________________
૩૧૦
સગ (
વચન પ્રતિપત્તિ (ખાત્રી ) સિવાય કબૂલ કરવુ પડે તેમ છે. કદાપિ પર્વતા ઊડે, આકાશ માં પુષ્પા ઊગે, અગ્નિ શીતળ થાય, વધ્યાને પુત્ર થાય, ગભને શીંગડાં થાય, પાષાણુ જળ ઉપર તરે અને નારકીને વેદના ન હોય તેા પણ આની વાણી પ્રમાણે થાય તેમ નથી. ” બીજા નિમિત્તિયાઓનાં આવાં વાકયા સાંભળીને યુક્ત અને અયુક્ત જાણુતા છતાં પણ રાજા નવા નૈમિત્તિકની સન્મુખ કૌતુકથી જોવા લાગ્યા. પછી તે નૈમિત્તિક ઉપહાસ સહિત વાણીથી જાણે પ્રવચને પ્રેર્યા હોય તેમ આધાર સાથે આ પ્રમાણે ખેલ્યા “ હે રાજા ! તમારી સભામાં આ નમ મંત્રીએ (મશ્કરા) છે અથવા વસંત ઋતુમાં વિનાદ કરાવનારા છેકે ગ્રામપડિત (મૂ ખ) છે ? હે પ્રભુ ! આપની સભામાં જો આવાસભાસદો હોય તે ચતુરાઈનિરાશ્રય થઇને હણાઇ જશે. અરે ! વિશ્વમાં ચતુર એવા તમારે કેસરીસિ ́હને શિયાળની સાથે હોય તેમ આ મુગ્ધ લોકો સાથે ગાછી કેમ ઉચિત ગણાય ? કદાપિ જો આ લેાકેા કુળક્રમથી આપની સેવામાં આવેલા હોય તો અલ્પબુદ્ધિવાળા એ લોકોનુ સ્ત્રીઓની જેમ પાષણ માત્ર કરવુ ચાગ્ય છે; પર`તુ સુવણ અને માણિકયના મુગટમાં કાચના કકડાની જેમ સભ્ય તરીકે તમારી સેવામાં બેસવાને તેએ યોગ્ય નથી. એ લાકે શાસ્ત્રના રહસ્યને જરા પણ જાણતા નથી, પણ પાપટની પેઠે પાઠમાત્ર ભણીને ગર્વિત થયા છે. ગાલને ફુલાવનારા અને ગભ પુંછને પકડી રાખનારા એ લાકોની આવી વાણી છે; પણ જેઓ રહસ્યાર્થ ને જાણે છે તેઓ તો વિચારીને જ બેલે છે. કદાપિ સાર્થવાહનું પુતળું ઉંટ ઉપર બેસાયુ હોય તે તે દેશાંતરમાં ફરે, પણ તેથી શું તે રસ્તા જાણે છે એમ કહેવાશે ? કદાપિ તરીએ ન હેાય તેવા માણસ પાતાની કાખમાં તુંબડા બાંધીને સાવરમાં કે નદીમાં તરે, પણ તેથી શુ તે જળ ઉપર તરી ણે છે એમ કહેવાશે ? તેમ આલેકે ગુરુની વાણીના અનુવાદથી શસ્ત્રોને ભણ્યા છે, પણ તેના રહસ્યાને જરા પણ તેઓ જાણતા નથી. જો એ દુર્બુદ્ધિ વાળા લાકોને મારા જ્ઞાન ઉપર શ્રદ્ધા ન આવતી હોય તો મારા જ્ઞાનની ખાત્રી કરનાર સાત દિવસા કયાં દૂર છે ? હે રાજેન્દ્ર ! મહાસમુદ્ર પાતાના ઉછળતા જળથી જગને એકાવ કરીને મારી વાણીને જો સત્ય કરે તેા આ જ્યોતિષ ગ્રંથના અને જાણનારા તમારા સભાસદો પતાને પક્ષીની જેમ ઊડતાં બતાવશે? વૃક્ષની જેમ આકાશમાં પુષ્પ બતાવશે ? અગ્નિને જળની જેમ શીતળ ખતાવશે ? વધ્યાને ધેનુની જેમ પુત્ર સજા વશે ? પાડાની જેમ ગધેડાંને શી'ગડાવાળા બતાવશે ? પાષાણાને વહાણની જેમ જળાશયમાં તરાવશે ? અને નારકીને વેદના રહિત કરશે ? કે આવી રીતે અસમજસ ખેલતા આ જડ લેાકેા પછી સર્વજ્ઞભાષિત ગ્રંથાને અન્યથા કરશે ? હે રાજા ! તમારા પુરુષોના કબજામાં હું સાત દિવસ સુધી અહીં રહીશ, કારણ કે જે ખાતુ ખેલનાર તે એવી રીતે સ્થિતિ કરી શકે નહીં. આ મારું વચન જો સાતમે દિવસ ન થાય તા ચારની જેમ ચંડાળાની પાસે મારા નિગ્રહ કરાવવા ચાગ્ય છે. '' રાજાએ કહ્યું—આ બ્રાહ્મણની આવી વાણી સંદિગ્ધ, અનિષ્ટ કે દુર્ઘટ હોય અથવા સાચી હોય, તે પણ સાતમે દિવસે તમારું સૌનુ સંદેહી મન મટશે, અને ત્યારપછી સત્યાસત્યનું વિવેચન થશે.” એવી રીતે કહીને તે બ્રાહ્મણને થાપણની જેમ પેાતાના અગરક્ષકોને સોંપ્યા અને સભા વિસર્જન કરી. તે વખતે નગરનાં લેાકેાની વિચિત્ર ઉક્તિઓ થવા લાગી કે- અહા ! આજથી સાતમે દિવસે માટુ' કૌતુક જોવા જેવુ' થશે. અરે ! આ ઉન્મત્તની જેમ ખેલનારા વિપ્ર હણાઇ જશે, અથવા કદાપિ યુગાંત થવાનેા હશે, નહી' તેા મૃત્યુ પામવાને આમ કાણુ બેલે ? ’ ‘ સાતમા દિવસ પ્રાપ્ત થતાં હું આશ્ચર્ય ખતાવીશ.’ એવી રીતે ઉત્સુક થયેલા બ્રાહ્મણે કષ્ટથી છ દિવસ નિ`મન કર્યા. રાજાએ પણ સ`શયને છેદવામાં ઉત્કંઠિત હોવાથી વાર વાર ગણી ગણીને માંડ માંડ