Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 339
________________ ૩૧૮ સર્ગ ૬ ઠે પિતાનો ગુણ મોટા માણસને બતાવવો જોઈએ, નહીં તો ગુણ મેળવવાને કલેશ કેવી રીતે નાશ પામે? માટે આજે હવે હું કલેશ રહિત થયે. તમે આજ્ઞા આપે, હવે હું જઈશ. તમારી આગળ મારા ગુણ બતાવીને હવે હું સર્વ ઠેકાણે મેઘે થયે છું.” પછી રાજાએ ઘણું ધન આપવાવડે તેને કૃતાર્થ કરીને વિદાય કર્યો. ને ત્યારબાદ કાંઈક વિચાર કરીને રાજા આ પ્રમાણે છેલ્વે--જે આને માયાપ્રગ છે તે જ આ સંસાર છે, કારણ કે આ સવ જોવામાં આવતી વસ્તુઓ પાણીના પરપોટાની જેમ જોતજોતામાં નાશ પામનારી છે. ” એવી રીતે અનેક પ્રકારે સંસારની અસારતા ચિંતવીને સંસારવાસથી વિરક્ત થયેલા તે રાજાએ રાજ્યને છોડી દઈને દીક્ષા ગ્રહણ કરી.” આ પ્રમાણેની કથા કહીને બીજે મંત્રી બેત્યે--“મેં કહેલી કથા પ્રમાણે હે પ્રભુ! આ માયાપ્રયોગ સદશ સંસાર છે, તેમાં તમે શોકને વશ ન થાઓ; અને પિતાના આત્મસ્વાર્થની સિદ્ધિને માટે પ્રયત્ન કરે.” આ પ્રમાણે તે બંને મંત્રીનાં વચને સાંભળીને મહાપ્રાણસ્થાનમાં જેમ પ્રાણ આવે તેમ ચકીને શેકને ઠેકાણે જ ભવનિર્વેદ (સંસારવાસ-ખેદ) ઉત્પન્ન થયે. એટલે સગરરાજાએ તત્વથી શ્રેષ્ઠ વાણીવડે કહ્યું કે-“તમે મને આ બહુ સારું કહ્યું. જતુઓ પોતપોતાનાં કર્મ પ્રમાણે જ છે અને મારે છે. બાળ, યુવાન કે વૃદ્ધ એવું વયનું કાંઈ તેમાં પ્રમાણ નથી. બાંધવા દિકના સંગમ સ્વમના જેવા છે, લકમી હાથીના કાનની જેવી ચંચળ છે, યૌવન-લક્ષ્મી પર્વતમાંથી નીકળતી નદીને જેવી વહી જનારી છે; જીવિત દર્ભના અગ્રભાગ ઉપર રહેલા જળના બિંદુ સમાન છે. મારવાડ દેશમાં જળની જેમ જ્યાં સુધી યૌવન ગયું નથી, રાક્ષસીની જેમ આ યુષનો અંત કરનારી વૃદ્ધાવસ્થા જ્યાં સુધી આવી નથી, સંનિપાતની જેમ ઈદ્રિની વિકળતા જ્યાં સુધી થઈ નથી અને વેશ્યાની જેમ જ્યાં સુધી સર્વસ્વ ગ્રહણ કરીને લક્ષ્મી વિરામ પામી નથી ત્યાં સુધી આ સર્વને સ્વયમેવ તજી દઈને દીક્ષાગ્રહણના ઉપાયથી લભ્ય એવા સ્વાર્થ સાધનને માટે પ્રયત્ન કરે એગ્ય છે. જે પુરુષ આ અસાર શરીરથી મે ક્ષને મેળવે છે તે પુરુષ કાચના કકડાથી મણિ, કણકકથી(કાળે કાગડો) મોરને, કમળનાળની માળાથી રત્નજડિત હારને, નઠારા અન્નથી દૂધપાકને, કાળસેથી (છાશ) દૂધને અને ગધેડાથી ઘોડાને ખરીદે છે.” એવી રીતે સગરરાજા કહે છે તેવામાં તેના દ્વાર ઉપર અષ્ટાપદની સમીપે રહેનારા ઘણા લોકો આવ્યા અને તેઓ “અમારી રક્ષા કરે, રક્ષા કરો.” એમ ઊંચે સ્વરે પોકાર કરવા લાગ્યા. સગરે દ્વારપાળ પાસે તેમને બેલા વ્યા અને પૂછ્યું. “શું થયું છે ? ” એટલે પ્રણામ કરીને તે ગામડીઆઓ એકઠા થઈને બોલ્યા-“હે રાજા ! અષ્ટાપદ પર્વતની ફરતી કરેલી ખાઈ પૂરવાને દંડરનવડે ગંગાનદીને તમારા પુત્રો લાવેલા છે. તે ગંગાનદીએ પાતાળની જેવી દુપૂર એવી ખાઇને પણ ક્ષણવારમાં પૂરીને કુલટા સ્ત્રી જેમ બંને કુળની મર્યાદાનું ઉલ્લંઘન કરે તેમ તેણે બંને કાંઠા ઉલ્લંઘન કર્યા છે અને અષ્ટાપદની સમીપમાં રહેલાં ગામડાં, આકર અને નગર વિગેરેને સમુદ્રની જેમ વિસ્તરી જઈને ડુબાવી દેવા માંડયાં છે. અમારે તે અત્યારે જ પ્રલયકાળ પ્રાપ્ત થયેલ છે; માટે તમે આજ્ઞા કરે કે અમે ક્યાં નિરુપદ્રવ થઈને રહીએ ? ” પછી સગરચક્રીએ પિતાના પત્ર ભગીરથને વાત્સલ્યયુકત વાણીથી બોલાવીને આ પ્રમાણે આજ્ઞા કરી–“હે વત્સ ! અષ્ટાપદ પર્વતની ફરતી ખાઈને પૂરીને, તે ગંગાનદી ઉન્મત્ત સ્ત્રીની જેમ હાલમાં ગામડાંઓમાં ભમે છે તેને દંડવડે આકર્ષક કરીને પૂર્વ સાગરમાં ભેળવી કારણ કે જ્યાં સુધી જળને રસ્તે બતાવ્યું ન હોય ત્યાં સુધી તે અંધની જેમ ઉન્માર્ગે જાય છે. જેવી રીતે અસામાન્ય બાહુપરાક્રમ, ભુવનેત્તર ઐશ્વર્ય, અતિઉવણ હસ્તિબળ, વિશ્વમાં વિખ્યાત અશ્વબળ, અતિ

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346