Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 334
________________ પર્વ ૨ જું ૩૧૩ આ પ્રમાણેની કથા કહીને સુબુદ્ધિ પ્રધાન બેલ્ય-“ હે પ્રભુ ! તે રાજાએ કહ્યું તેમ ઈદ્રજાળની જે આ સંસાર છે, એમ અમે સિદ્ધ માનીએ છીએપરંતુ તે સર્વે તમે જાણે છે કારણ કે તમે સર્વજ્ઞના કુળમાં ચંદ્ર સમાન છે.” પછી બૃહસ્પતિના જેવી બુદ્ધિવાળો બીજે મંત્રી શેક-શલ્યને દૂર કરે એવી વાણીથી નૃપતિશ્રેષ્ઠને કહેવા લાગે-- “ પૂર્વે આ ભરતક્ષેત્રમાં એક નગરમાં વિવેક વગેરે ગુણોની ખાણરૂપ કેઈક રાજા હતે. એકદા તે સભામાં બેઠે હતા તેવામાં છડીદારે આવીને કહ્યું– કઈ પુરુષ પિતાના આત્માને માયાપ્રગમાં નિપુણ જણાવતે બહાર આવીને ઊભો છે. શુદ્ધબુદ્ધિવાળા રાજાએ તેને પ્રવેશ કરવાની આજ્ઞા આપી નહીં, કારણ કે કપટી માણસને અને સરલ માણસને શાશ્વત શત્રુની જેમ અણબનાવ રહે છે. ના પાડવાથી વિલખે થયેલે તે કપટી પાછો ગયો. પછી પાછો કેટલાએક દિવસ નિગમન કરી કામરૂપી દેવતાની જેમ તેણે રૂપ–પરાવર્તન કર્યું અને આકાશમાર્ગે રાજાની પાસે હાથમાં ખડગને ભાલું લઈ એક શ્રેષ્ઠ સ્ત્રી સહિત આવ્યો. તેને “તું કેણ છે ? આ સ્ત્રી કોણ છે ? અને શા માટે આવ્યું છે ? ” એમ રાજાએ પૂછયું, એટલે તે પુરુષ કહેવા લાગ્યા– હે રાજનું! હું વિદ્યાધર છું, આ વિદ્યાધરી મારી પ્રિયા છે. કોઈ વિદ્યાધરની સાથે મારે વૈર થયું છે. આ સ્ત્રીનું તે સ્ત્રીલંપટ દુરાત્માએ રાહુ જેમ ચંદ્રમાના અમૃતને હરણ કરે તેમ છળકપટથી હરણ કર્યું હતું, પણ આ મારી પ્રાણથી વહાલી પ્રિયાને હું પાછી લઈ આવ્યું છું; કારણ કે પશુઓ પણ સ્ત્રીને પરાભવ સહન કરી શક્તા નથી. હે રાજા ! ક્ષિતિને ધારણ કરવાથી તારા પ્રચંડ ભુજદંડ સાર્થક થયેલા છે, અથજનના દારિદ્રને નાશ કરવાથી તારી સંપત્તિ પણ સફળ છે, ભય પામેલાને અભયદાન આપવાથી તારું પરાક્રમ કૃતાર્થ છે, વિદ્વાનોના સંશય છેદવાથી તારી શાસ્ત્રમાં વિદ્વત્તા અમોઘ છે, વિશ્વના કંટકનો ઉદ્ધાર કરવાથી તારું શાસ્ત્ર કૌશલ્ય સફળ છે, એ સિવાય બીજા પણ તારા ગુણે અનેક પ્રકારના પોપકારથી કૃતાર્થ તેમજ તમારું પરસ્ત્રીમાં સહેદરપણું છે તે વિશ્વમાં વિખ્યાત છે. હવે મારી ઉપર ઉપકાર કરવાથી તમારા એ સર્વ ગુણ વિશિષ્ટ ફળવાળા થાઓ. આ પ્રિયા મારી સાથે છે, તેથી જાણે એનાથી બંધાઈ ગયે હેઉં તેમ મારા છળકપટવાળા શત્રુઓની સાથે યુદ્ધ કરી શકતો નથી. હું હસ્તિનું બળ, અશ્વનું બળ, રથનું બળ કે પાયદળનું બળ માગતો નથી, પણ માત્ર તમારા આત્માથી મને સહાય કરવા માગે છે. તે એ છે કે થાપણની જેમ આ મારી સ્ત્રીનું તમારે રક્ષણ કરવું; કારણ કે તમે પરસ્ત્રીના સહોદર છો. આ જગતમાં કોઈ પરનું રક્ષણ કરવાને સમર્થ હોય છે, પણ પરસ્ત્રીમાં લંપટ હોય છે; અને કઈ પરસ્ત્રીમાં લંપટ નથી હોતા, પણ પરનું રક્ષણ કરવાને અસમર્થ હોય છે. હે રાજા ! તમે તો પરસ્ત્રી લંપટ પણ નથી અને પરનું રક્ષણ કરવામાં અસમર્થ પણ નથી, તેથી દૂરથી આવીને પણ મેં તમારી પ્રાર્થના કરી છે. આ મારી પ્રિયારૂપી થાપણ સ્વીકારો, તે પછી જે કે સમય બળવાન છે તે પણ તે શત્રુ ભરાઈ ગયો જ સમજવો. ? આવાં તેનાં વચન સાંભળીને હાસ્યરૂપી ચંદ્રિકાથી જેનો પવિત્ર મુખચંદ્ર ઉ૯લાસ પામતો છે એ તે ઉદાર ચારિત્રવંત રાજા ઓ પ્રમાણે બોલ્યો --“હે ભદ્ર! કલ્પ વૃક્ષ પાસે જેમ પાંદડાં માગવાં, સમુદ્ર પાસે જેમ જળ માગવું, કામધેનુ પાસેથી જેમ માત્ર દૂધ જ માગવું, રોહિણાદ્રિ પાસે જેમ પાષાણુ માગ, કુબેરભંડારી પાસે જેમ અન્ન

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346