________________
સર્ગ ૪ થે
૨૮૨
નસાડતા, સૂર્ય જેમ ઘુવડને અંધ કરે તેમ આંધ્રદેશના રાજાઓને અંધ કરતા, ત્રણ જાતનાં ચિહ્નાથી (વાત, પિત્ત અને કફનાં વિકાર ચિહ્નાથી) પ્રાણીની જેમ કલિંગદેશના રાજાઓનાં રાજ્યચિહ્નો છોડાવતા, દર્ભના સંસ્તારમાં રહ્યા હોય તેમ વિદર્ભ દેશના રાજાઓને નિસત્ત્વ કરતા, કાપડીઓ જેમ સ્વદેશને ત્યાગ કરે તેમ મહારાષ્ટ્ર દેશના રાજાઓને રાષ્ટ્ર(દેશ)નો ત્યાગ કરાવતા, બાણોથી અંક કાઢેલા ઘોડાઓની જેમ કાંકણ દેશના રાજાઓને બાથી અંકિત કરતા. તાપસની જેમ લાટ દેશના રાજાઓને લલાટ ઉપર અંજલિ રાખનારા કરતા, મોટા કાચબાઓની જેમ કચ્છ દેશના સમગ્ર રાજાઓને ચેતરફથી સંકેચ કરાવતા અને ક્રૂર એવા સેરઠ દેશના રાજાઓને દેશની પેઠે પિતાને વશ કરતા મહારાજા ચક્રવર્તી અનુક્રમે પશ્ચિમ સમુદ્રના કિનારા ઉપર આવ્યા. ત્યાં છાવણી નાંખી પ્રભાસતીર્થના અધિષ્ઠાયક દેવને હૃદયમાં ધોરણ કરી, અઠ્ઠમતપ આદરી પૌષધશાળામાં તેમણે પૌષધ ગ્રહણ કર્યો. અમને અંતે સૂર્યની જેમ મોટા રથ ઉપર બેસી ચક્રવતીએ રથની નાભિ સુધી સમુદ્રજળમાં પ્રવેશ કર્યો. પછી બાણના પ્રયાણના કલ્યાણકારી જયવાજિંત્રના શબ્દની જે ધનુષ ઉપર પણછ ચડાવીને ટંકાર શબ્દ કર્યો અને પ્રભાસતીર્થના દેવના નિવાસની સામું સંદેશહારી (સંદેશ લઈ જનાર) દ્વતની જેવું પિતાના નામથી અંકિત બાણ મૂકયું. ગરુડ જેમ ઝાડ ઉપર પડે તેમ તે બાણ બાર યોજન દુર રહેલી પ્રભાસદેવની સભામાં આવીને પડયું. બુદ્ધિવંતમાં શ્રેષ્ઠ એવા તે દેવે બાણને જોઈ તેમાં સગરચક્રીના નામના વણે વાંચ્યા કે તરત જ ભેટ ગ્રહણ કરી તે બાણને સાથે રાખી અતિથિ થયેલા ગુરુની સામે જાય તેમ પ્રભાસપતિ ચક્રવર્તીની સામે ગયે અને આકાશમાં રહીને મુગટ, મણિ, પદક, કડા, કટિસૂત્ર, બાજુબંધ અને તે બાણ ચક્રવતીને અર્પણ કર્યા. પછી નગ્ન થઈ વિનીતાપતિને કહ્યું- હે ચક્રવત્ત ! આજથી મારા સ્થાનમાં હું આપને આજ્ઞાકારી થઈને રહીશ.” પછી ચક્રવતીએ ભેટ ગ્રહણ કરી, આદરથી બોલાવી, પ્રભાસપતિને એક ભૂત્યની જેમ વિદાય કર્યો. ત્યાંથી પિતાની છાવણીમાં પાછા આવી, નાને તથા જિનાર્ચન કરી પરિવાર સાથે અષ્ટમભક્તનું પારણું કર્યું અને પ્રસન્ન થયેલા ચક્રીએ વરદામપતિની જેમ પ્રભાસપતિને પણ અષ્ટાહૂિનકેત્સવ કર્યો.
ત્યાંથી ચક્રની પછવાડે પાછી વળતી નદીની જેમ પિતાની સેના સાથે સિંધુના દક્ષિણ તટથી પૂર્વાભિમુખ ચાલ્યા. માર્ગમાં સિંધુદેવીના મંદિરની નજદિક આકાશમાં તરતના ઉતરેલા ગંધર્વનગરની જેવી પિતાની છાવણી નાંખી અને સિંધુદેવીને મનમાં ધારીને અષ્ટમતપ કર્યો, તેથી સિંધુ દેવીનું રત્નાસન કંપાયમાન થયું. અવધિજ્ઞાનથી ચક્રી આવ્યા એમ દેવીએ જાણ્યું કે તરત જ ભક્તિપરાયણ તે દેવી હાથમાં ભેટ લઈ સામે આવી અને આકાશમાં રહીને ભંડારની જેવા એક હજાર ને આઠ રત્નના કુંભ, મણિરત્નથી વિચિત્ર બે સેનાનાં ભદ્રાસન, બાજુબંધ અને કડાં વિગેરે રત્નના અલંકાર તથા દેવદૂષ્ય વસ્ત્રો ચક્રવર્તીને અર્પણ કર્યા. પ્રાંતે તેણે કહ્યું- હે નરદેવ ! તમારા દેશમાં રહેનારી હું તમારી દાસીની જેમ વર્તીશ, મને આજ્ઞા કરે.” અમૃતના ગંડૂષની જેવી વાણીથી તેને સત્કાર કરી વિદાય કરીને ચક્રવર્તીએ અઠ્ઠમતપનું પારણું કર્યું અને પછી પૂર્વની જેમ સિંધુદેવીને અછાણ્ડિનકા ઉત્સવ કર્યો, કારણ કે મોટી ફદ્ધિવાળા મહાત્માઓને પગલે પગલે ઉસે હેય છે,
પિતાની બંધનશાળામાંથી જેમ હસ્તિ નીકળે તેમ લક્ષ્મીના ધામરૂપ આયુધશાળામાંથી નીકળીને ચક્ર ત્યાંથી ઉત્તરપૂર્વના મધ્યમાં ચાલ્યું. તેની પછવાડે જતાં ચક્રવત્તી