________________
પર્વ ૨ જું
૨૯૩ કારણ છે. દાનના પ્રભાવથી શુભ ગતિઓમાં ભમીને રંભક હતો તે તમે ચક્રી થયા છે, અને સહસ્રલોચનને વિષે તમારે સ્નેહ પૂર્વભવથી જ ઉત્પન્ન થયેલો છે.”
એ અવસરે તે સભામાં ભીમ નામે રાક્ષસોને પતિ બેઠો હતો. તેણે ઉઠીને વેગવડે આલિંગન કરી મેઘવાહનને કહ્યું-“પુષ્કરવાર દ્વીપના ભરતક્ષેત્રમાં શૈતાઢય પર્વત પર કાંચનપુર નામના નગરમાં હું પૂર્વભવે વિધુરંષ્ટ્ર નામે રાજા હતા. તે ભવમાં તું મારે રતિવલ્લભ નામે પુત્ર હતું. હે વત્સ ! તું મને ઘણે વહાલો હતો. આજે સારું થયું કે તું મારા જેવા માં આવ્યું. આ વખતે પણ તું મારો પુત્ર જ છે, માટે આ મારુ સૈન્ય અને બીજું જે કાંઈ મારું છે તે સર્વ તું ગ્રહણ કર. વળી લવણસમુદ્રમાં દેવતાને પણ દુર્જય એ, સાત સો જનને, સર્વદિશામાં વિસ્તારવાળો રાક્ષસદ્વીપ નામે એક સર્વ દ્વીપમાં શિરમણિ દ્વીપ છે. તેની મધ્યમાં પૃથ્વીની નાભિ ઉપર મેરુપર્વતની જેવો ત્રિકૂટ નામે પર્વત છે. તે મટી ઋદ્ધિવાળી પર્વત વલયાકારે રહે છે. નવ જન ઊંચે, પચાસ
જન વિસ્તારમાં અને ઘણો દુર્ગમ છે. તેની ઉપર સુવર્ણમય ગઢ, ઘર અને તે રણવાળી લંકા નામે એક નગરી મેં હમણુ જ વસાવી છે. ત્યાંથી છ પેજન દૂર, પૃથ્વીમાં નીચે, શુદ્ધ સ્ફટિક રત્નના ગઢવાળી, નાના પ્રકારના રનમય ગૃહોવાળી અને સવાસો જન લાંબી-પહોળી પાતાળલંકા નામની ઘણી પ્રાચીન અને દુર્ગમ નગરી પણ મારી માલિકીની છે. હે વત્સ ! આ બને નગરીને તું ગ્રહણ કર અને તેનો તું રાજા થા. આ તીર્થકર ભગવંતના દર્શનનું ફળ તને આજે જ પ્રાપ્ત થાઓ.” એમ કહી એ રાક્ષસપતિએ નવ માણિજ્યને બનાવેલું એક મેટે હાર તથા રાક્ષસી વિદ્યા તેને આપી. ઘનવાહન પણ તરત જ ભગવાનને નમી રાક્ષસદ્વીપમાં આવીને તે બંને લંકાને રાજા થયે. રાક્ષસદ્વીપના રાજ્યથી અને રાક્ષસી વિદ્યાથી તે ઘનવાહન વંશ ત્યારથી રાક્ષસવંશ કહેવા. પછી ત્યાંથી સર્વજ્ઞા બીજી તરફ વિહાર કરી ગયા અને સુરેદ્ર તથા સગરાદિક પોતપોતાને સ્થાનકે ગયા.
હવે સગર રાજા ચોસઠ હજાર સ્ત્રીઓ સાથે રતિસાગરમાં નિમગ્ન થઈ ઈદ્રની પેઠે ક્રીડા કરવા લાગ્યા. તેને અંતઃપુરના સંગથી થયેલી ગ્લાનિ, વટેમાર્ગને શ્રમ જેમ દક્ષિણ દિશાના પવનથી નાશ પામે તેમ સ્ત્રીરત્નની ભેગથી નાશ પામ્યો. એવી રીતે હમેશાં વિષયસુખ ભેગવતાં તેમને જહુકુમાર વિગેરે સાઠ હજાર પુત્રે થયા ઉદ્યાનપાલિકાએ પાળેલાં ઉદ્યાનના વૃક્ષો વૃદ્ધિ પામે તેમ ધાવમાતાઓએ પોષણ કરેલા તે પત્રો અનક્રમે વૃદ્ધિ પામ્યા. તેઓ ચંદ્રની જેમ ધીમે ધીમે સર્વ કળા ગ્રહણ કરી શરીરની લહમીરૂપી વલ્લીના ઉપવનરૂપ યૌવનવયને પ્રાપ્ત થયા. તેઓ બીજાઓને પિતાની અસ્ત્રવિદ્યામાં કુશળતા બતાવવા લાગ્યા. અને ન્યૂનાધિક જાણવાની ઈચ્છાથી પારકું અસ્ત્રકૌશલ્ય જોવા લાગ્યા. કળા જાણનારા તેઓ ઘોડા ખેલવાની ક્રીડામાં ઘોડાઓને સમુદ્રના આવર્તની લીલાવડે ભ્રમણ કરાવી દુર્દમ એવા તોફાની ઘોડાઓને પણ દમતા હતા. દેવતાઓની શક્તિનું પણ ઉલ્લંઘન કરનાર તેઓ વૃક્ષનાં પત્રને પણ સ્કંધ ઉપર નહીં સહન કરનાર એવા ઉન્મત હાથીઓને તેમના સ્કંધ ઉપર ચડીને વશ કરતા હતા. મદથી શબ્દ કરતા હાથીઓ જેમ વિધ્યાટવીમાં રમે તેમ સફળ શક્તિવાળા તેઓ પિતાના સવયસ્ક મિત્રેથી પરિવૃત થઈને રછાએ રમતા હતા.
એક દિવસે રાજસભામાં બેઠેલો ચક્રવત્તીને બળવાન કુમારે એ આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી-“હે પિતાજી! પૂર્વ દિશાનું આભૂષણ માગધપતિ દેવ, દક્ષિણ દિશાનું તિલક વરદામપતિ, પશ્ચિમ દિશાને મુગટ પ્રભાસપતિ, પૃથ્વીની બે ભુજા જેવી બે બાજુ રહેલી