________________
પવ ૨ જુ ઉપર હાર દઢ કરી, પિતાના હાથથી અંકુશને નચાવતા સગરરાજા ઉત્તમ હસ્તી ઉપર આગલા આસને આરૂઢ થયા. હાથીના ઊંચા કુંભસ્થળથી જેમની અર્ધમૂત્તિ ઢકાઈ ગઈ છે એવા ચકી અધ ઉગેલા સૂર્યની જેવા ભવા લાગ્યા. શંખ અને દુંદુભિના શબ્દ દિશાઓના મુખમાં પ્રસરવાથી, સુષાદિ ઘંટના ઘોષથી દેવતાઓ આવે તેમ સગરરાજાના સાનિકો એકઠા થઈ ગયા. તે સમયે મુગટબંધ હજારો રાજાઓના પરિવારથી ચકી જાણે વિકૃત કરેલાં અનેક રૂપને ધારણ કરતા હોય તેવું દેખાતું હતું. મસ્તક ઉપર અભિષિક્ત થયેલા રાજાઓમાં મુગટરૂપ ચક્રી મસ્તક ઉપર આકાશગંગાના આવર્નના ભ્રમને આપના Aવેત છત્રથી શુભતા હતા અને બન્ને તરફ સંચાર કરતા ચામરથી એ રાજા બે તરફ રહેલા ચંદ્રનાં બિબોથી જેમ મેરુ આપે તેમ આપતા હતા. જાણે સુવર્ણની પાંખોવાળા પક્ષીઓ હોય તેવા સુવર્ણના બખ્તરવાળા અશ્વોથી, સઢ ચડાવેલાં કૂવાસ્તંભવાળા વહોણા હોય તેવા ઊંચા ધ્વજાતંભવાળા રથેથી, નિર્ઝરણાવાળા જાણે પર્વતે હોય એવા મુદ્દે ઝરતા ઉત્તમ હાથીઓથી અને જાણે સર્પ સહિત સિંધુના તરંગો હોય તેવા ઊંચા હર્થિચારવાળાં પાયદળોથી એ રાજા પૃથ્વીને ચોતરફ આચ્છાદન કરતા સહસામ્રવન નામના ઉપવન સમીપે આવ્યા. પછી માનથી જેમ મહામુનિ ઉતરે તેમ સગરરાજા ઉદ્યાનદ્વારની સુવર્ણવેદી ઉપર હાથી ઉપરથી ઉતર્યા અને પિતાની છત્ર, ચામર અને રાજ્યનાં બીજા ચિહ્નો પણ તેણે છોડી દીધાં; કારણ કે વિનીત પુરુષોને એ જ ક્રમ છે. તેણે વિનયવડે પગમાંથી ઉપાનનો ત્યાગ કર્યો, છડીદારે આપેલા હસ્તાવલંબનની પણ ઉપેક્ષા કરી અને સમવસરણની સમીપે નગરનાં નરનારીઓની સાથે એ રાજા પગે ચાલીને ગયા. પછી મકરસંક્રાંતિએ સૂર્ય જેમ આકાશના આંગણામાં પ્રવેશ કરે તેમ ઉત્તરદ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં જગદ્ગુરુને ત્રણ પ્રદક્ષિણ અને નમસ્કાર કરીને અમૃતનો જેવી મધુર ગિરાથી સ્તુતિ કરવાનો આરંભ કર્યો
હે પ્રભુ! મિથ્યદષ્ટિને કલ્પાંત કાળના સૂર્ય સમાન અને સમકિતદષ્ટિને અમૃતના અંજન સમાન તેમજ તીર્થકરપણાની લમીને તિલકરૂપ આ ચક્ર તમારી આગળ વૃદ્ધિ પામેલું છે. આ જગતમાં તમે એક જ સ્વામી છો એમ કહેવાને જાણે ઈ ઈ દ્રવજના મિષથી પિતાની તર્જની આંગળી ઊંચી કરી હોય તેમ જણાય છે. જ્યારે તમારા ચરણે પગલાં ભરે છે ત્યારે સુર અસુરે કમળ રચવાના મિષથી કમળમાં વસનારી લક્ષ્મીને વિસ્તારે છે. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મને એક સાથે કહેવાને માટે તમે ચાર મુખવાળા થયા છે, એમ હું માનું છું. આ ત્રણ ભુવનનું ત્રણ દોષથી રક્ષણ કરવાને તમે પ્રવર્તલા છે; તેથી જ દેવતાઓએ આ ત્રણ ગઢ કરેલા જણાય છે. તમે પૃથ્વીમાં વિહાર કરે છે ત્યારે કાંટાઓ અધોમુખી થઇ જાય છે, પણ તેમાં કાંઈ આશ્ચર્ય નથી; કેમકે સૂર્યનો ઉદય થાય ત્યારે અંધકાર સન્મુખ થઈ શકે જ નહીં'. કેશ, રોમ, નખ અને દાઢી-મૂછ વૃદ્ધિ પામ્યા સિવાય અવસ્થિત રહેલા છે, એવી રીતને બહારને ગમહિમા તીર્થકર સિવાય બીજાઓએ પ્રાપ્ત કરેલ નથી. શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ નામના પાંચ ઈદ્રિયોના વિષયે તમારી આગળ તાર્કિક લોકોની જેમ પ્રતિકૂળપણાને ભજતા નથી. સર્વ ઋતુઓ અકાળે કરેલી કામદેવની સહાયના ભયથી જાણે હોય તેમ એકસાથે તમારા ચરણની ઉપાસના કરે છે. આગળ ઉપર તમારા ચરણને સ્પર્શ થવાને છે એમ વિચારીને દેવતાઓ સુંગધી જળના વર્ષોદથી અને દિવ્ય પુષ્પોની વૃષ્ટિથી પૃથ્વીની પૂજા કરે છે. હે જગપૂજ્ય ! પક્ષીઓ પણ ચોતરફથી તમારી પ્રદક્ષિણા કરે છે અને તમારાથી આડાંઅવળાં
33