________________
પર્વ ૨ જી
૨૮૫
તે નદીઓ તરી ગયા. અનુક્રમે તમિસ્રાના ઉત્તર દ્વાર પાસે આવ્યા, એટલે તેના કમાડ કમળના કાશની જેમ પેાતાની મેળે ઉઘડી ગયાં. પછી હાથી ઉપર બેઠેલા સગર ચક્રવત્તી સૂર્ય જેમ વાદળમાંથી નીકળે તેમ પિરવાર સહિત ગુફામાંથી બહાર નીકળ્યા.
ત્યાં દુ:ખકારક છે પતન જેમનુ એવા અને પેાતાના ભુજમદથી ઉદ્ધૃત એવા આપાત જાતિના ભીલ્લ લેાકેાએ સાગરની જેમ આવતા તે ચક્રવત્તીને જોયા. ચક્રી પેાતાનાં અસ્ત્રોના પ્રકાશથી ચંદ્ર-સૂર્યને પણ તિરસ્કારનુ કારણ થતા હતા, પૃથ્વીની રજથી ખેચરની સ્ત્રીઓની દૃષ્ટિને વિશેષ નિમેષ આપતા હતા, પેાતાના સન્યભારથી પૃથ્વીને કંપાવતા હતા અને તેના તુમુલ શબ્દોથી સ્વર્ગ અને પૃથ્વીને બહેરાશ ઉત્પન્ન કરતા હતા. તે સમયે અવસર વિના જાણે કાંડપટમાંથી નીકળ્યા હોય, આકાશમાંથી જાણે નીચે આવતા હાય અથવા પાતાળમાંથી જાણે ઉઠયા હેાય તેવા તે જણાતા હતા, અગણિત સૈન્યથી તે ગહન જણાતા અને આગળ ચાલતા ચક્રથી તે ભયંકર લાગતા હતા. આવા ચક્રવત્તી ને આવતા જોઈ તેઓ તત્કાળ ક્રોધ અને ઉપહાસ્યથી માંહેામાંડે એાલવા લાગ્યા- હે સવે બલવત પુરુષો ! તમે બેલેા કે અપ્રાથિ ત(મૃત્યુ)ની પ્રાર્થના કરનાર, લક્ષ્મી, લજજા બુદ્ધિ, કીર્ત્તિથી વર્જિત, લક્ષણ રહિત, પોતાના આત્માને વીર માનનાર અને માનથી અધ થયેલેા આ કોણ આવ્યું છે ? અરે ! કેવી ખેદકારક વાત છે કે આ ઉટીએ કેસરીસિ’હના અધિષ્ઠિત સ્થાનમાં પેસે છે !” એમ કહીને મહાપરાક્રમી તે મ્લેચ્છ રાજાએ અસુરે જેમ ઈંદ્રને ઉપદ્રવ કરે તેમ ચક્રવત્તીના આગળ રહેલા સૈન્યને ઉપદ્રવ કરવા લાગ્યા. ક્ષણવારમાં તે આગળ રહેલ સૈન્યમાંથી હસ્તિ ભાગી ગયા, ઘેાડા નાસી ગયા અને રથાની ધરીએ ભાંગી ગઈ; અર્થાત્ બધું અગ્રસૈન્ય પરાવર્ત્તનભાવને પામી ગયું. ભીલ્લ લેાકાએ નષ્ટ કરેલું પેાતાનું સૈન્ય જોઈને ચક્રવત્તીના સેનાપતિ ક્રાધાચમાન થઈને સૂર્યની જેમ અશ્વરત્ન ઉપર આરૂઢ થયા અને મહાપરાક્રમી તે સેનાપતિ નવા ઊગેલા ધૂમકેતુની જેવા ખડ્ગરત્નનું આકષ ણુ કરીને પવનની પેઠે દરેક મ્લેચ્છની સામે દોડવા વાગ્યા. હસ્તિ વૃક્ષના પરાભવ કરે તેમ કેટલાએકને તેણે ઉન્મૂલન કર્યા, કેટલાએકને ચૂ કરી નાખ્યા અને કેટલાએક મ્લેચ્છાને પાડી નાખ્યા.
સેનાપતિએ ભગાડેલા કરાતા નિર્મળ થઇને પવને ઉડાડેલા રૂની જેમ ઘણા ચાજન સુધી નાસી ગયા. તેએ દૂર જઇને સિંધુનદીના કિનારા ઉપર એકઠા થઈ, રેતીના સથારો કરી નગ્ન થઈને બેઠા. તેઓએ અત્યંત અમ`થી પેાતાના કુલદેવતા મેઘકુમાર અને નાગકુમાર દેવાને ઉદ્દેશીને અર્રમભક્ત કર્યા. અર્જુમને અતે તે દેવતાઓનાં આસના પ્યા અને નજરે જુએ તેમ અવિધજ્ઞાનવડે તેમણે કરાત લેાકેાને તે સ્થિતિમાં રહેલા જોયા. કૃપાથી પિતાની જેમ તેમની પીડાવડે થઈ છે પીડા જેમને એવા તે મેઘકુમાશ તેમની સમીપે આવીને અંતરિક્ષમાં રહી કહેવા લાગ્યા— હે વત્સ ! તમે કયા હેતુથી આવી રીતે રહ્યા છે! તે તત્કાળ કહેા કે જેથી અમે તેના પ્રતિકાર કરીએ.’ કિરાતા કહેવા લાગ્યા“ દુઃખે પ્રવેશ કરી શકાય એવા આ અમારા દેશમાં સમુદ્રમાં વડવાના પેસે તેમ કાઇએ પ્રવેશ કરેલા છે. તેનાથી પરાભવ પામેલા અમે તમારે શરણે આવ્યા છીએ, તેથી તમે એમ કરા કે જેથી તે પાછા જતા રહે અને ફરીથી અહી આવે નહી.” દેવતાઓ કહેવા લાગ્યા− જેમ પતંગી અગ્નિને ન એળખે તેમ તમે એનાથી અજાણ્યા છે. આ સગર નામે ચક્રવર્તી મહાપરાક્રમી છે અને સુર તથા અસુરાથી ન જીતી શકાય તેવા છે. તેનું ઇંદ્રના જેવુ' પરાક્રમ છે. તે ચક્રવતી શસ્ત્ર,