________________
પર્વ ૨ જું
૨૬૭,
“એવી રીતે મનુષ્યક્ષેત્રમાં અઢી દ્વીપ, બે સમુદ્ર, પાંત્રીશ ક્ષેત્રા, પાંચ મેરુ, ત્રીશ વર્ષધર ર્પવતે, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરક અને એક સે ને સાઠ વિજયે છે. પુષ્કરાદ્ધ દ્વિીપની ફરતે માનુષેત્તર નામે પર્વત છે. તે મનુષ્યલકની બહાર શહેરના કિલ્લાની જેમ વત્તલા કારે રહેલ છે. તે સવર્ણન છે અને બાકીના પુષ્કરાદ્ધમાં સત્તર સે ને એકવીશ
જન ઊંચે છે, ચાર સે ત્રીશ જન ને એક કેસ પૃથ્વીમાં રહેલું છે, એક હજાર ને બાવીશ યોજના નીચે વિસ્તારમાં છે, સાત સે ને ત્રેવશ યોજને મધ્ય ભાગે વિસ્તારમાં છે અને ચાર સો ને ચોવીશ યોજના ઉપર વિસ્તારમાં છે. તે માનુષત્તર પર્વતની બહાર મનુષ્યોનું જન્મ-મરણ થતું નથી. તેની બહાર ગયેલા ચારણમુનિ આદિ પણ બહાર મરણ પામતા નથી, તેથી તેનું નામ માનુષેત્તર છે. એની બહારની ભૂમિ પર બાદરાગ્નિ, મેઘ, વિદ્યુત, નદી અને કાળ વિગેરે નથી. તે માનુષેત્તર પર્વતની અંદરની બાજુએ (૫૬) અંતરદ્વીપ અને પાંત્રીશ ક્ષેત્રા છે, તેમાં જ મનુષ્યો ઉત્પન્ન થાય છે; પરંતુ કેઈએ સંહરણ કરવાથી, વિદ્યાના બળથી તથા લબ્ધિના વેગથી મેરુપર્વત વિગેરેનાં શિખર ઉપર, અઢી દ્વીપમાં અને બંને સમુદ્રમાં સર્વત્ર મનુષ્યો લાભે છે. તેમના ભારત સંબંધી, જબૂદ્વીપ સંબંધી અને લવણસમુદ્ર સંબંધી એમ સર્વ ક્ષેત્ર, દ્વીપ અને સમુદ્ર સંબંધી સંજ્ઞાભેદે કરીને જુદા જુદા વિભાગ કહેવાય છે.
મનુષ્યોના આર્ય અને સ્વેચ્છ એવા બે ભેદ છે. આર્યા ક્ષેત્ર, જાતિ, કુળ, કર્મ, શિલ્પ અને ભાષાના ભેદથી છ પ્રકારના છે. ક્ષેત્રા પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે, તેમાં આ ભરતક્ષેત્રમાં સાડી પચીશ દેશમાં ઉત્પન્ન થયેલા આર્ય કહેવાય છે. એ આર્યદેશ પિતાનાં નગરોથી આવી રીતે ઓળખાય છે. રાજગૃહી નગરીથી મગધદેશ, ચંપાનગરીથી અંગદેશ, તાપ્રલિપ્તીથી બંગદેશ, વારાણસીથી કાશીદેશ, કાંચનપુરીથી કલિંગદેશ, સાકેત( અયોધ્યા ) પુરીથી કોશલદેશ, હસ્તીનાપુરથી કુરુદેશ, શૌર્યપુરથી કુશાસ્તંદેશ, કાંપિલ્યપુરથી પંચાલદેશ, અહિચ્છત્રાપુરીથી જાંગલાદેશ, મિથિલાપુરીથી વિદેહદેશ, દ્વારાવતી ( દ્વારકા ) પુરીથી સૌરાષ્ટ્ર (સોરઠ) દેશ, કૌશાંબીપુરીથી વત્સદેશ, ભદ્રિલપુરથી મલયદેશ, નાંદિપુરથી સંદર્ભદેશ, ઉચ્છા પુરીથી વરુણદેશ, વૈરાટનગરીથી મત્સ્યદેશ, શક્તિમતી પુરીથી ચેટીદેશ, મૃત્તિકાવતીથી દશાર્ણદેશ, વીતભયપુરથી સિંધુદેશ, મથુરાપુરીથી સૌવીરદેશ, અપાપાપુરીથી શૂરસેનદેશ, ભંગીપુરીથી માસપુરીવર્તાદેશ, શ્રાવસ્તીપુરીથી કુણાલદેશ, કેટિવર્ષપુરીથી લાદેશ અને શ્વેતાંબીપુરીથી કેતકાદેશ–એમ સાડીપચીશ આર્યદેશે આ નગરથી ઓળખાય છે. તીર્થકર, ચક્રવત્તિ, વાસુદેવ અને બળભદ્રના તે દેશમાં જ જન્મ થાય છે. ઈફવાકુવંશ, જ્ઞાતવંશ, વિદેહવંશ, કુરુવંશ, ઉગ્રવંશ, ભેજવંશ અને રાજન્યવંશ એ વિગેરે વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો જાતિઆર્ય કહેવાય છે; તથા કુલકર, ચક્રવર્તી, વાસુદેવ અને બલભદ્ર તથા તેમની ત્રીજી, પાંચમી કે સાતમી પેઢી સુધી ચાલેલા શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલા હોય તે કુળઆર્ય કહેવાય છે. પૂજન કરવું અને કરાવવું, શાસ્ત્ર ભણવા અને ભણાવવા તેથી અને બીજા શુભ પ્રયોગથી જેઓ આજીવિકા ચલાવે તે કર્માયે કહેવાય છે. થોડા પાપવ્યાપારવાળા, વસ્ત્ર વણનારા, વસ્ત્ર તૃણનારા, કુંભાર, નાપિક અને દેવળના પૂજારી વિગેરે શિલપાર્ય કહેવાય છે. જે ઊંચી ભાષાના નિયમવાળા વણેથી પૂર્વોક્ત પાંચ પ્રકારના આયના વ્યવહારને કહે છે. તે ભાષાય કહેવાય છે.
૧ પાંચ ભરત, ૫ એરવત, ૫ હિમવંત, ૫ હિરણ્યવંત, ૫ હરિવર્ષ, ૫રમ્યક ને ૫ મહાવિદેહ-એ ૩૫ ક્ષેત્રો સમજવાં ( દેવકુ, ઉત્તરકુર, મહાવિદેહની અંતર્ગત સમજવા ).