________________
પર્વ ૨ જું
૨૯૧ સહિત મણિમય સ્નાનપીઠને અગ્નિહોત્રી જેમ અગ્નિની પ્રદક્ષિણા કરે તેમ પ્રદક્ષિણા કરી અને અંતપુર સહિત પૂર્વ તરફથી સે પાનપંક્તિથી તે પીઠ ઉપર ચડી પૂર્વ સન્મુખના સિંહાસનને અલંકૃત કર્યું. બત્રીસ હજાર રાજાઓ પણ હસે જેમ કમળ ખંડ ઉપર આરોહણ કરે તેમ ઉત્તર બાજુના પાનને તે ઉપર ચડી સામાનિક દેવતાઓ જેમ ઈદ્રની સામે બેસે તેમ સગરરાજાની સન્મુખ દષ્ટિ કરી અંજલિ જોડીને પોતપોતાનાં આસને ઉપર સ્થિત થયા. સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત અને વિદ્ધકીરત્ન તથા શ્રેણી, સાર્થવાહ અને બીજા ઘણું જને આકાશમાં જેમ તારાઓ રહે તેમ દક્ષિણ બાજુનાં પગથિયાથી ઉપર ચડી સ્નાનપીઠ ઉપર પોતપોતાના આસન ઉપર બેઠા. પછી શુભ દિવસ, વાર, નક્ષત્ર, કરણ, ગ, ચંદ્ર અને સર્વ ગ્રહના બળવાળા લગ્નમાં દેવતાઓ વિગેરેએ સુવર્ણના, રૂપાના, રત્નના અને જેના મુખ ઉપર કમળો રહેલા છે એવા કળશથી સગરરોજાને ચક્રીપણાનો અભિષેક કર્યો. પછી ચિત્રકારો જેમ રંગ કરવાની ભીતને સાફ કરે તેમ કેમળ હાથથી દેવદૂષ્ય વસ્ત્રથી રાજાના અંગને તેમણે સાફ કર્યું. પછી દર અને મલયાચળના સુંગધી બાવનાચંદનાદિકથી ચંદ્રિકા વડે આકાશની જેમ તેઓએ રાજાના અંગને વિલેપન કર્યું, દિવ્ય અને ઘણું સુંગધી પુષ્પની માળા પિતાનો દઢ અનુરાગની પેઠે તેઓએ રાજાના મસ્તક ઉપર ધારણ કરાવી અને પોતે લાવેલાં દેવદૂષ્યવસ્ત્ર અને રત્નાલંકાર ચકીને ધારણ કરાવ્યાં. પછી મહારાજાએ મેઘના ધ્વનિ જેવી વાણીથી પોતાના નગરના અધ્યક્ષને આ પ્રમાણે આજ્ઞા કરી કે “બાર વર્ષ સુધી આ નગરી દંડ દાણ વિનાની, સુભટના પ્રવેશ રહિત, કર વિનાની અને મોટા ઉત્સવવાળી કરો.” આવી આજ્ઞાને નગરના અધ્યક્ષે ડિંડિમની પેઠે પિતાના માણસને હાથી ઉપર બેસાડીને આખી નગરીમાં આષણાથી જાહેર કરી. આવી રીતે સ્વર્ગનગરીના વિલાસબૈભવને રવાના વ્રતવાળી (અર્થાત્ તેના જેવી) વિનીતાનગરીમાં ખંડ પૃથ્વીપતિ મહારાજા સગર ચક્રવર્તીને ચક્રવર્તી પદાભિષેકને સૂચવનાર મહાન્ ઉત્સવ બાર વર્ષ સુધી દરેક દુકાનમાં, દરેક મંદિરમાં અને દરેક રસ્તામાં પ્રવર્તે. .
8888888888888888888888888888888888888888 व इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितीयपर्वणि सगरदिग्विजयचक्रवर्तित्वाभिषेकवर्णनो
નામ વાર્થ સદ | ક |
D38SPBT