________________
પર્વ ૨ જુ
૩૦૧
જાય તેવા તમે જણાઓ છો ! તમારા સ્વામીના સાઠ હજાર પુત્ર યુગલીઆની જેમ એક સાથે મૃત્યુ પામ્યા છે, પણ તેમાં હવે ખેદ કરવાથી શું ? સાથે જન્મેલા હોય છતાં પણ કાઈ વખત તેઓ જુદા જુદા અને જુદે સ્થાનકે મૃત્યુ પામે છે, અને જુદી જુદી જગ્યા હોય છતાં પણ કોઈ વખત એક જ ઠેકાણે સાથે મૃત્યુ પામે છે. એક સાથે ઘણું પણ મરી જાય અને થોડા પણ મરી જાય, કારણ કે સર્વ જીને મૃત્યુ તે સાથે જ રહેલું છે. જેમ સેંકડે પ્રયત્ન કરતાં પણ પ્રાણીને સ્વભાવ ફરવી શકાતું નથી તેમ ગમે તેટલા પ્રયત્નવડે પણ કેઈ, કેઈના મૃત્યુનો નિષેધ કરી શકતું નથી. નિષેધ કરાતા હોય તે ઈદ્ર અને ચક્રવત્તી વિગેરે મોટા પુરૂએ પિતાના અથવા પિતાના સ્વજનના મૃત્યુને અદ્યાપિ કેમ નિષેધ ન કર્યો ? આકાશમાંથી પડતું વજ મુષ્ટિથી પકડી શકાય, ઉદ્દબ્રાંત થયેલે સમુદ્ર પાળ બાંધીને રોકી શકાય, મહાઉત્કટ પ્રલયકાળનો અગ્નિ જીવડે એલવી શકાય, પ્રલયકાળના ઉત્પાતથી ઉપડેલે પવન મંદ કરી શકાય, પડતે પર્વત ટેકાથી રાખી શકાય, પરંતુ સેંકડો ઉપાયથી પણ મૃત્યુને રોકી શકાય નહીં; માટે “ આપણને પેલા સ્વામીના પુત્રો મૃત્યુ પામ્યા ' એ તમે ખેદ કરે નહીં અને હાલ જરા ધીરા થાઓ. શેક સમુદ્રમાં ડૂબતા તમારા સ્વામીને હાથ આપવાની જેમ હું બેધકારી વચનથી પકડી રાખીશ.” એમ સર્વને ધીરજ આપી તે બ્રાહ્મણે રસ્તામાં રહેલા કોઈ અનાથ મૃતકને લઈને વિનીતાનગરીમાં પ્રવેશ કર્યો. પછી તે બ્રાહ્મણે સગર રાજાના રાજગૃહના આંગણામાં જઈ ઊંચે હાથ કરીને આ પ્રમાણે ઊંચે સ્વરે પિકાર કર્યો-“હે ન્યાયવત્તી ચક્રવર્તી ! હે અખંડભુજ પરાકમી રાજા ! આ તમારા રાજ્યમાં અબ્રહ્મણ્ય જુલમ થયો છે. સ્વર્ગમાં ઈદ્રની જેમ આ ભરતક્ષેત્રમાં તમે રક્ષણ કરનાર છતાં હું લૂંટાયો છું.” આ અશ્રુતપૂર્વ શબ્દ સાંભળી જાણે પિતાને વિષે તેનું દુઃખ સંકર્યું હોય તેમ સગરચક્રીએ દ્વારપાળને કહ્યું- એને કોણે લુંટે છે? એ કોણ છે? ક્યાંથી આવ્યું ? એ સર્વ એને પૂછીને તું મને જણાવ અથવા એને અહીં પ્રવેશ કરાવ.” દ્વારપાળે તત્કાળ આવી તે બ્રાહ્મણને પૂછયું, પણ જાણે ન સાંભળતો હોય તેમ તે તે ફરી ફરીને પકાર જ કરવા લાગ્યા. ફરીથી પ્રતિહારે કહ્યું“અરે બ્રાહ્મણ ! શું તું દુઃખથી બહેરે થયે છે અથવા સ્વાભાવિક બહેરે છે? આ અજિતસ્વામીના ભાઈ દીન અને અનાથનું રક્ષણ કરનાર તથા શરણથીને શરણરૂપ છે. તે પોતે સહદરની જેમ તમને શબ્દ કરતાં સાંભળી આદરપૂર્વક પૂછે છે કે તમને કોણે લૂટયા છે? તમે કોણ છે ? અને ક્યાંથી આવે છે? તે અમને કહો, અથવા તે તમે જાતે આવીને રોગી જેમ રોગની હકીક્ત વૈદ્યને કહે તેમ તમારા દુઃખનું કારણ મહારાજાને રૂબરૂમાં કહે.” આ પ્રમાણે પ્રતિહારે કહ્યું, એટલે હિમની ઝાકળથી વ્યાપ્ત થયેલા પ્રહ સંબંધી કમળની જેમ જેનાં નેત્ર મીંચાતાં હતાં, હેમંતઋતુ સંબંધી અદ્ધ રાત્રિના વખતની જેમ જેને મુખચંદ્ર ગ્લાનિ પામતે હતો, રીંછની જેમ જેના સુંદર કેશ વીખરી ગયેલા હતા અને વૃદ્ધ થયેલા વાનરની જેમ જેના કલસ્થળમાં ખાડા પડી ગયા હતા, એવા તે બ્રાહ્મણે ચકીના સભાગૃહમાં મંદ મંદ પગલે પ્રવેશ કર્યો. દયાળુ ચક્રીએ બ્રાહ્મણને પૂછ્યું-“તમારું કેઈએ કાંઈ સુવર્ણ લઈ લીધું છે ? વા તમારાં રતન કે વસ્ત્રો લઈ લીધાં છે ? અથવા કોઈ વિશ્વાસઘાતકીએ તમારી થાપણ ઓળવી છે ? વા કેઈ ગામના રક્ષકે તમને ઉપદ્રવ કર્યો
વા કોઈ દાણુવાળાએ સવ ઉપકર લઈ જઈને તમને પીડવ્યા છે ? વા કોઈ તમારા ભાગીદારે તમારો પરાભવ કર્યો છે ? વા કોઈએ તમારી સ્ત્રી સંબંધી ઉપદ્રવથી તમને હેરાન ક્ય છે? વા કોઈ બળવાન શત્રુએ તમારા ઉપર ધસારો કર્યો છે ? વા કોઈ ઉત્કટ આધિ કે વ્યાધિ તમને નડે છે ? વા બ્રિજજાતિને જન્મથી જ સુલભ એવું દારિદ્ર તમને પડે