Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 308
________________ પર્વ ૨ જુ ૨૮૭ એકદા ગ્રીષ્મઋતુના સૂર્યબિંબની જેમ આયુધશાળામાંથી ચક્ર ઉત્તર-પૂર્વના મધ્ય માર્ગે નીકળ્યું. ચક્રને અનુસરી મહારાજા શુદ્રહિમાચળના દક્ષિણ નિતંબ સમીપે આવ્યા અને ત્યાં પડાવ નાંખ્યા. પછી ક્ષુદ્રહિમાલયકુમાર નામના દેવને ધારીને અઠ્ઠમતપ કર્યું અને પૌષધશાળામાં પૌષધવ્રત ગ્રહણ કરીને બેઠા. ત્રણ દિવસના પૌષધને અંતે રથમાં બેસી હિમાલય પર્વત સમીપે ગયા અને હાથી જેમ દંતથી પ્રહાર કરે તેમ ત્રણ વાર રથના અગ્રભાગથી પર્વતને પ્રહાર કર્યો. પછી રથના ઘોડાને નિયમમાં રાખી ધનુષ ઉપર પણછ ચડાવીને પિતાના નામથી અંકિત બાણ તેમણે છોડયું. તે બાણ એક ગાઉની જેમ ક્ષણમાં બેતર યોજન સુધી જઈ ક્ષુદ્રહિમાલય દેવની આગળ પૃથ્વી ઉપર પડ્યું. બાણને પડતું જોઈ ક્ષણવાર તે કોપ પામ્યા, પણ બાણની ઉપરના નામાક્ષર વાંચવાથી તત્કાળ પાછો શાંત થઈ ગયો. પછી ગે શીર્ષચંદન, સર્વ પ્રકારની ઔષધિઓ, પદ્મદ્રહનું જળ, દેવદૂષ્ય વસ્ત્રો, બાણ, રત્નના અલંકાર અને કલ્પવૃક્ષનાં પુષ્પોની માળા વિગેરે પદાર્થો તેણે આકાશમાં રહીને સગરચક્રીને ભેટ કર્યા, સેવા કરવી કબૂલ કરી અને “ચક્રવત્તી જય પામો' એમ કહ્યું. તેને વિદાય કરી ચક્રી પિતાના રથને પાછો વાળી ત્યાંથી ઋષભકૂટ પર્વતે ગયા. ત્યાં પણ તે પર્વતને ત્રણ વાર રથગ્રવડે તાડન કર્યું અને અધોને નિયમમાં રાખીને તે પર્વતના પૂર્વ ભાગ ઉપર “આ અવસર્પિણીમાં બીજે ચક્રી હું સગર નામે થયે છું” એવા કાકિણીરત્નથી અક્ષરો લખ્યા. ત્યાંથી રથ પાછો વાળી પિતાની છાવણીમાં આવીને તેમણે અઠ્ઠમતપનું પારણું કર્યું અને જેમની દિગ્વિજયની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે એવા સગરરાજાએ મેટી ઋદ્ધિથી હિમાચળકુમારને અછાનિક ઉત્સવ કર્યો. ત્યાંથી ચક્રરત્નને અનુસરતા ચક્રવત્તી ઉત્તર-પૂર્વને રસ્તે ચાલતા સુખે સુખે ગંગાદેવીના ભુવનની સન્મુખ આવ્યા. ત્યાં ગંગાના સ્થાનની નજીક છાવણી કરી અને ગંગાદેવીને ઉદ્દેશીને અઠ્ઠમભક્ત તપ કર્યું . ગંગાદેવી પણ સિંધુદેવીની જેમ અઠ્ઠમ અંતે આસનકપથી ચક્રવતીને આવ્યા જાણી અંતરિક્ષમાં આવીને ઊભી રહી. તેણે મહારાજાને એક હજાર ને આઠ રનના કુંભે, સુવર્ણ માણિક્યરૂપ દ્રવ્ય અને રત્નનાં બે સિંહાસને ભેટ કર્યા. સગરરાજાએ ગંગાદેવીને વિદાય કરી અઠ્ઠમ તપનું પારણું કર્યું અને પ્રસન્ન મને એની પ્રીતિને અર્થે અષ્ટાનિક ઉત્સવ કર્યો. ત્યાથી ચક્રે બતાવેલે માર્ગે દક્ષિણ દિશા ભણી ખંડપ્રપાતા ગુફાની સામે ચાલ્યા. ત્યાં ખંડપ્રપાતા પાસે છાવણી નાખી અને નાટયમાળદેવને ધારીને અઠ્ઠમતપ કર્યું. અઠ્ઠમતપને અંતે નાટયમાળદેવ પોતાના આસનકંપથી ચક્રવત્તીને આવ્યા જાણીને ગ્રામપતિની જેમ ભેટ લઈ તેમની પાસે આવ્યો. તેણે નાના પ્રકારનાં અલંકારો ચક્રવત્તીને આપ્યાં, મંડળેશ રાજાની જેમ નગ્ન થઈને તેમની સેવા અંગીકાર કરી. તેને વિદાય કર્યા પછી અઠ્ઠમ તપનું પારણું કરીને સગરરાજાએ હર્ષથી અષ્ટાદ્દિનકા ઉત્સવ કર્યો. પછી ચક્રીની આજ્ઞાથી સેનાપતિ અદ્ધસેના લઈ દૂર જઈને સિંધુનિકૂટની જેમ ગંગાને પૂર્વ નિષ્કટ સાધી આવ્યા. પછી સગર રાજાએ વૈતાઢય પર્વતની અને શ્રેણીના વિદ્યાધરને પર્વતને રાજાઓની જેમ વેગથી જીતી લીધા. તેઓએ ચક્રીને રત્નોનાં અલંકાર, વસ્ત્રો, હાથી અને ઘેડાએ આપ્યાં અને તેમની સેવા કરવી સ્વીકારી. મહારાજા સગરે વિદ્યાધરોને સત્કાર કરી વિદાય કર્યા. મોટા લોકો વાણીથી જ પોતાની સેવાને સ્વીકાર સાંભળી સંતુષ્ટ થાય છે. ચક્રીને આદેશથી સેનાપતિએ તમિસાગુફાની જેમ અઠ્ઠમતપ વિગેરે કરી ખંડપ્રપાતા ગુફા ઊઘાડી. પછી સગરરાજાએ હાથી ઉપર બેસી મેરુપર્વતના શિખર પર સૂર્ય રહે તેમ હાથીના દક્ષિણ કુંભસ્થળ ઉપર મણિ મૂકીને તે ગુફામાં પ્રવેશ કર્યો. પ્રથમની

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346