________________
૩૮
સર્ગ ૨ જો
તમે સાવધાન થઈને સાંભળો. અહેતુ અને તેમની માતાનું અશુભ ચિંતવશે તેનું મસ્તક અજંકવૃક્ષની મંજરીની જેમ સાત પ્રકારે ભેદ પામશે. ”
અહીં મેરુપર્વત ઉપરથી ઈદ્રાદિક સહિત સર્વે દેવતાએ આનંદથી પ્રફુલ્લિત થઈ નદીશ્વર દ્વીપે ગયા. સૌધર્મેદ્ર પણ ભગવંતને નમસ્કાર કરી જિતશત્રુ ૨ જાને ગૃહમાંથી નીકળી તત્કાળ ત્યાં પહોંચ્યા. તેણે દક્ષિગુ અંજનાદ્રિના શાશ્વત રૌયમાં શાશ્વત અહં તેની પ્રતિમા પાસે અણહ્િનકા ઉત્સવ કર્યો અને તેના ચાર લોકપાલેએ તેની ફરતા ચાર દધિમુખ પર્વત પરના ચૈત્યમાં હર્ષ સહિત ઉત્સવ કર્યો. ઉત્તરના અંજનાદ્રિ ઉપરના શાશ્વત ચૈત્યમાં ઈશાનેકે શાશ્વત જિને પ્રતિમાને અષ્ટાનિકા ઉત્સવ કર્યો અને તેના ચાર લોકપાલએ પૂર્વની જેમ તેની ફરતા ચાર દધિમુખ પર્વત ઉપર ઋષભાદિ પ્રતિમાને ઉત્સવ કર્યો. ચમહેંદ્ર પૂર્વ અંજનાદ્રિમાં અને બલીંદ્ર પશ્ચિમ અંજનાચલમાં અષ્ટાનિકા ઉત્સવ કર્યો. અને તેઓને લોકપાલેએ તે તે પર્વતની આસપાસના ચાર ચાર દધિમુખ પર્વત ઉપરની પ્રતિમાને ઉત્સવ કર્યો. પછી સંકેતસ્થાનની જેમ તે દ્વીપમાંથી સર્વ સુરાસુર પિતાને કૃતકૃત્ય માનતા પિતાને સ્થાનકે ગયા.
તે જ રાત્રીએ પ્રભુના જન્મ પછી થોડી વારે વૈજયંતીએ પણ ગંગા જેમ સુવર્ણ કમલને પ્રસવે તેમ એક પત્રને સુખેથી પ્રસવે. પત્ની અને વધુ એવા વિજયા ને વૈજયંતીના પરિવારે પુત્પત્તિની વધામણીથી જિતશત્રુ રાજાને વધાવ્યા. તે વાર્તા સાંભળી સંતુષ્ટ થયેલા રાજાએ તેઓને એવું પારિતોષિક આપ્યું કે જેથી તેમના કુળમાં પણ લક્ષમી કામધેનની જેમ અવિચ્છિન્ન થઈ ઘનના આગમનથી સિંધુનદીની જેમ અને પૂર્ણિમાથી સમુદ્રની જેમ તે વખતે પૃથ્વીપતિ રાજા શરીરે પ્રફુલિત થયે. તે સમયે રાજાને પૃથ્વી સાથે ઉછુવાસ, આકાશની સાથે પ્રસન્નતા અને પવનની સાથે તૃપ્તિપણું પ્રાપ્ત થયાં. તેમણે તત્કાળ કારાગૃહમાંથી શત્રુઓને પણ બંધનમુક્ત કર્યા, જેથી બંધન ફક્ત હસ્તી વિગેરેને જ રહ્યું. ઈદ્ર જેમ શાશ્વત અહ‘તની પૂજા કરે તેમ રાજાએ રૌઢ્યામાં જિનબિંબની અદ્દે ભૂત પૂજા કરી. યાચકોને પોતાના કે પારકાની અપેક્ષા નહીં રાખતાં ધનથી પ્રસન્ન કર્યા, કારણ કે ઉદ્યત થયેલા મેઘની વૃષ્ટિ સર્વને સાધારણ હોય છે. ખીલેથી છૂટેલા વાછ– રડાની જેમ ઉલળતા છાત્રોની સાથે ઉપાબે (મહેતાજીઓ) સુમાતૃકાને પાઠ કરાવતા ત્યાં આવ્યા કેઈ ઠેકાણે બ્રાહ્મણને વેદિક મંત્રને મોટો ધ્વનિ થવા લાગે, કઈ ઠેકાણે લગ્ન વિગેરેના વિચારથી સારવાળી મુહૂર્ત સંબંધી ઉક્તિઓ થવા લાગી; કઈ ઠેકાણે કુલીન કાંતાઓ ટેળે મળી હર્ષકારી વનિથી ગીત ગાવા લાગી; કોઈ ઠેકાણે વારાંગનાઓને મંગળિક ગીતધ્વનિ થવા લાગ્યું કેઈ ઠેકાણે બદલેકના કલ્યાણકલ્પના તુલ્ય માટે કે લાહલ થવા લા; કેઈ ઠેકાણે ચારથી સુંદર દ્વિપક આશિષે સંભળાવા લાગી; કઈ ઠેકાણે ચેટક લે કે હર્ષથી ઊંચે સ્વરે બેલવા લાગ્યા અને કેઈ ઠેકાણે યાચકને બોલાવવાથી ઉત્કટ થયેલા છડીદાર લે કેને કૈલાહલ થવા લાગે. આવી રીતે વર્ષાઋતુના મેઘથી સંકુલ થયેલા આકાશમાં ગર્જનાની પઠે રાજગૃહના આંગણામાં એવા શબ્દ વિસ્તાર પામી રહ્યા. - કઈ ઠેકાણે નગરજને કુંકુમાદિકવડે વિલેપન કરવા લાગ્યા, કેઈ હીરવાણી વસ્ત્ર પહેરવા લાગ્યા અને કઈ દિવ્ય માળાઓના આભૂષણોથી અલંકૃત થવા લાગ્યા. વળી કઈ ઠેકાણે કપૂરમિશ્ર તાંબૂલથી પ્રસન્નતા થતી હતી, કેઈ ઠેકાણે ઘરના આંગણામાં કુકુમથી સિંચન થતું હતું, કેઈ ઠેકાણે કુવલયના જેવા મૌક્તિકથી સાથી આ રચતા હતા, કે