________________
પર્વ ૨ જું એક કોશ પૃથ્વીમાં ઊડે છે. પચાસ જન વિસ્તારમાં છે અને પચીશ યોજન ઊંચો છે. પૃથ્વીથી દશ જન ઉપર જઈએ ત્યારે તેની ઉપર દક્ષિણ અને ઉત્તરમાં દશ-દશ યોજના વિસ્તારવાળી વિદ્યાધરની બે શ્રેણીઓ છે, તેમાં દક્ષિણ શ્રેણીમાં વિદ્યાધરોનાં રાષ્ટ્ર સહિત પચાસ નગર છે અને ઉત્તર શ્રેણીમાં સાઠ નગરે છે. તે વિદ્યાધરેની શ્રેણી ઉપર દશ એજન જઈએ ત્યારે તેટલા જ વિસ્તારવાળી વ્યંતરના નિવાસથી શોભિત એવી બંને બાજુ મળીને બે શ્રેણીઓ છે. તે વ્યંતર (તિર્યફભક દે) ની શ્રેણીઓની ઉપર પાંચ જન જઈએ ત્યારે તેની ઉપરના નવ ફૂટ આવેલ છે. એવી જ એરવત ક્ષેત્રમાં વૈતાઢય રહેલે છે.” ,
જબૂદ્વીપની ફરતી કિલ્લારૂપ વજમય જગતી આઠ જન ઊંચી છે. તે જગતી મૂળમાં બાર જન પહોળી છે, મધ્ય ભાગમાં આઠ જન છે અને ઉપર ચાર જન છે. તેની જાળકટક છે, તે બે ગાઉ ઊંચે છે. તે વિદ્યાધરનું અદ્વિતીય મનોહર ક્રીડાસ્થાન છે. તે જાળકટકની ઉપર પણ દેવતાઓની ભેગભૂમિરૂપ “પદ્વવરા” નામે એક સુંદર વેદિકા છે. તે જગતીને પૂર્વાદિ દિશાઓમાં અનુક્રમે વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામે ચાર દ્વાર છે.”
ક્ષુદ્રહિમવાનું અને મહાહિમવાન પર્વતના મધ્યમાં (હિમવંત ક્ષેત્રમાં) શબ્દાપાતી નામે વૃત્તવૈતાઢય પર્વત છે, શિખરી અને રુકૃમી પર્વતની વચમાં વિકટાપાતી નામે વૃત્તવૈતાઢય પર્વત છે, મહાહિમવાનું અને નિષધ પર્વતની વચમાં ગંધાપાતી નામે વૃત્તવૈતાઢય પર્વત છે અને નીલવંત તથા રફમી પર્વતની વચમાં માલ્યવાન નામે વૃત્તવૈતાઢય પર્વત છે. તે સર્વ વૈતાઢય પર્વતો પાલાની જેવી આકૃતિવાળા છે અને એક હજાર જન ઊંચા છે.”
જબૂદ્વીપની ફરતે લવણસમુદ્ર છે, તે વિસ્તારમાં જબૂદ્વીપથી બમણ છે, મધ્યમાં એક હજાર યોજન ઊંડો છે. બન્ને તરફની જગતીથી અનુક્રમે ઉતરતા ઉતરતા પંચાણું હજાર જન જઈએ ત્યારે એક હજાર જન ઊંડાઈમાં અને ઊંચાઈમાં ૭૦૦ જન તેનું જળ વધતું છે. મધ્યમાં દશ હજાર જનમાં સેળ હજાર જન ઊંચી એ લવણસમદ્રની પાણીની શિખા છે. તેની ઉપર બે ગાઉ સુધી ઊંચી જળની વેલ એક દિવસમાં બે વખત વધે છે. તે લવણસમુદ્રની મધ્યમાં પૂર્વાદિ દિશાના ક્રમથી વડવામુખ, કેયૂપ, ચૂપ અને ઈશ્વર એ નામના મેટા માટલાની જેવી આકૃતિવાળા ચાર પાતાલકલશા છે. તે મધ્યમાં પેટાળે એક લાખ જન પહોળા છે અને લાખ જન ઊંડા છે, એક હજાર
જન જાડી વજરત્નની તેમની ઠીંકરી છે, નીચે અને ઉપર દશ હજાર જન પહોળા છે. તેમાં નીચેના ત્રીજા ભાગમાં વાયુ રહેલ છે, મધ્યના ત્રીજા ભાગમાં વાયુજળ મિશ્ર છે અને ઉપરના ત્રીજા ભાગમાં જળ રહેલું છે. તે કાંઠા વિનાના મોટા માટલાની જેવા આકારના છે. તે કળશામાં કાળ, મહાકાળ વેલંભ અને પ્રભંજન નામના દેવતા અનુક્રમે પિતતાના કીડાઆવાસમાં રહે છે. તે ચાર પાતાલકલશાના આંતરામાં સાત હજાર આઠ સો ને ચોરાશી ન્હાના કલશા છે. તે એક હજાર યોજન ભૂમિમાં ઊંડા તથા તેટલા જ પેટાળે પહોળા છે, તેમની દશ જનની ઠીકરી જાડી છે અને ઉપર તથા નીચે એક સે
જન પહોળા છે. તે પાતાળકળશાઓમાં નીચેના ભાગમાં રહેલા વાયુવડે તેના મધ્ય ભાગનું વાયુમિશ્ર જળ ઉછળે છે. એ સમુદ્રની વેલને અંદરથી ધારણ કરનાર બેંતાળીશ હજાર નાગકુમાર દેવતા હમેશાં રક્ષકની પેઠે રહેલા છે. બહારથી વેલને ધારણ કરનારા બોતેર હજાર દેવતા છે અને મધ્યમાં ઊડતી શિખ ઉપરની બે ગાઉ પર્યતની વેલને
૩૪