Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 321
________________ ૩૦૦ સર્ગ ૬ ઠે સેનાપતિ, સામંત રાજા અને મંડલેશ વિગેરે સર્વ શોક, લજજા, કોધ અને શંકાદિકથી રુદન કરતા વિચિત્ર પ્રકારે બોલવા લાગ્યા. “હે સ્વામીપુત્ર ! તમે ક્યાં ગયા તે અમે જાણી શક્તા નથી, તેથી તમે કહો કે જેથી અમે પણ સ્વામીની આજ્ઞામાં તત્પર હેવાથી તમારી પછવાડે આવીએ. અથવા શું તમને અંતર્ધાન-વિદ્યા પ્રાપ્ત થઈ છે? પણ તે પિતાના સેવકોને ખેદને માટે થાય છે, તેથી તમારે તે ન ફેરવવી જોઈએ. નષ્ટ-વિનષ્ટ થયેલા તમને છોડીને ગયેલા એવા અમારું મુખ ઋષિહત્યા કરનારની જેમ સગર રાજા કેમ જોશે ? તમારા વિના ગયેલા અમારી લે છે પણ મશ્કરી કરશે; માટે હે હૃદય ! હવે તું પાણીથી સિંચાયેલા કાચા ઘડાની જેમ તત્કાળ ફૂટી જા. હે નાગકુમાર ! તું પણ ઊભું રહે, ઊભે રહે, અમારા સ્વામી કે જે અષ્ટાપદની રક્ષા કરવામાં વ્યગ્ર હતા તેઓને ધાનની જેમ છળથી બાળી દઈને હમણાં કયાં જઈશ ? હે ખગ! હે ધનુષ! હે શક્તિ ! હે ગદા ! તમે યુદ્ધ કરવાને તૈયાર થાઓ. હે સર્પ ! તું નાસીને ક્યાં જઈશ? આ સ્વામીના પુત્રો અહી આપણને છોડીને ચાલ્યા ગયા ! અરે હાય ! તેમને મૂકીને ગયેલા આપણને સ્વામી પણ જલદી છોડી દેશે ! કદાપિ ત્યાં આપણે નહીં જઈએ અને અહીં જીવતા રહીશું તે તે સાંભળીને આપણા સ્વામી લજજા પામશે અથવા આપણો નિગ્રહ કરશે, ” એવી રીતે વિવિધ પ્રકારે રુદન કર્યા પછી સંવે ભેગા થઈ પોતાનું સ્વાભાવિક ધય ધારણ કરી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. “પૂર્વવિધિથી પરોક્તવિધિ જેમ બલવાન છે તેમ સર્વ થકી વિધિર બળવાન છે, તેનાથી કોઈ બલવત્તર નથી. આ અશકય પ્રતીકારવાળા કાર્યમાં ઉપાય કરવાને ઈચ્છે તે ફેગટ છે, કારણ કે તે આકાશને માપવાની ઇરછાતુલ્ય અને પવનને પકડવાની ઈચ્છાતુલ્ય છે. હવે વિલાપથી શું વળવાનું છે? માટે આ હાથી, ઘેડા વિગેરે સમગ્ર ઋદ્ધિ આપણે થાપણ રાખનારની પેઠે મહારાજને પાછી સોંપી દઈએ. પછી સગર રાજા તેને ગ્ય લાગે અથવા રુચે તે આપણી ઉપર કરે હવે તેની ચિંતા આપણે શું કરવી?” એવું વિચારીને તેઓ સર્વ અંતઃપુરાદિકને લઇ, દીન વદનવાળા થઇને અયોધ્યા તરફ ચાલ્યા, ઉત્સાહ ૨હિત અને જેનો મુખ તથા ને ગ્લાનિ પામ્યાં છે એવા તેઓ જાણે સુઈને ઉડ્યા હોય તેમ મંદમંદ ચાલતા અયોધ્યાની નજીક આવ્યા. ત્યાં જાણે વધ્યશિલા ઉપર બેસાર્યા હોય તેમ ખેદયુક્ત ચિત્તવાળા તેઓ એકઠા થઈ પૃથ્વી ઉપર બેસીને પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા–“પૂર્વે આપણને રાજાએ ભક્ત, બહુજ્ઞ, બળવંત અને દ્રષ્ટસાર ધરીને ઘણા સત્કારથી પિતાના પુત્રોની સાથે મોકલ્યા હતા. તે કુમાર વિના આપણાથી હવે સ્વામી પાસે કેમ જવાય ? અને નાસિકારહિત પુરુષની જેમ મુખને કેમ દેખાડી શકાય અથવા રાજાને અકસ્માત વજપાત જેવું આ પુત્રવૃત્તાંત કેમ કહી શકાય ? એથી આપણને ત્યાં જવું તો ઘટતું નથી, પણ સર્વ દુઃખીને શરણરૂપ મરણ પામવું ઘટે છે. પ્રભુએ કરેલી સંભાવનાથી ભ્રષ્ટ થયેલા આપણને શરીર વિનાના પુરુષની જેમ જીવવાથી શું સાર્થકપણું છે? કદાપિ આ પુત્રનું દુઃશ્રવ મૃત્યુ સાંભળીને ચક્રવત્તી મૃત્યુ પામશે તો આપણને પણ મૃત્યુ જ અગ્રેસર છે.” એ પ્રમાણે વિચાર કરી તેઓ મરવાનો નિશ્ચય કરી રહ્યા છે તેવામાં ભગવાં વસ્ત્રવાળો કઈ બ્રાહ્મણ ત્યાં આવ્યું. તે શ્રેષ્ઠ બ્રાહ્મણ કમળ જેવો હાથ ઊંચો કરી જીવાડનારી વાણીથી તેઓને મૃત્યુ નહીં પામવાનું કહેતો સતે આ પ્રમાણે બોલ્યો-“ અહો ! કાર્યમાં મૂઢ બનેલાઓ! તમે અસ્વસ્થ ચિત્તવાળા કેમ થઈ ગયા છે? જેમ આવતા શીકારીને દેખતાં જ સસલાં પડી ૧ વ્યાકરણને નિયમ છે. ૨ વિધિ એટલે દેવ કે કર્મ.

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346