Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 337
________________ સગ ૬ ઠા ૩૧૬ દેવની શય્યા હોય એવી તેની ચિતા રચી. પછી પિતાની જેમ રાજાએ તે સ્રીને ધન આપ્યું, એટલે તેણે કલ્પલતાની જેમ યાચકાને આપી દીધું. પછી જળની અંજિલ ભરીને દક્ષિણાવત્ત જેની જવાળા છે એવા તે અગ્નિની તેણે પણ પ્રદક્ષિણા કરી, સતીની સત્યાપના ( ખાત્રી) કરી. પછી પતિનાં અંગની સાથે તેણે વાસાગાર ( ઘર ) ની જેમ ચિતાગ્નિમાં સ્વેચ્છાએ પ્રવેશ કર્યા. ઘણી ઘીની ધારાથી સિંચાયેલા અગ્નિ જવાળાથી આકાશને પલ્લવિત કરતા અધિક અધિક બળવા લાગ્યા. વિદ્યાધરનાં અંગ, તે સ્ત્રી અને સ` કાછો, સમુદ્રમાં જતું જળ જેમ લવણમય થઇ જાય તેમ થોડા વખતમાં ભસ્મીભૂત થઈ ગયા. પછી ત્યાં તેને નિવાપાંજલિ દઇને શેાકથી આકુળ એવા રાજા પોતાનાં ધામમાં આવ્યેા. રાજા શાક સહિત આવીને જેવે સભામાં બેસે છે, તેવામાં ખડ્ગ અને ભાલુ લઇને તે પુરુષ આકાશમાંથી નીચે ઉતર્યા રાજાએ અને સભાસદોએ વિસ્મયપૂર્વક તેની સામુ જોયું; એટલે તે કપટી વિદ્યાધર રાજાની સમીપ આવીને આ પ્રમાણે ખેલ્યા-હે પરસ્ત્રી અને પરધનમાં નિ:સ્પૃહ રાજા ! તમે ભાગ્યપૂર્વક વૃદ્ધિ પામા છે. મેં દ્યૂતકારની જેમ યુદ્ધમાં મારા શત્રુને કેવી રીતે જીત્યા તે હું કહુ છું તે સાંભળે-હે શરણુ કરવા ચેાગ્ય ! અહીંથી તમારે શરણે મારી સ્ત્રીને મૂકીને જે વખતે હું પવનની જેમ આકાશમાં ઊડયા તે વખતે મેાટા આટોપપૂર્વક મારી સામે આવતા એ દુષ્ટ વિદ્યાધરને, નાળીએ જેમ સર્પને જુએ તેમ મેં આકાશમાં દીઠા. પછી દુય એવા અમે બંને વૃષભની જેમ મેાટી ગર્જના કરવા લાગ્યા અને હું તથા તે પરસ્પર યુદ્ધાથે ખેલવા લાગ્યા. “ અરે ! અહુ સારું થયું કે આજે મેં તને જોયા. હું ભુજામાં ગર્વિષ્ઠ થયેલા ! તું પ્રથમ પ્રહાર કર, જેથી આજે હું મારી ભુજાનુ અને દેવતાઓનુ કૌતુક પૂર્ણ કરું, નહી તો શસ્ત્ર છેાડી દઇને રાંક જેમ ભક્ષ્યને ગ્રહણ કરે તેમ દશે આંગળી દાંતમાં લઈને વિતની ઇચ્છાથી નિઃશક થઈ ચાલ્યા જા. ” આવી રીતે અમે બંને પરસ્પર આક્ષેપપૂર્વક ખેલતા ઢાલ તરવારરૂપી પાંખાને ફેરવતા કુકડાની જેમ લડવા લાગ્યા. ચારીપ્રચારમાં ચતુર એવા બન્ને રંગાચાય ની જેમ આકાશ માં એક બીજાના પ્રહારમાંથી ખચી જતા ફરવા લાગ્યા. ખગરૂપ શ ́ગથી પ્રહાર કરતા એવા ગેંડાની જેમ અમે વારંવાર અભિસપણું ( આગળ જવુ' ) અને અપસર્પણુ ( પાછળ જવું ) કરવા લાગ્યા. ક્ષણવારમાં હે રાજા! જાણે તમારા વધામણીએ હોય તેમ મે તેના ડાબે હાથ કાપીને અહી ભૂમિ પર પાડી નાખ્યા. પછી તમારા આનદને માટે કદળીસ્થંભની લીલાથી મેં તેના એક ચરણ કાપીને પૃથ્વી પર પાડી નાખ્યા. પછી હે રાજા ! કમળનાળની લીલાની જેમ તેના જમણેા હાથ પણ મેં છેઢીને પૃથ્વી ઉપર પાડી નાખ્યા. ત્યાર પછી ઝાડના થડની જેમ તેને બીજો ચરણુ પણ ખડ્ગથી છેદીને મે તમારી આગળ પાડી નાખ્યા. પછી તેનું મસ્તક અને ધડ મેં નાખુ` કરીને અહી' પાડયુ.. એવી રીતે ભરતખંડની જેમ મેં તેના છ ખંડ કરી દીધા. પેાતાના અપત્યની જેમ મારી સ્રીરૂપા થાપણની રક્ષા કરતા એવા તમે જ તે શત્રુને માર્યા છે, હું તેા ફક્ત હેતુમાત્ર છું. તમારી સહાય વિના તે શત્રુ મારાથી હણાઈ શકાત નહીં. વાયુ વિના બળતા અગ્નિ પણ ઘાસને ખાળવામાં સમ થતા નથી. આટલી વાર હું સ્ત્રી કે નપુ ંસક જેવા હતા તેને શત્રુને મારવાના ( નિગ્રહ કરવાના ) હેતુરૂપ એવા તમે આજે પુરુષપણું આપ્યું છે. તમે મારા પિતા, માતા, ગુરુ કે દેવતા છે. આવે! તમારા જેવા ઉપકારી થવાને બીજો યાગ્ય નથી. તમારા જેવા પરોપકારી પુરુષાના પ્રભાવથી સૂર્ય વિશ્વને પ્રકાશ આપે છે, ચંદ્ર પ્રસન્ન કરે છે, વર્ષાદ પાતાના વખતે વરસે છે, પૃથ્વી ઔષધિને ઉગાડે છે, સમુદ્ર મર્યાદા છેાડતા નથી અને પૃથ્વી સ્થિર રહે છે. હવે મારી થાપણ મૂકેલી શ્રી મને પાછી સાંપા કે જેથી હે રાજા ! હું મારી

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346