Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 296
________________ પર્વ ૨ જું ૨૭૫ પ્રભુએ કહ્યું: “આ નગરીની નજીક શાલિગ્રામ નામે એક અગ્રવાર (ગામડું) છે. ત્યાં દામોદર નામે એક મુખ્ય બ્રાહ્મણ વસતો હતો. તેને સેમ નામે એક સ્ત્રી હતી. તે દંપતીને શુદ્ધભટ નામે પુત્ર થયે. તે સિદ્ધભટ નામે કઈ બ્રાહ્મણની સુલક્ષણા નામે દુહિતાને પરણ્ય. સુલક્ષણા અને શુદ્ધભટ બન્ને યૌવનવય પામ્યા એટલે તેઓ પિતાના વૈભવને ચુ એવા યથેચ્છિત ભેગ ભેગવવા લાગ્યા. કાળના ક્રમથી તેઓના માતાપિતા મૃત્યુ પામ્યા અને તેમને પિતા સંબંધી વૈભવ પણ ક્ષય પામ્યા, તેથી કઈ વખતે તે સુભિક્ષમાં પણ તેઓ રાતે સુધાર્ત્ત પણે જ શયન કરતા હતા. નિર્ધન માણસને સુભિક્ષ વર્ષમાં પણ દુભિક્ષ પડખે જ રહેલ હોય છે. શુદ્ધભટ કઈ વખતે તે નગરમાં રાજમાર્ગે દેશાંતરના કાપેટિકની જેમ જૂના વસ્ત્રને કડક પહેરીને ફરતો હતો, ચાતક પક્ષીની જેમ ઘણી વાર તર રહેતું હતું અને કઈ વખતે પિશાચની જેમ મળથી મલિન એવા ખરાબ શરીરને ધારણ કરતા હતા. આવી સ્થિતિમાં તે પોતાના સહવાસીઓથી લજજા પામીને અન્યદા પોતાની સ્ત્રીને પણ કહ્યા સિવાય દૂર દેશાંતર ચાલ્યો ગયે. ત્યારપછી તેની સ્ત્રીએ કેટલેક દિવસે વાપાતના જેવી જનશ્રુતિ (ઊડતી વાત)થી તે દેશાંતર ગયેલ છે એમ સાંભળ્યું. શ્વસુરના અને અર્થનો ક્ષયથી તથા પતિના દૂરદેશગમનથી પિતાની જાતને નિર્લક્ષણ માનતી એ સુલક્ષણા તલખવા લાગી. એ પ્રમાણે તે ઉગમાં રહેતી હતી, તેવામાં વર્ષાઋતુ આવવાથી કઈ વિપુલ નામે સાધ્વી તેને ઘેર ચાતુર્માસ રહેવાની ઈચ્છાથી આવ્યા. સુલક્ષણાએ વિપુલા સાધ્વીને નિવાસ આપ્યા અને પ્રતિદિન તેના મુખથી ધર્મદેશના સાંભળવા લાગી. જેમ મધુર દ્રવ્યના સંબંધથી ખાટા પદાર્થની ખટાશ જતી રહે તેમ તે સાધ્વીની ધમાં દેશનાથી તેનું મિથ્યાત્વ ગયું. કૃષ્ણપક્ષને ઉલ્લંઘન કરીને રાત્રિ જેમ નિર્મળતાને પામે તેમ તે અનવદ્ય સમકિત પામી. વૈદ્ય જેમ શરીરમાંથી ઉત્પન્ન થયેલા દેને જાણે તેમ તે સર્વ જીવાજીવાદિ પદાર્થોને યથાસ્થિત જાણવા લાગી. સમદ્રને પાર પામવાને યોગ્ય વહાણને જેમ દરિઆઈ મુસાફર ગ્રહણ કરે તેમ તેણે સંસારને ઉલ્લંઘન કરવામાં સમર્થ એવા જૈન ધર્મને ગ્રહણ કર્યો. તેને વિષયોમાં વૈરાગ્ય ઉત્પન્ન થ, કષાય ઉપશાંત થયા અને અવિચ્છિન્ન એવી જન્મ-મરણની શ્રેણીમાં કંટાળો આવ્યે. રસનાઢય કથાના રસથી જાગરૂક મનુષ્ય જેમ રાત્રિને નિર્ગમન કરે તેમ તેણે સાધ્વીની શુશ્રુષાવડે વર્ષાકાળ નિર્ગમન કર્યો. તેને અણુવ્રત આપી ગણિની ત્યાંથી બીજે વિહાર કરી ગયા. ઘણું કરીને સંયત લોકે વર્ષાકાળ પછી એક ઠેકાણે રહેતા નથી, - હવે શુદ્ધભટ પણ દિગંતરથી પુષ્કળ દ્રવ્ય મેળવી પ્રિયાના પ્રેમથી આકૃષ્ટ થઈ પારેવાની જેમ ત્યાં આવ્યો. તેણે આવીને પૂછ્યું --“હે પ્રિયે ! કમલિની જેમ હીમને સહન કરી ન શકે તેમ મારા વિયોગને પૂર્વે થડે પણ નહીં સહન કરી શકનારી એવી, તે મારા દીર્ઘવિયેગને કેવી રીતે સહન કર્યો?” સુલક્ષણ બેલી - હે જીવિતેશ્વર ! મસ્થળમાં જેમ હંસી, થાડા પાણીમાં જેમ માછલી, રાહુના મુખમાં જેમ ચંદ્રલેખા અને દાવાનળમાં જેમ હરિણી તેમ દુસહ એવા તમારા વિયોગ વડે હું મૃત્યુદ્વારમાં આવી પડી હતી. તેવામાં અંધકારમાં દીપિકાની જેમ, સમુદ્રમાં વહાણની જેમ, મરૂસ્થળમાં વૃષ્ટિની જેમ અને અંધપણામાં દષ્ટિપ્રાપ્તિની જેમ દયાના ભંડાર એક વિપુલા નામે સાધવી અહીં ) આવ્યા. તેમના દર્શનથી તમારા વિરહ વડે ઉત્પન્ન થયેલું મારું સર્વ દુઃખ ચાલ્યું ગયું અને મનુષજન્મના ફળરૂપ સમતિ પ્રાપ્ત થયું.” શુદ્ધભટે કહ્યું- હે ભટ્ટિની ! તમે મનુષ્યજન્મના ફળરૂપ સમકિત કહો છો તે શું?” સુલક્ષણ બલી-આર્યપુત્ર!તે વલલભ માણસને કહેવા યોગ્ય છે, તમે મને પ્રાણથી પણ ઈષ્ટ છે તેથી કહું છું તે આપ સાંભળો -

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346