________________
પૂર્વ ૧ લું
૧૭૩
કાર્યાત્સગ થી કે ધ્યાનથી ચલિત થતા નહીં. નીચે વહેતા જળમાંથી થયેલ શેવાલથી નિર્જન ગ્રામની વાપીના સેાપાનની પેઠે તેમના બંને પગ લિપ્ત થઈ ગયા. હિમઋતુમાં હિમથી ઉત્પન્ન થયેલી મનુષ્યાની વિનાશ કરનારી નદીને વિષે પણ ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપી ઇંધનને દ્રુગ્ધ કરવામાં ઉદ્યમવત થઇને તે સુખેથી રહ્યા. ખરફથી વૃક્ષને બળનારી હેમંતઋતુની રાત્રિમાં પણ ડોલરનાં પુષ્પની પેઠે બહુબલિનું ધર્મ ધ્યાન વિશેષ વધવા લાગ્યું. વનના મહિષો માટા વૃક્ષના સ્કધની જેમ તેમના ધ્યાની શરીર ઉપર પોતાના શૃંગના ઘાતપૂર્વક પોતાના સ્કંધ ખજવાળતા હતા. વાઘણનાં ટોળાએ પેાતાના શરીરને પતની તળેટીની જેવાં તેમનાં શરીર સાથે ટેકાવી રાત્રે નિદ્રાસુખને અનુભવ કરતા હતા. વનહસ્તીઓ સહ્યકી વૃક્ષના પલ્લવની બ્રાંતિથી તે મહાત્માના હાથપગને ખે'ચતા હતા; પરતુ ખે'ચવાને અસમર્થ થવાથી વૈલક્ષ્ય થઈ ચાલ્યા જતા હતા. ચમરી ગાયા નિઃશંક ચિત્તે ત્યાં આવીને કરવતની જેવી પાતાની કાંટાવાળી વિકરાળ જિાવડે તે મહાત્માને ઊંચાં મુખ કરીને ચાટતી હતી, ચની વાધરીએ જેમ મૃદંગ ઉપર વી'ટાય તેમ ઊ'ચી પ્રસરતી સેકડા શાખાવાળી લતાએ તેમના શરીર ઉપર વીટાઈ હતી. તેમના શરીર ઉપર ચાતરફ શરકટના થુખડા ઊગ્યા હતા. તે જાણે પૂસ્નેહથી આવેલાં ખાણુવાળા ભાથાં હોય તેવા શાભતા હતા. વર્ષાઋતુના કાદવમાં નિમગ્ન થયેલા તેમના ચરણને વીધીને ચાલતી શતપત્નીવાળી દની શળા ઉગી નીકળી હતી. વેલાથી ભરાઈ ગયેલા તેમના દેહમાં સીચાણા અને ચકલાઓ પરસ્પર અવરોધથી માળા કરીને રહ્યા હતા. વનના મારના અવાજથી ત્રાસ પામેલા હજારો મોટા સર્પા વલ્લીઓથી ગહન થયેલા તે મહાત્માના શરીર ઉપર ચડી રહ્યા હતા. શરીર ઉપર ચડીને લટકતા એવા લાંખા સર્પથી જાણે મહાત્મા બાહુબલિ હજાર હાથવાળા હોય તેવા જણાતા હતા. તેમના ચરણુ ઉપરના રાફડામાંથી નીકળતા સર્પ જાણે ચરણનાં કડાં હોય તેમ પગે વીંટળાઈ રહેતા હતા.
એવી રીતે ધ્યાનમાં રહેલા બાહુબલિને, આહાર વિના વિહાર કરતા ઋષભસ્વામીની જેમ એક વર્ષ ચાલ્યું ગયું. વર્ષ પૂર્ણ થયું તે સમયે વિશ્વવત્સલ ઋષભસ્વામીએ બ્રાહ્મી અને સુંદરીને ખેલાવીને કહ્યુ -‘હાલમાં બાહુબલિ પેાતાના પ્રચુર કને ખપાવી શુકલપક્ષની ચતુર્દશીની જેમ તમરહિત થયેલ છે; પરંતુ પડદામાં ગુપ્ત રહેલ પદાર્થ જેમ જોવામાં આવતા નથી; તેમ માહનીયકના અંશરૂપ માનથી તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થતુ' નથી. હમણાં તમારા બંનેના વચનથી તે માનને છેાડી દેશે, માટે તમે ત્યાં ઉપદેશને અર્થે જાઓ. હાલમાં ઉપદેશના સમય વર્તે છે.' પ્રભુની આજ્ઞા મસ્તકે ચડાવી, તેમના ચરણમાં નમસ્કાર કરી, બ્રાહ્મી અને સુંદરી બાહુબલિ પાસે જવા ચાલી. મહાપ્રભુ ઋષભદેવજી પ્રથમથી જ તે બાહુબલિના માનને જાણતા હતા, તેા પણ એક વર્ષ સુધી તેની ઉપેક્ષા કરી હતી; કારણ કે તીર્થંકર અમૂઢ લક્ષ્યવાળા હોય છે, તેથી અવસરે જ
ઉપદેશ આપે છે.
આર્યા બ્રાહ્મી અને સુંદરી તે પ્રદેશમાં ગયા, પણ રજથી આચ્છન્ન થયેલા રત્નની જેમ ઘણી વેલડીએથી વીટાઈ ગયેલા તે મહામુનિ તેમના જોવામાં આવ્યા નહીં, વારંવાર શેાધ કરતાં તે બંને આર્યાએ વૃક્ષની જેવા થઈ રહેલા એ મહાત્માને કોઈ પ્રકારે ઓળખ્યા. ઘણી નિપુણતાથી તેમને જાણી તે અને આર્ચીએ મહામુનિ માહુબલિને ત્રણ પ્રદક્ષિણા કરીને વંદના કરી. પછી આ પ્રમાણે કહ્યું-હું જ્યેષ્ઠા ! ભગવાન એવા આપણા પિતાજી અમારે સુખે તમને કહેવરાવે છે કે હસ્તીના સ્કંધ ઉપર