________________
૨૮૪
સ ૪ થા
હાથી છૂટે તેમ મહાબળવાન તે સેનાપતિ સિંધુના પ્રવાહને ઉતરીને સેના સાથે ચારે બાજુ પ્રસર્યા. સિંહલ જાતિના, ખખ્ખર જાતિના, ટંકણુ જાતિના અને બીજા પણ મ્લેચ્છાનું તેમજ ચવનદ્વીપનુ તેણે આક્રમણ કર્યું.. કાલમુખ, જોનક અને બૈતાઢય પર્વતના મૂળમાં નાના પ્રકારની મ્લેચ્છ જાતિઓને તેણે સ્વચ્છંદ રીતે દંડ લીધા. સર્વ દેશેામાં શ્રેષ્ઠ એવા કચ્છદેશને મોટા વૃષભની જેમ લીલાથી એ પરાક્રમી સેનાનીએ ઉપદ્રવયુક્ત કર્યા. ત્યાંથી પાછા વળી સવ મ્લેચ્છોને જીતી, ત્યાંના સપાટ મેદાનમાં જળક્રીડા કરીને નીકળેલા હસ્તિની જેમ તેણે પડાવ કર્યા. મ્લેચ્છ લેાકેા સ`બધી મ'ડબ, નગર અને ગામડાંઓના અધિપતિએ જાણે પાસલાથી આકર્ષાયા હોય તેમ સર્વે તત્કાળ ત્યાં આવ્યા. જાતજાતના આભૂષણા, રત્ન, વસ્ત્ર, રૂપ, સાનુ, ઘેાડા, હાથી, રથ અને બીજી પણ જે જે શ્રેષ્ઠ વસ્તુઓ પેાતાની પાસે હતી તે સવે જાણે થાપણ મૂકેલી પાછી આપે તેમ તેઓએ સેનાનીને અણુ કરી અને અજલી જોડીને તેએએ કહ્યું કે--“અમે સેવકની જેમ તમને કર આપનારા તથા વશ રહેનારા થઈને રહેશું. ' તેમની ભેટ સ્વીકારીને સેનાપતિએ તેને વિદાય કર્યા અને પછી પૂર્વાંની જેમ ચ રત્નથી સિંધુ ઉતર્યાં. ચક્રવત્તી પાસે આવીને તે સ ચક્રવત્તી ને આપ્યું. શક્તિવંતને પોતાની શક્તિવડે જ સ`પ્રકારની લક્ષ્મી દાસીની પેઠે સ્વયમેવ પ્રાપ્ત થાય છે. નદીએ જેમ સમુદ્રને મળવા આવે તેમ દૂર દૂરથી આવીને અનેક રાજાઓ જેમની સેવા કરે છે એવા ચક્રવતી ત્યાં ઘણા દિવસ છાવણી નાખીને રહ્યા.
એકદા તમિસ્રા ગુફાના દક્ષિણ દ્વારનાં કમાડ ઉઘાડવાને માટે તેમણે ઇડરનરૂપ કુંચિકાને ધારણ કરનાર સેનાપતિને આજ્ઞા કરી. તેણે મિસ્રા ગુફા પાસે જઈ તેના અધિષ્ઠાયક કૃતમાળદેવને ધારી અર્રમ તપ કર્યું, કારણ કે દેવતાઓ તપથી ગ્રાહ્ય થાય છે. અર્રમતપને છેડે સ્નાનવિલેપન કરી, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી, ધૂપધાણાને હાથમાં લઇને દેવતાની સામે જાય તેમ તે ગુફા સમીપે ગયા. ગુફાને દેખતાં જ સેનાપતિએ પ્રણામ કર્યા અને દ્વારપાળની જેમ તેના દ્વાર સામે હાથમાં ઈડરન રાખીને ઊભા રહ્યા. ત્યાં અાહ્નિકાત્સવ કરી, અષ્ટ મગળિક આલેખી સેનાપતિએ દડરત્નથી તેના કમાડ ઉપર તાડન કર્યું; એટલે સડસડાટ શબ્દ કરતાં તે કમાડ સુકાયેલા શખાના સંપુટની પેઠે ઊઘડી ગયાં. સડસડાટ શબ્દના ઘાષથી કમાડનુ' ઉઘડવું' ચક્રવતી એ જાણ્યું હતું, તેા પણ સેનાપતિએ પુનરુક્તિની પેઠે તે હકીકત નિવેદન કરી. પછી ચતુર`ગ સેના સહિત ચક્રવતી હસ્તિરત્ન ઉપર આરૂઢ થઇને જાણે એક દિક્પાળ હોય તેમ ત્યાં આવ્યા. હસ્તિરત્નના જમણા કુંભસ્થળ ઉપર દીવી ઉપર દ્વીપકની જેમ પ્રકાશમાન મણિરત્ન મૂકયું. પછી અસ્ખલિત ગતિવાળા કેસરીસિ’હતી જેમ ચક્રવત્તી એ ચક્રની પછવાડે પચાસ યેાજન લંબાઈવાળી તમિસ્રા ગુફામાં પ્રવેશ કર્યા, અને તે ગુફાની બંને બાજુની ભી'તા ઉપર ગામૂત્રિકાને આકારે પાંચ સે ધનુષ વિસ્તારવાળા અને અંધકારના નાશ કરવાને સમર્થ એવાં એક એક યાજનને આંતરે આગણપચાસ મંડળ કાકિણીરત્નથી કર્યાં. (તે ઊઘાડેલું ગુફાનું દ્વ!ર અને તેમાં કરેલા કાકિણીરત્નનાં મંડળો જ્યાંસુધી ચક્રવત્તી જીવે અથવા દીક્ષા લે ત્યાં સુધી રહે છે. ) માનુષેત્તર પ તની ફરતી રહેલી ચંદ્રસૂની શ્રેણીને અનુસરતા તે મ`ડળા હોવાથી તેનાથી બધી ગુફામાં પ્રકાશ થઈ રહ્યો. પછી ચક્રવત્તી તે ગુફાની પૂર્વ ક્રિશાની ભીતમાંથી નીકળીને પશ્ચિમ ભીંતના મધ્યમાં જતી ઉન્મના, નિમગ્ના નામની એ સમુદ્રગામી નદીએ આગળ આવ્યા. ઉત્ત્પન્ના નદીમાં નાખેલી માટી શિલા પણ તરે છે અને નિમન્ના નદીમાં નાખેલી તુ બડી પણ ડૂબી જાય છે. ત્યાં વકીરત્ને તત્કાળ બાંધેલી પાગવડે ચક્રવત્તી સ^ સૈન્યની સાથે ઘરના એક જલપ્રવાહની જેમ