________________
૮૦
સગ ૪ થા
જેવા મ`ડપેાથી, જાણે એક બીજાએ કરી હોય તેવી સરખી આકૃતિવાળી દુકાનોથી અને શૃંગાટક વિગેરેની રચનાથી રાજમાર્ગની સ્થિતિને બતાવતા તે કરૂંધાવાર શેાભતા હતા. નવ યાજન તેના વિસ્તાર હતા અને ખાર યોજન તેની લંબાઇ હતી. ત્યાં પૌષધશાળામાં રાજાએ માગધતી કુમારદેવનુ ં મનમાં ધ્યાન કરીને અઠ્ઠમતપ કર્યું, અને ત્રણ દિવસ પર્યંત સવ નેપથ્ય છેાડી, દર્ભના સ`સ્તારાના આશ્રય કરી, શસ્ત્ર રહિત અને બ્રહ્મચારી થઇ જાગ્રતપણે રહ્યા. અર્હુમતપ પૂર્ણ થયુ. એટલે રાજાએ પૌષધગૃહથી નીકળી પવિત્ર જળથી સ્નાન કર્યું. પછી પાંડુવણી ધ્વજાએ ઢ‘કાયેલા, નાના પ્રકારના હથિયારોથી ભરેલા હાવાથી ફીણ અને જલજ'તુવાળા સમુદ્રની જેવા જણાતા, ચારે બાજુ લટકતી ચાર દ્વિચ ઘટાઓથી ચાર ચંદ્રસૂર્યાથી જેમ મેરુ શોભે તેમ શેાલતા અને ઉચ્ચૌઃશ્રવાર અશ્વની જેવા ઉદ્ધત ગ્રીવાવાળા ઘેાડાઓ જેને જોડેલા છે એવા જે મહારથ તે ઉપર આરૂઢ થયા. હાથી, ઘેાડા, રથ અને પાયદલરૂપ ચતુર`ગ સેનાથી ચાર પ્રકારની નીતિવડે જેમ શેલે તેમ શોભતા, માથા ઉપર એક છત્ર અને પડખે બે ચામરી મળી ત્રણ વાનાથી જાણે ત્રણ જંગમાં વ્યાપતા યશરૂપ વઠ્ઠીઓના ત્રણ અધુરો હોય તેમ વિરાજતા એ રાજા હાથમાં ધનુષ ધારણ કરીને સમુદ્રમાં રથના પૈડાની નાભિ જેટલા ઊંડા જળમાં રથ સહિત પેઠા. પછી જયલક્ષ્મીરૂપ નાટિકાની નાંઢીરૂપ ધનુષની પણછ તેણે હાથવતી બજાવી, અને ભંડારમાંથી રત્ન ગ્રહણ કરે તેમ ભાથામાંથી એક ખાણ ખેંચ્યું. પછી ધાતકીખંડના મધ્યમાં રહેલા ઈષ્વાકાર પર્વતની જેવા તે ખાણુને ધનુષ સાથે જોડયુ. પોતાના નામથી અકિત થયેલા અને કર્ણના આભૂષણપણાને પામેલા એ સુવર્ણના તીક્ષ્ણ ખાણને રાજાએ ક સુધી ખેંચ્યું, અને આકાશમાં ગરૂડની જેમ પાંખાથી સુસવાટ કરતું તે બાણુ માગધતીના અધિપતિ તરફ છેડયુ. નિમેષમાત્રમાં ખાર ચાજન સમુદ્ર એળંગીને તે ખાણુ માગધતી કુમારદેવની સભામાં જઇને પડયું. અકાળે વિદ્યુત્પાતની જેમ પડેલા તે ખાણને જોઈને તત્કાળ ભ્રકુટીના ભંગવડે ભયંકર એ દેવ કોપાયમાન થયા. પછી જરા વિચાર કરી પાતે ઉઠી તે બાણુ હાથમાં લીધું એટલે તેમાં સગરચક્રીના નામાક્ષર જોવામાં આવ્યા. હાથમાં બાણ રાખી ફરીથી પોતાના સિંહાસન ઉપર બેઠા અને ગભીર ગિરાથી પોતાની સભામાં આ પ્રમાણે એલ્યા—“ જ બુદ્વીપના ભરતક્ષેત્રમાં સગર નામે હાલ બીજા ચક્રવત્તી થયેલ છે. થઈ ગયેલા, થવાના અને વર્તતા એવા માગધપતિઓએ ચક્રવત્તી એને ભેટ કરવી તે તેમનુ અવશ્ય કૃત્ય છે.’” આવી રીતે કહીને ભેટ વડે ભૃત્યની જેમ આચરણ કરતા એ માગધપતિ વિનય સહિત સગરચક્રીની સામે આવ્યા. તેણે આકાશમાં રહીને ચક્રીએ મૂકેલુ ખાણુ તથા હાર, ખાજુબંધ, કર્ણાભરણ, કટકાદિક આભૂષણા, નેપથ્ય અને દેવ વસ્ત્રો રાજાને અર્પણ કર્યાં. વાતિ કે જેમ રસેદ્રને આપે તેમ માગધતીનું જળ તેણે રાજાને અ`ણ કર્યું'. પછી પદ્મકાશ જેવી અંજિલ જોડીને તેણે ચક્રત્તી ને કહ્યું- આ ભરતક્ષેત્રમાં પૂર્વ દિશાના પ્રાંતભાગમાં એક સામતની જેમ હું તમારા આદેશકારક થઈને રહેલા છું.' ચક્રીએ તેને ભૃત્યપણે કબૂલ રાખીને પેાતાનાદુગ પાલની જેમ સત્કારપૂર્વક વિદાય કર્યા. પછી ઉડ્ડય પામતા સૂની જેમ પેાતાના તેજથી દિશાઓને પૂરી દેતા સગરચક્રી સમુદ્રમાંથી રથ સાથે નીકળ્યા. ત્યાંથી પેાતાની છાવણીમાં આવીને રાજાઓમાં ગજેદ્ર સમાન તે મહારાજાએ સ્નાન અને દેવા નપૂવ ક પરિવાર સહિત પારણુ કર્યું. અને ત્યાં માગધતી ના અધિપતિના અષ્ટાનિકા ઉત્સવ કર્યા; કારણ કે સેવકોનું માહાત્મ્ય સ્વામી જ વધારે છે, ૧ ચક્રીપણાને વેશ ૨ ઈંદ્રા અશ્વ ૩ સામ, દામ, ભેદ તે દંડ,