________________
૩૧૪
સગ ૬ ઠા
માગવું અને મેઘની પાસે જેમ છાયામાત્ર માગવી, તેમ દૂરથી આવીને તમે મારી પાસે આ શું માગ્યું ? હે વિચક્ષણ ! તે તમારા શત્રુને બતાવા એટલે હું જ તેને મારી નાખું, જેથી નિ:શક થઇને તમે પછી સાંસારિક સુખ ભાગવા. ” રાજાની વાણીરૂપી અમૃતના આવા પ્રવાહથી જેની શ્રવણે દ્રિય પૂરાઇ ગઇ છે એવા હર્ષ પામેલા તે પુરુષ આ પ્રમાણે રાજા પ્રત્યે ખેલ્યા --“ રૂપું, સુવર્ણ, સમસ્ત રત્ના, પિતા, માતા, પુત્ર અને બીજી જે કાંઇ ગૃહાર્દિક હોય તે સ થાડા વિશ્વાસથી પણ અનામત અર્પણ કરવાની ઇચ્છા થાય છે; પરંતુ પોતાની પ્યારી સ્ત્રી માટા વિશ્વાસવાળાને પણ સાંપી શકાતી નથી. હે રાજા ! એવા વિશ્વાસનું સ્થાન તમારા સિવાય બીજો કોઇ નથી, કારણ કે ચંદનનું સ્થાન તે એક મલયાચળ પર્યંત જ છે. આ મારી પ્રિયાને થાપણુરૂપ ધારણ કરવાથી તમે જ મારા શત્રુને માર્યા એમ હું માનીશ. જયારે મારી સ્ત્રીની થાપણ તમે સ્વીકારી, એટલે વિશ્વાસ પામેલા હું મારા શત્રુને હમણાં જ વિશ્વાસવાળી સ્ત્રીએવાળા ( મૃત્યુ પામેલા ) કરીશ. હે રાજા ! તમે અહી બેઠા છે! તેટલામાં જ હું કેસરીસિંહની જેમ ઉછળીને મારુ' પરાક્રમ બતાવીશ. તમે આજ્ઞા આપેા, એટલે હું ગરુડની જેમ સ્વચ્છંદી રીતે અંતરિક્ષમાં અસ્ખલિત વેગે ક્ષણવારમાં ચાલ્યા જા’ રાજાએ કહ્યું—“ હું વિદ્યાધર સુભટ ! તુ` સ્વેચ્છાથી જા, અને આ તારી સ્ત્રી પિતૃગૃહની જેમ મારા ઘરમાં ભલે રહે, ” પછી તત્કાળ તે પુરુષ પક્ષીની જેમ આકાશમાં ઊડયા, અને એ પાંખાની જેમ તીક્ષ્ણ ને ચમકારા મારતા ખડગ અને દડફલકને વિસ્તારતા અદૃશ્ય થયા. તેની સ્ત્રીને દીકરીની જેમ રાજાએ એલાવી એટલે ત્યાં સ્વસ્થ મન કરીને રહી. પછી પાતાને ઠેકાણે રહેલા રાજાએ મેઘગર્જનાની જેમ આકાશમાં સિ ંહનાદો સાંભળ્યા. સ્ફુરાયમાન વિજળીન! તડતડાટની જેમ વિચિત્ર ખડગ અને ફલકના ધ્વનિએ સભળાવા લાગ્યા. તે હું છું, તે હું છું, નથી, નથી, ઊભે રહે, ઊભા રહે, જા, જા, હું તને મારું છું, મારું છું” એવી ગિરા આકાશમાં થી સંભળાવા લાગી. રાજા સભામાં બેઠેલા સભ્ય પુરુષા સહિત વિસ્મય પામીને ગ્રહણસમયની વેળાની જેમ ઘણી વાર સુધી ઊંચું મુખ કરીને જોઇ રહ્યો, એટલામાં એવી રીતે જોઇ રહેલા રાજાની પાસે પૃથ્વી ઉપર રત્નકંકણથી વિભૂષિત એક ભુજદંડ પડયા. આકાશમાંથી પડેલા તે ભુજદડને આળખવાને વિદ્યાધરી આગળ આવી અને જોવા લાગી. પછી તે આ પ્રમાણે બેલી-“ ગાલનું ઓસી, કનું ઘરેણું અને કંઠના હારરૂપ આ મારા પ્રિય પતિને ભુજ છે.” એમ કહેતી હતી અને જોતી હતી, તેવામાં હાથની પ્રીતિને લીધે જાણે હાય તેમ એક પગ પૃથ્વી ઉપર પડયા. પગમાં પહેરવાનાં કડાંવાળા તે ચરણને જોઈ એળખીને અશ્રુપાત કરતી એ કમલવદના ફરીથી ખેલો-- અહા ! ઘણી વાર સ્વહસ્તથી ચાળેલા, લુંછેલા, પ્રક્ષાલન કરેલા, ધોયેલે અને વિલેપન કરેલા આ મારા પતિને જ ચરણ છે.” એવી રીતે તે કહેતી હતી, તેવામાં પત્રને હલાવેલા વૃક્ષમાંથી શાખા તૂટીને પડે તેમ આકાશમાંથી બીજો હાથ પડ્યા. રત્નના બાજુબંધ અને કોંકણવાળા તે હાથને જોઈ ધારાય ત્રની પૂતળીની જેમ અન્નુપાત કરતી તે સ્ત્રી એલી-“અરે! આ મારા પતિના હાથ કાંચકીથી મારા સેથે કરવામાં ચતુર અને વિચિત્ર પત્રલતિકાની લીલાિિલપને કરનારો છે. ” એમ કહેતી તે ઊભી હતી, તેવામાં આકાશમાંથી બીજો ચરણ પણ પડયા. ત્યારે તે ફરીથી ખેલી–“ અરે !
મારા
આ મારા પતિને જ ચરણ છે કે જે મારા હસ્તકમલથી ચાંપેલે અને મારા ખેાળારૂપી શય્યામાં સુનારા છે.” તેવામાં તત્કાળ તેનું માથું અને ધડ તે સ્ત્રીના હૃદયની સાથે પૃથ્વીને કપાવતાં ભૂમિ પર પડવાં, પછી તેણે વિલાપ કરવા માંડયા- અરે ! છળવાળા તે મારા પતિનું જ કમળના જેવું વદન છે કે જેને મે' પરમ પ્રીતિથી કુંડળાવડે શણગાર્યુ.