Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 315
________________ ૨૯૪ સગ ૫ માં ગંગા અને સિંધુદેવી,ભરતક્ષેત્રરૂપી કમલની કર્ણિકા સમાન બૈતાઢયાદ્રિકુમારદેવ, તમિસાગુફાનો અધિપતિ ક્ષેત્રપાળ સદશ કૃતમાળ નામે દેવ અને ભરતક્ષેત્રની મર્યાદાભૂમિના સ્તંભરૂપ હિમાચલકુમારદેવ, ખંડપ્રપાતા ગુફાને અધિષ્ઠાયક ઉત્કટ એનાટયમાલ નામે દેવ અને નૈસર્પ વિગેરે નવ નિધિના અધિષ્ઠાયક નવ હજાર દેવતાએ –એ સર્વ દેવતાઓને તમે સાધારણ મનુષ્યની જેમ સાધ્ય કર્યા છે. વળી તેજસ્વી એવા આપે અંતરંગ શત્રુઓના ષવર્ગની જેમ આ ષટખંડ પૃથ્વીતલ પિતાની મેળે જ પરાજય પમાડયું છે. હવે તમારી ભજાના પરાક્રમને વેગ્ય કઈ પણ કાર્ય અવશેષ રહ્યું નથી કે જે કરીને અમે તમારું પુત્રપણું બતાવી આપીએ; માટે હવે તે પિતાજીએ સાધેલા આ સર્વ ભૂતળમાં સ્વેચ્છાએ વિહાર કરવાથી જ અમારું પુત્રપણું સફળ થાઓ એમ ઈચ્છીએ છીએ, તેમજ આપના પ્રસાદથી ઘરના આંગણાની જેમ સર્વ ભૂમિમાં હાથીની પેઠે સ્વદે વિહાર કરવાને ઈચ્છીએ છીએ.” આવી પિતાના પુત્રોની માગણી તેણે સ્વીકારી, કારણ કે મહાન પુરુષોની પાસે બીજાની પણ યાચના વ્યર્થ થતી નથી તે પિતાના પુત્રની યાચના કેમ વ્યર્થ થાય? પછી પિતાને પ્રણામ કરી પોતાના નિવાસમાં આવી તેઓએ પ્રયાણના મંગળસૂચક દુંદુભિ વગડાવ્યા. તે વખતે પ્રયાણ સમયે જ ધીરપુરુષોને પણ ક્ષોભ પમાડે તેવો અશુભ ઉત્પાત તથા અશુભ શુકન તેમને થવા લાગ્યા. મોટા સર્પના કુળથી આકુળ એવા રસાતલના દ્વારની જેમ સૂર્યનું મંડળ સેંકડે કેતુના તારાથી આકુળ થયું, ચંદ્રના મંડળમાં વિચ્ચે છિદ્ર જણાવા લાગ્યું, તેથી ચંદ્ર નવા કતરેલા દાંતના આકેટ જેવો દેખાવા લાગે, વાયથી જેમ લતા કંપે તેમ પૃથ્વી કંપવા લાગી, શિલાઓના કકડા જેવા કરાની વૃષ્ટિએ થવા લાગી. સુકાઈ ગયેલા વાદળાના ચૂર્ણની જેવી રજોવૃષ્ટિ થવા લાગી, રોષ પામેલા શત્રની જે મહાભયંકર વાયુ વાવા લાગ્ય, અશિવકારી શિયાલણ જમણી તરફ રહી બોલવા લાગી, જાણે તેઓની હરિફાઈ કરતા હોય તેમ ઘુવડ પક્ષી આક્રેશ કરવા લાગ્યા, જાણે ઊંચે પ્રકારે કાળચક્રથી ક્રીડા કરતા હોય તેમ આકાશમાં મંડળોકારે થઈ ચામાચીડીઆ ઊડવા લાગ્યા. ઉનાળામાં જેમ નદીઓ નિર્જલ થઈ જાય તેમ સુંગધી મદવાળા હાથીએ મદ રાહત થઈ ગયા અને રાફડામાંથી ભંયકર સર્પો નીકળે તેમ ખારા કરતા ઘડાને મુખમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા. આવા ઉત્પાત શુકનને તેઓએ ગણ્યા નહીં; કારણ કે તેવા ઉપાતાદિને જાણનાર પુરુષોને ભવિતવ્યતા જ પ્રમાણ હોય છે. તેઓએ સ્નાન કરીને પ્રયાણચિત કૌતુકમંગળાદિ કર્યું અને પછી ચક્રવત્તીના સર્વ સૈન્ય સાથે તેઓ ત્યાંથી ચાલ્યા. મહારાજા સગરે સ્ત્રી-રતન સિવાય સર્વ રને પુત્રની સાથે મોકલ્યાં, કારણ કે પિતાને આત્મા છે તે જ પુત્ર છે. સર્વ પુત્ર ત્યાંથી ચાલ્યા, તેમાં કેટલાએક ઉત્તમ હાથી ઉપર બેઠા હતા, તેઓ દિક પાળની જેવા જણાતા હતા, કેટલાએક રેવંત અબ્ધ કરતાં પણ વધારે સુંદર ઘડાઓ ઉપર બેઠા હતા અને સૂર્યાદિક ગ્રહોની જેમ કેટલાએક રથમાં બેઠા હતા. સર્વએ મુગટ પહેર્યા હતા, તેથી તેઓ જાણે ઈદ્રા હોય તેવા જણાતા હતા, તેમની છાતી ઉપર હાર લટક્તા હતા, તેથી જાણે નદીના પ્રવાહવાળ પર્વતે હોય તેવા જણાતા હતા, જાણે પૃથ્વી ઉપર આયુધધારી દેવતાઓ આવ્યા હોય તેમ તેઓના હાથમાં વિવિધ જાતનાં હથિયાર હતા, વૃક્ષના ચિહ્નવાળા જાણે વ્યંતરે હોય તેમ તેઓના મસ્તર ઉપર છત્રે હતાં, વેલંધર દેવતાઓથી સમુદ્રની જેમ આત્મરક્ષક પુરુષેથી તેઓ વીંટાઈ રહેલા હતા, ઊંચા હાથ કરીને ચારણભાટ તેમની સ્તુતિ કરતા હતા, ઘડાની તીક્ષણ ખરીઓથી પૃથ્વીને બેદી નાખતા

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346