________________
સગ ૩ જો
(એક અહારાત્ર)ને અંતરે આહાર છે. પલ્યાપમ સ્થિતિવાળા દેવતાઓને દિવસને આંતરે ઉચ્છવાસ અને પૃથક્ત્વ દિવસે (બેથી નવ દિવસે) આહાર છે. ત્યારપછી દેવતાની જેટલા સાગરોપમની સ્થિતિ છે તે દેવતાને તેટલા પક્ષે ઉચ્છવાસ અને તેટલા હજાર વર્ષે આહાર છે; એટલે તેત્રીશ સાગરોપમ આયુષ્યવાળા સર્વાર્થસિદ્ધના દેવતાઓને તંત્રીશ પખવાડીએ શ્વાસેાછવાસ અને તેત્રીશ હજાર વર્ષે આહાર છે. ઘણુ' કરીને દેવતાઓ સવેદનાવાળા જ હોય છે, કદિ અસવેદનાવાળા થાય છે તેા તેની સ્થિતિ અંતર્મુહૂત્ત જેટલી જ છે. મુહૂત્ત ઉપરાંત અસવેદના થતી નથી. દેવીઓની ઉત્પત્તિ ઇશાન દેવલાક સુધી છે. અચ્યુત દેવલાક સુધીના દેવતાઓ ગમનાગમન કરે છે.”
૨૦૨
“જ્યાતિષ્ક દેવતા સુધી તાપસા ઉત્પન્ન થાય છે, બ્રહ્મદેવલાક સુધી ચરક અને પરિવ્રાજકાની ઉત્પત્તિ છે, સહસ્રાર દેવલાક સુધી તિર્યં ચાની ઉત્પત્તિ છે, શ્રાવકાની ઉત્પત્તિ અચ્યુત દેવલાક સુધી છે. જૈનલિંગ ધારણ કરેલ છતાં મિથ્યાદષ્ટિ, અભવ્યાદિક સમાચારી યથાર્થ પાળનારાઓની છેલ્લા ત્રૈવેયક સુધી ઉત્પત્તિ છે. પૂર્ણ ચૌદપૂર્વી મુનિની બ્રહ્મલેાકથી માંડીને સર્વાસિદ્ધ વિમાન સુધી ઉત્પત્તિ છે, તથા સતવાળા સાધુ અને શ્રાવકની જઘન્યપણે સૌધર્મ દેવલેાકમાં ઉત્પત્તિ છે. ભુવનપતિ, વ્યંતર, જ્યાતિષી અને ઈશાન દેવલાક સુધીના દેવાને પેાતાના ભુવનમાં વસનારી દેવીઓની સાથે વિષયસ બધી અંગસેવા છે, તે કિલષ્ટ કમ વાળા અને તીવ્ર અનુરાગવાળા હાવાથી મનુષ્યાની જેમ કામણેાગમાં લીન થાય છે અને દેવાંગનાના સ` અ'ગ સબ'ધી પ્રીતિને મેળવે છે. ત્યારપછી એ દેવલે!કના દેવા સ્પર્શ માત્રથી, એ દેવલોકના દેવા રૂપ જોવાથી, એ દેવલાકના દેવા શબ્દશ્રવણથી અને આનત વિગેરે ચાર દેવલાકના દેવે માત્ર મનવડે ચિંતવવાથી વિષયને સેવન કરનારા છે. એ પ્રમાણે વિષયરસમાં પ્રવિચારવાળા દેવતાએથી અન ત સુખવાળા દેવતાઓ ત્રૈવેયકાદિકમાં છે કે જે વિષયસબ'ધી બીલકુલ પ્રવિચાર રહિત છે.”
એવી રીતે અધેાલાક, તિક્લાક અને ઊર્ધ્વલાકથી ભેદ પામેલા સમગ્ર લેાકના મધ્યભાગમાં ચૌદ રાજલેાક પ્રમાણ ઊર્ધ્વ, અધેા લાંખી સનાડી છે, તે પહેાળાઇમાં ને વિસ્તારમાં એક રાજલેાક પ્રમાણ છે. એ વસનાડીની અંદર સ્થાવર અને ત્રસ અને પ્રકારના જીવા છે અને એની બહાર માત્ર સ્થાવર જ છે. કુલ વિસ્તાર નીચે સાત રાજલાક પ્રમાણ, મધ્યમાં તિય ફૂલે કે એક રાજલાક પ્રમાણુ, બ્રહ્મદેવલાકે પાંચ રાજલાક પ્રમાણ અને પય' 'તે સિદ્ધશિલાએ એક રાજલેાક છે. સારી રીતે પ્રતિષ્ઠિત થયેલી આકૃતિવાળા આ લાક કોઇએ કર્યાં નથી અને કાઇએ ધારણ કર્યા નથી, તે સ્વયંસિદ્ધ નિરાધારપણે આકાશમાં રહેલા છે.”
“અશુભધ્યાનના પ્રતિષેધનુ' કારણભૂત એવુ આ સમગ્ર લાકનું અથવા તેના જુદા જુદા વિભાગનુ જે બુદ્ધિમાન ચિંતવન કરે છે તેને ધર્મધ્યાન સંબધી ક્ષાયેાપશમકાિ ભાવની પ્રાપ્તિ થાય છે અને પીતલેશ્યા, પદ્મલેશ્યા તથા શુકલલેશ્યા અનુક્રમે શુદ્ધ શુદ્ધતર થાય છે. ઘણા બૈરાગ્યના સૉંગથી તર`ગિત થયેલા ધર્મધ્યાનવડે પ્રાણીઓને પાતે જ જાણી શકે તેવુ' (સ્વસ વૈદ્ય) અતીદ્રિય સુખ ઉત્પન્ન થાય છે. જે યાગીએ નિઃસંગ થઈ ધર્મધ્યાનવડે આ શરીરને છેાડે છે તેઓ ત્રૈવેયકાદિ સ્વર્ગમાં ઉત્તમ દેવતા થાય છે. ત્યાં તે મોટા મહિમાવાળા, સૌભાગ્યયુક્ત, શરઢઋતુના ચદ્ર જેવી પ્રભાવાળા અને પુષ્પમાળા તથા વસ્ત્રાલ'કારથી વિભૂષત એવા શરીરને પ્રાપ્ત કરે છે, વિશિષ્ટ વીય ને રોકનાર, કામાર્તિરૂપ જવર વિનાના અને અંતરાય રહિત અતુલ્ય સુખને ચિરકાળ સેવે છે અને મનઇચ્છિત