Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 302
________________ પર્વ ૨ જું ૨૮૧ ત્યારપછી સર્વ દિગવિજયની લમીઓને અર્પણ કરવામાં જામીન સમાન ચક્રરત્ન દક્ષિણ દિશા તરફ ચાલ્યું. પિતાના સૈન્યથી પર્વત સહિત પૃથ્વીને ચલાયમાન કરતા ચક્રવરી દક્ષિણ અને પશ્ચિમદિશાના મધ્યમાગે ચક્રની પછવાડે ચાલ્યા. સર્વ દિગ્વિજય કરવામાં દઢ પ્રતિજ્ઞાવાળા સગરરાજા માર્ગમાં કેટલાએક રાજાઓને વૃક્ષોને જેમ પવન ઉખેડી નાખે તેમ રાજ્યથી ઉઠાડી મૂકતા હતા, કેટલાએકને શાળીના છોડની જેમ પાછા રાજ્ય ઉપર બેસાડતા હતા, જાણે ઊંચા કીર્તિસ્તંભ હોય તેવા કોઈને રાજ્ય ઉપર નવા બેસાડતા હતા, તસજાતનાં વૃક્ષોને નદીનું પૂર નમાવી દે તેમ કેઈને નમાવીને છોડી મૂકતા હતા, કેટલાએકની આંગળીઓને છેદતા હતા, કેઈની પાસેથી રત્નોનો દંડ ગ્રહણ કરતા હતા, કોઈની પાસેથી હાથી, ઘોડા છેડાવતા હતા અને કોઈને છત્રો મૂકાવતા હતા-એમ કરતાં કરતાં અનુક્રમે તે દક્ષિણ સમુદ્રને કિનારે આવી પહોંચ્યા. ત્યાં હાથીના અંધ ઉપરથી ઉતરી ક્ષણવારમાં થયેલી છાવણીની અંદર ઈવા જેમ વિમાનમાં વાસ કરે તેમ ચક્રવત્તીએ એક વાસગૃહમાં નિવાસ કર્યો, અને પૌષધશાળમાં જઈ અઠ્ઠમતપ કરી વરદામ નામના ત્યાંના અધિષ્ઠાયક દેવનું ધ્યાન કરી પષધ ધારણ કરીને રહ્યા. અષ્ટમભક્તની પ્રાંતે પૌષધવિત પારીને સૂર્યમંડલમાંથી લાવેલા હોય તેવા રથમાં બેઠા. જેમ રવૈયે છાશ ઝેરવાની ગોળીમાં પ્રવેશ કરે તેમ રથવડે તેમણે રથની નાભિ સુધી સમુદ્રજલનું અવગાહન કર્યું. પછી ધનુષ્ય ઉપર પણછ ચડાવીને ત્રાસથી વિહળ થયેલા અને કર્ણ નમાવીને રહેલા જલચરે એ ભયભ્રાંતપણે સાંભળે એવે ટંકાર કર્યો અને વાદી જેમ રાફડામાંથી સર્પને પકડે તેમ ભયંકરમાં પણ ભયંકર એવું એક બાણ ભાથામાંથી ગ્રહણ કર્યું. તે બાણને ધનુષ ચડાવી કાંઈ વિજ્ઞપ્તિ કરવાને આવેલા સેવકની જેમ પિતાના કાન પાસે લાવીને ઈદ્ર જેમ પર્વત ઉપર વજ નાંખે તેમ વરદામપતિના સ્થાન તરફ નાખ્યું. પિતાની સભામાં બેઠેલા વરદામકુમાર દેવની આગળ અકાળે મુદગરના આઘાત જેવું તે બાણ આવીને પડયું. “આ અકાળે કાળે કેનું પાનીયું ઉખેળ્યું ?” એમ બોલતા વરદામપતિએ ઉઠીને તે બાણુ ગ્રહણ કર્યું, પણ તેની ઉપર સગરરાજાના નામાક્ષરે જેઈને સર્પ જેમ નાગદમની ઔષધિને જોઈ શાંત થઈ જાય તેમ તે શાંત થઈ ગયો અને તેણે પોતાની સભામાં આ પ્રમાણે કહ્યું – “જબૂદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર સગર નામે બીજા ચક્રવત્તી ઉત્પન્ન થયા છે. વિચિત્ર વસ્ત્રોથી અને મહામૂલ્યવાળાં રત્નાલંકારથી ઘેર આવેલા દેવની જેમ એ ચક્રવત્તી મારે પૂજવા ગ્ય છે.” એવી રીતે કહી, ભેટ લઈને તત્કાળ તે રથમાં રહેલા ચક્રવર્તીની પાસે આવી અંતરીક્ષમાં ઊભે રહ્યો. મુગટરન, મેતીની માળાઓ, બાજુબંધ અને કડાં વિગેરે ભંડારીની પેઠે તેણે અર્પણ કર્યા અને તે બાણ પાછું આપ્યું. પછી કહ્યું કે “આજથી ઈતની જેવા મારા દેશમાં પણ હું તમારે આજ્ઞાકારી થઈને વરદામતીર્થના અધિપતિપણે રહીશ.” કૃતજ્ઞ એવા રાકવતીએ તેની ભેટ લઈ, તેનું વચન સ્વીકારી, તેને સત્કાર કરીને વિદાય કર્યો. પછી જલઘડાને જોઈ જેના રથના ઘોડા હેકારવ કરી રહ્યા છે એવા ચક્રવર્તી ચક્રના માર્ગને અનુસરી ત્યાંથી પાછા વળ્યા અને પોતાની છાવણીમાં આવી, રથમાંથી ઉતરી, નાન તથા જિનપૂજા કરી અમતપનું પારણું કર્યું. પછી વરદામકુમારને માટે અષ્ટાહૂિનક ઉત્સવ કર્યો; કારણ કે ઈશ્વરી પુરુષો પોતાના ભકતોનું માન વધારનારા હોય છે. ત્યાંથી ચક્રરત્નના માર્ગને અનુસરી તે પૃથ્વી પતિ સન્યની રજથી સૂર્યને ઢાંકતા પશ્ચિમ દિશા તરફ ચાલ્યા. ગરુડ બીજા પક્ષીઓને નસાડે તેમ દ્રાવિડદેશના રાજાઓને

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346