________________
પર્વ ૨ જું
૩૨૧ તેમણે પૂર્વે માત્ર મનવડે સર્વ સંઘને ઉપદ્રવ કર્યો હતો, તે કર્મથી તેઓ એક સાથે ભસ્મીભૂત થઈ ગયા. તેમાં જવલનપ્રભ નાગૅદ્ર તે ફકત નિમિત્ત માત્ર જ છે. હે મહાશય ! તે વખતે તે ગામના લોકોને વારવારૂપ શુભ કર્મથી તમે ગામ બળતાં પણ દગ્ધ થયા નહીં અને હમણું પણ દગ્ધ થયા નહીં.” એ પ્રમાણે કેળવજ્ઞાનીની પાસેથી સાંભળીને વિવેકનો સાગર એવો તે ભગીરથ સંસારથી અતિશય નિર્વેદ પામે; પરંતુ ક્ષત ઉપર ક્ષારની જેમ મારા પિતામહને દુ:ખ ઉપર દુઃખ ન થાઓ એમ ધારીને તે વખતે તેણે દીક્ષા લીધી નહીં અને કેવળીના ચરણને વાંદી, રથ ઉપર આરૂઢ થઈ પાછો અયોધ્યામાં આવ્યો.
આજ્ઞા પ્રમાણે અમલ કરીને આવેલા અને પ્રણામ કરતા પૌત્રનું સગરરાજાએ વારંવાર મસ્તક સંધ્યું અને હાથવડે તેના પૃષ્ઠભાગને સ્પર્શ કર્યો. સગરરાજાએ ભગીરથને નેહના ગૌરવથી કહ્યું-“ હે વત્સ ! તું બાળ છતાં પણ વય અને બુદ્ધિ સ્થવિર પુરુષોને અગ્રણી છે, માટે હવે હું બાળ છું એમ ન કહેતાં આ મારા રાજ્યભારને ગ્રહણ કર; જેથી અમે ભારરહિત થઈને સંસારસાગરને તરીએ. આ સંસાર જો કે સવયંભૂ૨મણ સમુદ્રની જેમ દુસ્તર છે, તે પણ મારા પૂર્વજો તરી ગયા છે તેથી મારી પણ શ્રદ્ધા થઈ છે. હે વત્સ ! તેમના પુત્ર પણ રાજ્યભાર ગ્રહણ કરતા હતા, તેથી તેમને બતાવેલો એ માર્ગ છે તે તું પણ પાળ અને આ પૃથ્વી ધારણ કર.” ભગીરથ પિતામહને નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યો-“ પિતાજી ! તમે સંસારને તારનારી પ્રત્રજ્યા ગ્રહણ કરવાને ઈચ્છો છો તે યુક્ત છે, પરંતુ તે સ્વામિન્ ! હું પણ વત ગ્રહણ કરવાને માટે ઉત્સુક થયેલ છું; તેથી રાજ્યદાનના પ્રસાદવડે તમે મને અપ્રસન્ન કરશો નહીં.” ત્યારે ચક્રવર્તીએ કહ્યું-“હે વત્સ ! અમારા કુળમાં વ્રત ગ્રહણ કરવું તે યુક્ત છે, પણ તેથી ગુરુની આજ્ઞાપાલન કરવારૂપ વ્રત ગ્રહણ કરવું તે અધિક છે માટે હે મહાશય ! તમે સમય આવે ત્યારે મારી જેમ દીક્ષા લેજો અને જ્યારે તમારે બખ્તરધારી પુત્ર થાય ત્યારે તેની ઉપર આ પૃથ્વીને ભાર ધારણ કરજો.” એવી રીતે સાંભળીને ભગીરથ ગુરુની આજ્ઞાના ભંગથી ભય પામ્યા અને ભવભીરુ એવા તેનું મન ઘણી વાર સુધી દેવાચિત થતાં તે મૌન રહ્યો. પછી પોતાના સિંહાસન ઉપર ભગીરથને બેસારી તે જ વખતે ચકાએ પરમ હર્ષથી તેને રાજયાભિષેક કર્યો.
તે વખતે ઉદ્યાનપાલકએ આવીને ચક્રીને બાહ્ય ઉદ્યાનમાં અજિતનાથ પ્રભુ સમવસર્યા છે એવી વધામણી આપી. પૌત્રના રાજ્યાભિષેકથી અને સ્વામીના આગમનથી ચક્રવર્તીને અધિક અધિક ઉત્કર્ષ થયો. ત્યાં રહ્યા છતાં પણ તેણે ઊઠીને પ્રભુને નમસ્કાર કર્યો અને જાણે આગળ ઊભા હોય તેમ શકસ્તવવડે સ્તુતિ કરી. સ્વામીના આગમનને કહેનારા તે ઉદ્યાનપાલકોને ચક્રીએ સાડાબાર કટિ સુવર્ણ આપ્યું અને સામંતાદિકથી પરવરેલા સગરચક્રી ભગીરથ સહિત મોટા સંભ્રમથી સમવસરણ સમીપે ગયા. ત્યાં ઉત્તરદ્વારના માર્ગથી સમવસરણમાં પ્રવેશ કરીને પિતાને આત્મા જાણે સિદ્ધિક્ષેત્રમાં પેઠે હેય તેમ તેઓ માનવા લાગ્યા. પછી ચક્રી, ધર્મચક્રી એવા તીર્થકરને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરી આગળ આવીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા... “મારા પ્રસાદથી તમારે પ્રસાદ કે તમારા પ્રસાદથી મારો પ્રસાદ એ અન્યોન્યાશ્રયને લેહ કરે અને મારી ઉપર પ્રસન્ન થાઓ. હે સ્વામિન્ ! તમારી રૂપલકમીને જેવાને ઈદ્ર પણ સમર્થ નથી અને સહસ્ત્ર જીભવાળે શેષ તમારા ગુણે કહેવાને પણ સમર્થ નથી. હે નાથ! અનુત્તર વિમાનના દેવોના સંશયને પણ તમે હરે છે, તે તેથી તમારે ક ગુણ