Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 313
________________ સગ ૫ મ. એકદા દેવતાઓથી નિરંતર સેવાતા ભગવાન શ્રી અજિતનાથ સ્વામી સાકેતનગરના ઉદ્યાનમાં આવીને સમવસર્યા. ઇંદ્રાદિક દેવો અને સગરાદિક રાજાઓ યથાયોગ્ય આસને બેઠા એટલે પ્રભુ ધર્મદેશના આપવા લાગ્યા. તે વખતે પિતાના વધને સંભારીને કેંધાયમાન થયેલા સહસ્ત્રલેચને વૈતાઢય પર્વત ઉપર ગરૂડ જેમ સર્પને મારે તેમ પિતાના શત્રુ પૂણમેઘને મારી નાખે, તેને પુત્ર ઘનવાહન ત્યાંથી નાસીને શરણની ઈચ્છાથી અહીં સમવસરણમાં આવ્યા. ભગવંતને ત્રણ પ્રદક્ષિણ પૂર્વક પ્રણામ કરીને વટેમાર્ગુ વૃક્ષ નીચે બેસે તેમ પ્રભુના ચરણ પાસે આવીને તે બેઠે. તેની પછવાડે જ પાતાળમાંથી પણ ખેંચી કાઢીને, સ્વર્ગમાંથી પણ પાડી નાખીને અથવા બળવાનના શરણથી પણ છોડાવીને હું એને મારું” એમ બોલતે અને હથિયાર ઉગોમતે સહસ્ત્રલે ચન ત્યાં આવ્યું, અને તેણે સમવસરણમાં રહેલા ઘનવાહનને જોયે. પ્રભુના પ્રભાવથી તત્કાળ તેનો કેપ શાંત થયે, તેણે હથિયાર છોડી દીધા અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી ગ્ય સ્થાને બેઠે. પછી સગરચક્રીએ પરમેશ્વરને પૂછયું-“હે પ્રભુ! પૂણ મેઘ અને સુલોચનને વેર થવાનું શું કારણ?” ભગવાન્ બેલ્યા-“પૂર્વે સૂર્યપુર નગરમાં ભાવન નામે એક કેટી દ્રવ્યને સ્વામી વણિક રહેતો હતો. તે શ્રેષ્ઠી એક વખતે પોતાનું સર્વ દ્રવ્ય પોતાના પુત્ર હરિદાસને સેપી વેપારને માટે દેશાંતર ગયે. બાર વર્ષ સુધી પરદેશમાં રહી ઘણું ધન મેળવીને ભાવનશેઠ પોતાના નગરે આવી નગરની બહાર રાત્રિવાસે રહ્યા. ત્યાં બધા પરિવારને મૂકીને ભાવનશેઠ એકલો રાત્રિએ પોતાના ઘરમાં આવ્ય; કારણ કે ઉત્કંઠા બળવાન છે. તેના હરિદાસ નામના પુત્રે ચોરની શંકાથી તેને ખડૂગવડે મારી નાખ્યો. અલપ બુદ્ધિવાનને વિચાર હોતો નથી. પિતાના મારનારને ઓળખીને ભાવનશેઠ તત્કાળ તેના પરના દેષભાવમાં મૃત્યુ પામ્યો. પાછળ હરિદાસે પોતાના પિતાને ઓળખ્યા એટલે પશ્ચાત્તાપ કરી, પિતાથી અજાયે થયેલા અકાર્યથી મહાન દુઃખી થઈ પિતાના જનકનું પ્રેતકાર્ય કર્યું. કેટલેક કાળ ગયા પછી હરિદાસ પણ મૃત્યુ પામ્યો. તે બન્ને જણે કેટલાએક દુઃખદાયક ભવમાં પરિભ્રમણ કર્યું. અનુક્રમે કઈક સુકૃતગે ભાવનશેઠને જીવ આ પૂર્ણમેઘ થયો. અને હરિદાસને જીવ સુચન થયે. એવી રીતે હે રાજન! પૂર્ણમેઘ અને સુલોચનનું પ્રાણતિક વેર પૂર્વજન્મથી સિદ્ધ છે, અને આ ભવમાં તે પ્રસંગ પામવાથી બનેલું છે.” * પછી ફરીથી સગરરાજાએ પૂછયું-“આ તે બંનેના પુત્રને પરસ્પર વૈર થવાનું કારણ શું? અને આ સહસ્ત્રલેચનની ઉપર મને સ્નેહ ઉત્પન્ન થવાનું પણ કારણ શું ?” સ્વામીએ કહ્યું-“પૂર્વે તમે રંભક નામે એક દાનશીલ સંન્યાસી હતા. તે વખતે શશી અને આવળ નામે આ બે તમારા શિષ્યા હતા. તેમાં આ વળી નામને શિષ્ય ઘણે નમ્ર હોવાથી તમને ઘણો જ વહાલે હતો. તેણે એક વખતે દ્રવ્યથી એક ગાયને વેચાતી લીધી, તેવામાં તે ગાયના ધણીને ખુટવી કોર હૃદયવાળા શશીએ વચમાં પડીને તે ગાય પિતે ખરીદ કરી. તે ઉપરથી તેઓને ત્યાં કેશાકેશિ, મુષ્ટામુષ્ટિ અને દંડાદંડિ એમ ઘેર યુદ્ધ થયું. પરિણામે શશીએ આવળીને મારી નાખ્યો. તે શશી ચિરકાળ ભવભ્રમણ કરીને આ મેઘવાહન થયે અને આવળી હતી તે સહસ્રલોચન થયે. તેઓને શૈર થવાનું એ

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346