Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 336
________________ પર્વ ૨ ૩૧૫ હતુ. અરે ! આ મારા પતિનુ વિપુળ હૃદય છે કે જેની અંદર અને બહાર માત્ર મારું જ વાસસ્થાન હતુ. હે નાથ ! હું હમણા અનાથ થઈ ગઈ છુ, હે પતિ ! તમારા વિના નંદનવનથી પુષ્પા લાવીને મારા મસ્તકના કેશને કાણુ શણગારશે ? એક આસન પર બેસીને આકાશમાં ફરતી હું કાની સાથે સુખેથી વલ્રકીવીણા બજાવીશ ? વીણાની જેમ મને કેણુ પેાતાના ઉત્સંગમાં બેસારશે ? શય્યામાં વિસ’સ્થૂળ થઇ ગયેલા મારા કેશને કણ સમા કરશે ? પ્રૌઢ સ્નેહની લીલાથી હું કાના ઉપર કાપ કરીશ ? અશેાક વૃક્ષની જેમ મારા પગના પ્રહાર કાના હને માટે થશે ? હે પ્રિય ! ગુચ્છરૂપ કૌમુદીની જેમ ગેાશીષ ચંદનના રસવડે મારા અગરાગને કણ કરશે ? સૌર’શ્રી દાસીની જેમ મારા ગાલ ઉપર, ગ્રીવા ઉપર, લલાટ ઉપર અને સ્તન ઉપર પત્રરચના કાણ કરશે ? ખેાટી રીસ કરીને મૌન ધારી રહેલી મને ક્રીડા કરવાને રાજમેનાની જેમ કેણુ ખોલાવશે ? જ્યારે હું કૃત્રિમપણે શયન કરતી (ઊંઘી જતી) ત્યારે હે પ્રિયા ! હે પ્રિયા ! હે દેવી ! હે દેવી ! ઈત્યાદિક વાણીથી તમે જગાડતા તે હવે કોણ જગાડશે ? હવે આત્માને વિડ‘બનાભૂત આવે! વિલ`બ કરવાથી શુ? માટે હે નાથ ! મહામાના (પરલેાકગમનના) મેાટા વટેમાર્ગુ થયેલા એવા તમારી પછવાડે હું આવું છું.” આ પ્રમાણે વિલાપ કરતી, પેતાના પ્રાણનાથના માને અનુસરવાની ઇચ્છાવાળી તે સ્ત્રીએ અંજિલ જોડીને રાજા પાસેથી વાહનની જેમ અગ્નિ માગ્યું. રાજાએ તેને કહ્યું હું સ્વચ્છ આશયવાળી પુત્રી! તું પતિની સ્થિતિ ખરાબર જાણ્યા સિવાય આમ કેમ કહે છે ? કારણ કે રાક્ષસ અને વિદ્યાધરાની આવી માયા પણ હાય છે, માટે ક્ષણવાર રાહ જો. પછી આત્મસાધન કરવું તે તે સ્વાધીન છે.” ફરીથી તેણે રાજને કહ્યું “આ સાક્ષાત્ મારા જ પતિ છે. તે યુદ્ધમાં મૃત્યુ પામીને પડેલા દેખાય છે. સધ્યા સૂર્યની સાથે જ કેદય પામે છે અને સાથે જ અસ્ત પામે છે, તેમ પતિત્રતા સ્ત્રીએ પતિની સાથે જ જીવે છે અને સાથે જ મરે છે. નિ ળ વંશવાળા મારા પિતાના અને પતિના કુળમાં હું જીવીને શામાટે કલંક લગાડું ? પતિ વિના રહેલી હુ, જે તમારી ધ પુત્રી છું તેને આમ જીવતી રહેલી જોઇને હું પિતા ! તમે કુળસ્ત્રીના ધર્માંને જાણનાર છતાં કેમ લજજા પામતા નથી ? ચંદ્ન વિના કૌમુદીની જેમ અને મેઘ વિના વિદ્યુત્તી જેમ પતિ વિના મારે રહેવું યુક્ત નથી, માટે તમે સેવકપુરુષોને આજ્ઞા કરો અને મારે માટે કાષ્ઠ મંગાવા જેથી હું પતિના શરીરની સાથે જળની જેમ અગ્નિમાં પ્રવેશ કરુ.” તેણે આગ્રહપૂર્ણાંક કહ્યું, એટલે દયાળુ રાજા શેકવડે ગદ્ગદ્ વાણીથી તેના પ્રત્યે બેલ્થે-“ અરે ખાઈ ! તું થાડા વખત સુધી ધીરજ ધર, પતંગની જેમ તારે મરવું યુક્ત નથી. થેાડુ' પ્રયેાજન ( કામ ) પણ વિચારીને કરવું ચાગ્ય છે.” રાજાએ આ પ્રમાણે કહ્યું એટલે તે ભામિની કાપ કરીને રાજા પ્રત્યે ખેલી–“ અરે ! હજુ સુધી મને રોકી રાખેા છે, તેથી તમે તાત નથી એમ હું જાણું છું. તમારું પરસ્ત્રીસહાદર એવું નામ પ્રખ્યાત છે, તે વિશ્વના વિશ્વાસને માટે જ છે, પણ પરમા થી નથી. જે તમે ખરેખર પિતા હો તો આ તમારી દુહિતાને અગ્નિના માર્ગે સ્વપતિની પાછળ જતી તત્કાળ જીએ.” રાજાએ કાયર થઈને તેને ઈચ્છિત કરવાની આજ્ઞા આપી અને કહ્યું “ હવે હું તને રોકતા નથી, તારા સતીવ્રતને તું પવિત્ર કર.” પછી હર્ષ પામીને રાજાના આદેશથી આવેલા રથમાં પેાતાના સ્વામીનાં અંગેને સત્કારપૂર્વ કે પોતે આરોપણ કર્યાં, અને પેાતાના અંગે અગરાગ લગાવી, ધેાળાં વસ્ત્ર પહેરી અને મસ્તકના કેશમાં પુષ્પ ગુથીને પૂની જેમ પતિની પાસે બેઠી. નીચું મસ્તક કરી શાક સહિત રાજા રથની પાછળ ચાલ્યેા અને નગરના લેાકેા આશ્ચયપૂર્વક જોવા લાગ્યા. એવી રીતે તે નન્દા ઉપર ગઇ. ક્ષણવારમાં સેવક લેાકે ચંદનકાઇ લાવ્યા અને જાણે મૃત્યુ

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346