ભાંગવાથી, સમુદ્રનું મથન કરતાં જેમ જળજંતુઓ ક્ષોભ પામે તેમ સર્વ નાગલોક ક્ષેભ પામવા લાગ્યો. જાણે પરચક્ર આવ્યું હોય, જાણે અગ્નિ લાગ્યું હોય અથવા જાણે મહાવાત ઉત્પન્ન થયેલ હોય તેમ નાગકુમાર આમતેમ ત્રાસ પામવા લાગ્યા. એવી રીતે આકુળ થયેલો નાગલેક જેઈ જવલનપ્રભ નામે નાગકુમાર રાજા અગ્નિની જેમ ધથી બળવા લાગે. પૃથ્વીને ખોદેલી જોઈને “આ શું?” એમ સંભ્રમથી વિચારતો તે બહાર નીકળી સગરચક્રીના પુત્રોની પાસે આવ્યા. ચડતા તરંગવાળા સમુદ્રની જેમ ચડાવેલી ભ્રકુટિથી તે ભયંકર લાગતો હતો, ઊંચી જ્વાળાવાળા અગ્નિની જેમ પછી તેના હોઠ ફરકતા હતા, તપેલા લેઢાના તોમરની શ્રેણી જેવી લાલ દષ્ટિ તે નાખતો હતો અને વજાગ્નિની ધમણ જેવી પિતાની નાસિકા કુલાવતા હતા. એવા તેમજ યમરાજની જેમ કેાધ પામેલા અને પ્રલયકાળના સૂર્યની જેમ સામું ન જોઈ શકાય તેવા તે નાગપતિ સગરપુત્રોને આ પ્રમાણે કહેવા લાગ્યા-“અરે! પિતાને પરાક્રમી માનનારા અને દુર્મદ એવા તમે ભીલ લોકોને જેમ કિલ્લે મળે તેમ દંડર ન મળવાથી આ શું કરવા માંડયું છે? અરે ! અવિચારપૂર્વક કાર્ય કરનારા તમે ભવનપતિઓનાં શાશ્વત ભુવને ને આ ઉપદ્રવ કર્યો? અજિતસ્વામીના ભાઈના પુત્ર થઈને તમે પિશાચની જેમ આ દારુણ કર્મ કેમ કરવા માંડયું ?” પછી જન્તુએ કહ્યું-“હે નાગરાજ ! અમારાથી થયેલા તમારા સ્થાનભંગથી પીડિત થઈને તમે જે કહો છો તે ઘટિત છે, પણ દંડરત્નવાળા અમે એ તમારા સ્થાનનો ભંગ થાય એવી બુદ્ધિથી આ પૃથ્વી ખાદી નથી; કિંતુ આ અષ્ટાપદ પર્વતના રક્ષણને માટે ફરતી ખાઈ કરવા અમે આ પૃથ્વી ખોદી છે. અહીં અમારા વંશના મૂળપુરુષ ભરતચક્રીએ રત્નમય ચૈત્ય અને સર્વ તીર્થકરોની રત્નમય સુંદર પ્રતિમાઓ કરાવેલી છે. ભવિષ્યમાં કાળના દેષથી લોકો તેને ઉપદ્રવ કરશે, એવી શંકા લાવીને અમે આ કામ કર્યું છે. તમારાં સ્થાને તે ઘણું દૂર છે એમ જાણુને અમને તેના ભંગની શંકા થઈ નહોતી, પણ આમ થવામાં. આ દંડરનની અમેઘ શક્તિને જ અપરાધ જણાય છે; માટે અહંતની ભક્તિથી અવિચારીપણે અમે જે કામ કર્યું છે તે તમે ક્ષમા કરે અને હવે ફરીથી અમે તેમ કરશું નહીં.” એવી રીતે જહુકુમારે પ્રાર્થના કરાયેલ નાગરાજ શાંત થયે; કારણ કે પુરુષોના કોપાગ્નિને શાંત કરવામાં સામેવાણી જળરૂપ થાય છે. પછી “હવે ફરીથી તમે આવું કરશે નહી” એમ કહી સિંહ જેમ ગુફામાં જાય તેમ નાગપતિ નાગલોકમાં ગયો.
નાગરાજના ગયા પછી જન્દુએ પિતાના નાના ભાઈઓને કહ્યું-“આપણે અષ્ટાપદની ફરતી ખાઈ તે કરી, પણ પાતાળ જેવી ગંભીર છતાં આ ખાઈ, માણસની મોટી આકૃતિ પણ બુદ્ધિ વિના જેમ શોભતી નથી તેમ જળ વિના શેભતી નથી. વળી કઈ ૩૮