________________
૨૮૬
સ ૪ થા
અગ્નિ, ઝેર, મંત્ર, જળ અને તંત્રવિદ્યાથી અગેાચર છે, તેમજ વાની જેમ કાઇથી પણ ઉપદ્રવ કરવાને શકય નથી; તથાપિ તમારા ઘણા આગ્રહથી મચ્છર ઉપદ્રવ કરે તેમ અમે એ પરાક્રમી ચક્રવત્તને ઉપદ્રવ કરશુ.” એમ કહીને તે મેઘકુમાર દેવતાઓએ ત્યાંથી તિરોહિત થઇ ચક્રવર્તી ની છાવણી ઉપર રહી ભયંકર દુર્દિન પ્રગટ કર્યું.... ગાઢ અંધકારથી દિશાઓને એવી રીતે પૂરી દીધી કે જેથી જન્માંધ માણસની જેમ કાઈ પણ માણસ કોઈ ને આળખી શકે નહીં. પછી તેઓ મુશળના જેવી ધારાઓથી સાત રાત્રિ સુધી તેની છાવણી ઉપર પવનની જેમ કંટાળા રહિતપણે વર્ષવા લાગ્યા. પ્રલયકાળની જેવી તે વૃષ્ટિ જોઈને ચક્રવત્તી એ પોતાના હસ્તકમળથી ચર્મ રત્નને સ્પર્શ કર્યાં. તત્કાળ ચ રત્ન લશ્કરના પડાવ જેટલું વિસ્તાર પામ્યું, અને તીથ્થુ પથરાઇને જળ ઉપર તરવા લાગ્યું. ચક્રવત્તી સૈન્ય સહિત માટા વહાણની જેમ તેની ઉપર ચડવા. પછી છત્રરત્નને સ્પર્શ કર્યા એટલે તે પણ ચરત્નની જેમ વૃદ્ધિ પામ્યું, પૃથ્વી ઉપર વાદળાની જેમ ચમ` રત્નની ઉપર તે છત્રરત્નને દાખલ કર્યું, પછી છત્રના દંડની ઉપર પ્રકાશને માટે મણિરત્ન મૂકયું. એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીની અંદર જેમ અસુર અને બ્ય તરાના ગણુ રહે તેમ છત્રરત્ન અને ચર્મ રત્નની અંદર રાજાનું સર્વ લશ્કર સુખેથી રહ્યું. ગૃહાધિપરત્ન સ` ધાન્ય, શાક અને ફળાદિક પ્રાત:કાળે વાવી સાચકાળે આપવા લાગ્યું; કારણ કે તે રત્નનુ માહાત્મ્ય એવુ' છે. જેમ દુષ્ટ લાકે વાણીથી વર્ષે તેમ મેઘકુમાર દેવતાએ અખંડિત ધારાથી નિર તર વ વા લાગ્યા.
એક દિવસે ‘આ કાણુ દુષ્ટબુદ્ધિએ મારા ઉપર ઉપદ્રવ કરવાને પ્રવર્ત્ય છે ? ' એમ સગર ચક્રી કાપ સહિત પાતાના ચિત્તમાં વિચારવા લાગ્યા; એટલે તત્કાળ તેના સાનિધ્યકારી સેાળ હજાર દેવતાઓ કાપ કરી, અખ્તર અને અસ્ત્ર ધારણ કરી તે મેઘકુમારોની પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્યા—“ અરે અલ્પ બુદ્ધિવાળા વાકા ! તમે આ સગર ચક્રવત્તી દેવતાઓથી પણ અજ છે એમ નથી જાણતા ? હજુ પણ જો તમે તમારી કુશળતા ઇચ્છતા હો તેા અહીંથી ચાલ્યા જાઓ; નહીં તેા અમે કાળાની જેમ તમને ખડ ખંડ કરી નાખશુ.” તેમણે એમ કહ્યું એટલે તત્કાળ મેઘકુમારા મેઘને સહરી લઇને જળમાં માછલાની જેમ સ'તાઈ ગયા અને આપાત જાતિના કરાતા પાસે આવીને કહેવા લાગ્યા ચક્રવત્તી અમારી જેવાથી અજય્ય છે.' તે સાંભળી કિરાત લાકા ભય પામી, સ્ત્રીઆની પેઠે વસ્ત્રો ધારણ કરી, રત્નાની ભેટ લઇને સગરરાજાને શરણે ગયા. ત્યાં ચક્રવત્તી ના ચરણમાં પડી વશવત્તી` થઇ મસ્તક ઉપર અંજલિ જોડીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યાઃ દુદ એવા અષ્ટાપદ પશુ જેમ મેઘની સામે ફાળ ભરે તેમ અજ્ઞાન એવા અમેએ તમારી પ્રત્યે આવી રીતે ઉપદ્રવ કરેલા છે; માટે હે પ્રભુ! આ અમારા અવિચારિત કામ માટે તમે અમને ક્ષમા કર. મહાત્માઓને કાપ પ્રણિપાતપર્યંત જ હોય છે, અમે આજથી તમારી આજ્ઞાવર્ડ તમારા સેવકા, પાળા અથવા સામંત થઈ ને રહીશું'. અમારી સ્થિતિ હવે તમારે જ આધીન છે.'' ચક્રવત્તી એ કહ્યું-ઉત્તર ભરતાદ્ધના સામતની જેમ તમે દંડ આપી મારા સેવક થઈ ને સુખેથી રહેા.’ એમ કહી તેઓના સત્કાર કરીને વિદાય કર્યા, અને પોતાના સેનાપતિને સિંધુના પશ્ચિમ નિટને જીતવાની આજ્ઞા કરી. પૂન જેમ ચ રત્નથી સિંધુનદી ઉતરીને હિમવંત પર્યંત અને લવણુસમુદ્રની મર્યાદામાં રહેલા સિધુના પશ્ચિમ નિષ્કુટને તેણે જીતી લીધા. પ્રથડ પરાક્રમવાળા તે દડપતિ (સેનાપતિ) સ્વેચ્છલકાના દંડ લઈ ને જળથી પૂર્ણ થયેલા મેઘની જેમ સગરચક્રીની પાસે આવ્યા. વિવિધ પ્રકારના ભાગ ભાગવતા અને અનેક રાજાએએ પૂજાયેલા ચક્રવત્તી ઘણા કાળ ત્યાં જ રહ્યા. પરાક્રમી પુરુષોને કાંઈ વિદેશ નથી,