________________
પર્વ ૨ જુ
૨૫૧ ઓની જેમ વિસ્તાર પામેલાં વૃક્ષેથી એકછાયાવાળું જણાતું હતું. એવા સુંદર ઉદ્યાનમાં અજિતસ્વામીએ પ્રવેશ કર્યો.
પછી રથી જેમ રથમાંથી ઉતરે તેમ સંસારસિંધુ ઉતરવાને જગદગુરુ ભગવાન પિતે શિબિકાનમાંથી ઉતર્યા. તે પછી દેવતાઓને પણ દુર્લભ એવાં રત્નોને ગ્રહણ કરવાની ઇચ્છાવાળા પ્રભુએ રત્નાલંકાર વિગેરે સર્વ આભૂષણે ઉતાર્યા અને ઈ આપેલું એવું અદ્દષિત દેવદ્રષ્ય પ્રભુએ ઉપધિ સહિત ધર્મ બતાવવાને માટે ગ્રહણ કર્યું. માઘ માસની ઉજજવળ નવમીને દિવસે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો હતો તે સમયે સમચ્છર વૃક્ષની નીચે પ્રભુએ છÇને તપ કરીને સાયંકાળે રાગાદિકની જેમ પોતાના સર્વ કેશનો પાંચ મુષ્ટિએ સ્વયમેવ ચ કર્યો. સૌધર્મે કે તે કેશને પોતાના ઉત્તરીય વસ્ત્રના છેડામાં પ્રસાદથી મળેલા અર્થની જેમ ગ્રહણ કર્યા અને ક્ષણવારમાં પ્રભુના તે કેશ વહાણમાં મુસાફરી કરનાર જેમ સમુદ્રમાં પૂજનદ્રવ્ય નાંખે તેમ ક્ષીરસમુદ્રમાં ક્ષેપન કર્યા. પછી પાછા વેગે આવીને સુર, અસુર અને નરેના કોલાહલને જાણે મૌનમંત્રનું સ્મરણ કરાવતા હોય તેમ મુષ્ટિસંજ્ઞાથી ઈદે નિવૃત્ત કર્યો; એટલે સિદ્ધોને નમસ્કાર કરી સામાયિકને ઉચ્ચરતા પ્રભુ મોક્ષમાર્ગમાં વાહનતુલ્ય એવા ચારિત્રરૂપી રથ ઉપર આરૂઢ થયા. દીક્ષાનું જાણે સહોદર હોય તથા સાથે જન્મ પામ્યું હોય તેમ ચોથું મન:પર્યાવજ્ઞાન તે જ વખતે પ્રભુને ઉત્પન્ન થયું. તે વખતે ક્ષણવાર નારકીના જીવોને પણ સુખ થયું અને ત્રણ જગતમાં વીજળીના ઉદ્યોત જે પ્રકાશ થઈ રહ્યા. પ્રભુની સાથે એક હજાર રાજાઓએ દીક્ષા ગ્રહણ કરી, કારણ કે ભગવાનના ચરણને અનુસરવારૂપી વ્રતવાળા પુરુષોને એ ઉચિત છે, પછી જગત્પતિને પ્રદક્ષિણા કરી, પ્રણામ કરી, અષ્ણુતાદિ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
“હે નાથ! પૂર્વે પટુ અભ્યાસના આદરથી તમે વૈરાગ્યને એવી રીતે સંગ્રહ્યો કે આ જન્મમાં જન્મથી માંડીને તે વૈરાગ્ય એકાત્મભાવને પામ્યા છે. હે નાથ ! મોક્ષના ઉપાયમાં પ્રવીણ એવા તમારે સુખના હેતુ ઈષ્ટસંગાદિમાં જે ઉજજવળ વૈરાગ્ય છે તે દુઃખના હેતુ ઈટાવિયોગાદિમાં વૈરાગ્ય નથી. હે પ્રભુ ! વિવેકરૂપી શરાણવડે તમે બૈરાગ્યરૂપી શસ્ત્ર એવું સજેલું છે કે જેથી મોક્ષ મેળવવામાં પણ તેનું પરાક્રમ સાક્ષાત્ અકુંઠિત(અવાર્ય) પણે પ્રવર્તે છે. હે નાથ! જયારે તમે દેવતાની તથા નરેંદ્રની લક્ષ્મી ભોગવતા હતા ત્યારે પણ તમારે આનંદ તે વિરક્તતારૂપ જ હતા. કામથી નિત્ય વિરક્ત એવા તમે જ્યારે યુગને અંગીકાર કરે છે ત્યારે “હવે એ કામગથી સર્યું' એ પ્રૌઢ વૈરાગ્ય તમને પ્રાપ્ત થાય છે, સુખમાં, દુઃખમાં, સંસારમાં અને મોક્ષમાં જ્યારે તમે આદાસીન્ય ભાવને ભજે છે ત્યારે તમને નિરંતર અવિચ્છિન્ન વૈરાગ્ય જ છે, તમે શેમાં વિરાગવાન નથી ? બીજા જીવે તે દુઃખગભિત અને મેહગર્ભિત વૈરાગ્યવાળા હોય છે, પરંતુ તમારામાં તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય જ એકસ્થાનપણાને પામે છે. હંમેશાં ઉદાસીનત્વ છતે પણ સર્વ વિશ્વને ઉપકાર કરનારા, સમગ્ર વૈરાગ્યના ભાજન, શરણ કરવા લાયક અને પરમાત્મા એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ.”
એવી રીતે જગદ્દગુરુની સ્તુતિ કરી, નમસ્કાર કરી ઈદ્રા દેવસમૂહ સહિત ત્યાંથી નંદીશ્વર દ્વીપે ગયા, ત્યાં અંજનાચળાદિક પર્વ તેમાં શાદિક ઈદ્રાએ જન્માભિષેકના કલ્યાણકની પેઠે શાશ્વત અહંત પ્રતિમાઓના અષ્ટાહિનક ઉત્સવ કર્યો અને પછી હવે આપણે ફરીથી પ્રભુ કયારે જોઈશું? એમ વિચારતા તેઓ ત્યાંથી પોતપોતાના સ્થાને ગયા.