________________
પર્વ ૨ જુ
3०७
પણ સૂર્યને પ્રકાશ કરનાર કેઈ હેતું નથી.” લવણસમુદ્ર જેમ મણિઓથી અને લવણથી વ્યાસ થાય, પક્ષની મધ્યરાત્રિ જેમ પ્રકાશ અને અંધકારથી વ્યાપ્ત થાય, હિમાચળ પર્વત જેમ દિવ્ય ઔષધિ અને હિમથી વ્યાપ્ત થાય તેમ તે બ્રાહ્મણના બેધવચન અને પુત્રોનું અકાળ મૃત્યુ સાંભળીને સગર રાજા બોધથી અને મેહથી વ્યાપ્ત થઈ ગયાં જેવું તે રાજાનું સ્વાભાવિક મેટું દૌર્યું હતું તે જ પુત્રાના ક્ષયની આગંતુક મેહ થયો હતે. એક મ્યાનમાં બે તરવારની જેમ અને એક સ્તંભે બે હસ્તિની જેમ રાજાને બોધ અને મેહ બંને સાથે ઉત્પન્ન થયા. પછી રાજાને બોધ કરવાને માટે સુબુદ્ધિ નામનો એક બુદ્ધિમાનું મુખ્ય પ્રધાન અમૃતના જેવી વાણીથી બે –“ કદાપિ સમુદ્રો પિતાની મર્યાદા મૂકે, કદાપિ કુલપર્વતે કંપાયમાન થાય, કદાપિ પૃથ્વી ચપલભાવ પામે, કદાપિ વજ શિથિલતાને પામે; તથાપિ તમારા જેવા મહાત્માએ મોટું દુખ પ્રાપ્ત થાય તે પણ જરાએ વિધુર થઈ જાય નહીં. આ સંસારમાં ક્ષણ અગાઉ જોવામાં આવતા અને ક્ષણવાર પછી નાશ પામતા એવા સર્વ કુટુંબાદિકને જાણીને વિવેકી પુરુષે તેમાં મેહ પામતા નથી, તે ઉપર એક કથા કહું તે સાંભળો
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર કેઈ નગરમાં પૂર્વે એક રાજા હતા. તે જનધર્મરૂપી સરોવરમાં હંસતુલ્ય હતો, સદાચારરૂપ માર્ગને પાંથ હતે પ્રજારૂપી મયૂરીને મેઘ હેતે, મર્યાદા પાળવામાં સાગર હતું, સર્વ પ્રકારના વ્યસનરૂપ તૃણમાં અગ્નિતુલ્ય હત, દયારૂપી વેલનો આશ્રયદાતા વૃક્ષ હતું, કીર્તિરૂપી નદીને નીકળવાના પર્વત સમાન હતે અને શીલરૂપી રત્નને રેહણાચળ પર્વત હતો. તે એક વખતે પિતાની સભામાં સુખે બેઠો હતો તેવામાં છડીદારે આવીને વિજ્ઞપ્તિ કરી કે--“કઈ પુરુષ હાથમાં પુષ્પની માળા રાખીને જાણે કળાવિદ હોય તેઓ આપને કાંઈક વિજ્ઞપ્તિ કરવાની ઈચ્છાથી આ ૫સાહેબના દર્શન કરવા ઈચ્છે છે. તે પંડિત છે, કવિ છે, ગંધર્વ છે, નટ છે, વેદજ્ઞ છે, નીતિવેત્તા છે, અસ્ત્રવિદ્યાનો જાણનાર છે કે ઈદ્રજાળિક છે તે કાંઈ જાણવામાં આવતું નથી, પણ આકૃતિથી ગુણવાન છે એમ જણાય છે; કારણ કે જ્યાં આકૃતિ હોય ત્યાં ગુણ હેય છે એમ કહેવાય છે.” રાજાએ આજ્ઞા આપી કે-“ એને તરત અહીં લાવે કે જેથી તે ઈચ્છા પ્રમાણે પિતાનું ઈચ્છિત કહી આપે.” રાજાની આજ્ઞાથી છડીદારે તેને અંદર જવા રજા આપી, એટલે બુધ જેમ સૂર્યના મંડળમાં પ્રવેશ કરે તેમ તેણે રાજાની સભામાં પ્રવેશ કર્યો. “ ખાલી હાથે રાજાનું દર્શન ન કરવું જોઈએ એમ ધારીને તેણે માળીની જેમ એક પુષ્પની માળા રાજાને અર્પણ કરી. પછી છડીદારે બતાવેલા સ્થાનમાં આસન આપનારાઓએ તેને યોગ્ય આસન આપ્યું એટલે તે અંજલિ જેડીને બેઠે. પછી જરા ભ્રકુટીને ઊંચી કરી. હાસ્યથી હોઠ ફુલાવી પ્રસન્નતા પૂર્વક રાજાએ તેને પૂછયું-“બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણમાંથી તમે ક્યાં વર્ણન છો ? અંબષ્ટ અને માગધ વિગેરે દેશમાંના તમે ક્યા દેશના છો? તમે શ્રોત્રીય છે? પુરાણું છે ? સ્માર્ત છો ?
જ્યોતિષી છે? ત્રણ વિદ્યા જાણનાર છો? ધનુષાચાર્ય છે? ઢાલતરવારમાં ચતુર છે? તમારો પ્રાસ ( ભાલા ) હથિયા૨માં અભ્યાસ છે? તમારું શલ્યજાતિના શસ્ત્રમાં કુશળપણું છે? ગદાયુદ્ધ જાણનારા છે? દંડયુદ્ધમાં પંડિત છે? તમારી શક્તિના હથિયારમાં વિશેષ શક્તિ છે? મુશળસમાં કુશળ છે? હળશસ્ત્રમાં અતિકુશળ છે? ચક્રમાં પરાક્રમી છે? છરી યુદ્ધમાં નિપુણ છો ? બાયુદ્ધમાં ચતુર છે ? અશ્વવિદ્યાના જાણનાર છો ? હાથીની શિક્ષામાં સમર્થ છે ? ડ્યૂહરચનાના જાણનાર આચાર્ય છે ? ન્યૂહરચનાને ભેદ કરવામાં