Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 311
________________ ૨૯૦ સગ ૪ થે તે મૃત્યુ પામે નહીં ત્યાં સુધીમાં તમે આવીને તેની રક્ષા કરે.” આવી રીતે તે વિચક્ષણ સ્ત્રી કહેતી હતી તેવામાં સહસ્ત્રનયન પણ આકાશમાગે ત્યાં આવ્યો અને તેણે ચક્રીને નમસ્કાર કર્યો. તે સન્માનપૂર્વક સગર ચક્રીને પિતાના નિવાસસ્થાનમાં લઈ ગયે, અને ત્યાં સ્ત્રી-રત્ન એવી પિતાના બહેન સુકશાનું દાન કરીને તેણે ચક્રીને સંતુષ્ટ કર્યા. પછી સહસ્ત્રલેશન અને ચક્રી વિમાનમાં બેસીને વૈતાઢય પર્વત ઉપર રહેલા ગગનવલ્લભ નગરે ગયા. ત્યાં તેના પિતાના રાજ્ય ઉપર સહસ્રનયનને બેસાડી સગર ચક્રીએ તેને વિદ્યાધરને અધિપતિ કર્યો. પછી સ્ત્રી-રત્નને લઈને ઇદ્રના જેવા પરાક્રમવાળા સગર ચક્રી સાકેતપુર ( પિતાની છાવણી )માં આવ્યા. ત્યાં વિનીતાનગરીને ઉદ્દેશીને અઠ્ઠમતપ કર્યું અને વિધિ પ્રમાણે પૌષધાગારમાં જઈને પૌષધ ગ્રહણ કર્યું. અઠ્ઠમને અંતે પૌષધાગારથી નીકળીને પરિજનેની સાથે રાજાએ પારણું કર્યું. ત્યારપછી રાજાએ વાસકસજજાર નાયકાની જેવી તે વિનિતાપુરીમાં પ્રવેશ કર્યો. તે સમયે ઠેકાણે ઠેકાણે નગરીમાં તોરણ બાંધેલાં હતાં, તેથી જાણે તે ભ્રકુટીવાળી હોય તેવી જણાતી હતી; દુકાનની શોભા માટે બાંધેલી અને પવનથી ઊડતી પતાકાઓથી જાણે તે નાચવાને ઊંચા હાથ કરતી હોય એમ જણાતી હતી; ધૂપધાણામાંથી ધૂમાડાની પંક્તિઓ ચાલતી હતી, તેથી જાણે તેણે પોતાના શરીર ઉપર પત્રવલ્લી કરેલી હોય તેવી જણાતી હતી; દરેક મંચની ઉપર રત્નની પત્રિકાઓ ગોઠવેલી હતી, તેથી જાણે નેત્રના વિસ્તારવાળી હોય તેવી જણાતી હતી; વિચિત્ર પ્રકારે કરેલી મંચ-રચનાઓથી જાણે ત્યાં ઊંચા પ્રકારની શય્યા તૈયાર કરી હોય તેવી જણાતી હતી અને વિમાનની ઘુઘરીઓના અવાજથી જાણે મંગળગાયન કરતી હોય એવી જણાતી હતી. અનુક્રમે નગરીમાં ચાલતા ચક્રી, ઈદ્ર જેમ પોતાના વિમાનમાં આવે તેમ ઊંચા તોરણવાળા, ઊંચી કરેલી પતાકાવાળા અને ચારણ-ભાટ જ્યાં માંગલિક ગીત ગાઈ રહ્યા છે એવા પિતાના ગૃહાંગણમાં આવ્યા. પછી નિરંતર પોતાની સાનિધ્ય કરનારા સોળ હજાર દેવતાઓને, બત્રીસ હજાર રાજાઓને, સેનાની, પરહિત, ગૃહપતિ અને વિદ્ધકી એ ચાર મહારત્નને, ત્રણસેં ને સાઠ રસેઈઆને, અઢાર શ્રેણિપ્રશ્રેણિને, દુર્ગપાળ, શ્રેષ્ઠી, સાર્થવાહ અને બીજા સર્વને મહારાજાએ પિતપોતાને સ્થાનકે જવા રજા આપી. પછી અંતઃપુરના પરિવાર સહિત અને સ્ત્રી-રતનયુક્ત, સત્પના ઉદાર મનની જેવા પોતાના વિશાળ અને ઉજવળ મંદિરમાં તેણે પ્રવેશ કર્યો. ત્યાં સ્નાનગૃહમાં સ્નાન કરી, દેવાલયમાં દેવાર્ચન કરી રાજાએ ભેજનગૃહમાં જઈ ભજન કર્યું અને પછી સામ્રાજ્યલક્ષમીરૂપી લતાને ફળ જેવા સંગીત, નાટક અને બીજા વિને દવડે ચક્રી ક્રીડા કરવા લાગ્યા. એક દિવસ દેવતાઓ આવી સગરરાજાને કહેવા લાગ્યા- હે રાજા ! તમે આ ભરતક્ષેત્રને વશ કર્યું, તેથી ઈકો જેમ અહંતને જન્માભિષેક કરે છે તેમ અમે તમને ચક્રવત્તીપણાને અભિષેક કરશું.” આ સાંભળી ચક્રવત્તી એ લીલાવડે જરા ભ્રકુટી નમાવીને તેમને આજ્ઞા આપી. મહાત્માઓ સ્નેહીજનના સ્નેહનું ખંડન કરતા નથી. પછી અભિયોગિક દેવતાઓએ નગરીની ઇશાનખૂણમાં અભિષેકને માટે એક રત્નમડિત મંડપ બનાવે; અને સમુદ્ર, તીર્થ, નદી તથા દ્રહોમાંથી પવિત્ર જળ તથા પર્વતેમાંથી દિવ્ય ઔષધિઓ લાવ્યા. બધી તૈયારી થઈ ગઈ એટલે અંતઃપુર તથા સ્ત્રી-રત્ન સહિત ચક્રવર્તી રત્નાચળની ગુફા જેવા તે રત્નમંડપમાં દાખલ થયા. ત્યાં તેમણે સિંહાસન ૧ અયોધ્યા, વિનીતા ને સાકેતપુર એ ત્રણે પર્યાયવાચક નામ છે. ૨. જ્યારે પતિને આવવાનો સમય હોય તે વખતે શુંગારાદિકથી તૌયાર થઈ રહેલ સ્ત્રી

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346