________________
પર્વ ૨ જું
૨૫૯
કરે કે-નારકી, તિર્યંચ અને મનુષ્યોમાં જે જે દુઃખ મેં ભગવ્યાં તે જ્ઞાન રહિત એવા મારા પ્રમાદવડે જ છે. પરમ બોધિબીજને મેળવ્યા છતાં પણ મન, વચન અને કાયાવડે કરેલી દુષ્ટ ચેષ્ટાઓથી મેં જ મારા પિતાના મસ્તક ઉપર અગ્નિ પ્રજવલિત કર્યો છે. મુક્તિ માર્ગ મારે સ્વાધીન છતાં કુમાર્ગને શોધી તે માર્ગે ચાલીને મેં જ મારા આત્માને અપાયે(કણો)માં નાખ્યો છે. જેમ સારું રાજ્ય પ્રાપ્ત થયા છતાં પણ મૂર્ખ માણસને ભિક્ષાને માટે પરિભ્રમણ કરે તેમ મોક્ષસામ્રાજ્ય મારે સ્વાધીન છતાં મારા આત્માને હું સંસારમાં ભ્રમણ કરાવું છું. આ પ્રમાણે રાગ, દ્વેષ અને મોહ ઉત્પન્ન થતાં અપાયે ને ચિંતવવામાં આવે તેનું નામ અપાયવિચય નામે ધ્યાન કહેવાય છે.”
“કમનું જે ફળ. તે વિપાક કહેવાય છે. તે વિપાક શુભ અને અશુભ એમ બે પ્રકારનું છે અને દ્રવ્ય, ક્ષેત્રાદિકની સામગ્રીવડે તે વિચિત્રરૂપ અનુભવવામાં આવે છે. તેમાં સ્ત્રી, પુષ્પની માળા અને ખાદ્ય દ્રવ્ય વિગેરેના ઉપભેગથી શુભ વિપાક કહેવાય છે અને સર્પ, શસ્ત્ર, અગ્નિ અને ઝેર વિગેરેથી જે અનુભવ કરાય તે અશુભ વિપાક કહેવાય છે. ( દ્રવ્યવિપાક).. મહેલ. વિમાન તથા ઉપવનાદિકમાં નિવાસ કરવાથી શુભ વિપાક કહેવાય છે અને મશાન, જંગલ તથા અરણ્ય વિગેરેમાં રહેવાથી અશુભ વિપાક કહેવાય છે ક્ષેત્ર ' વિપાક). ટાઢ અને તડકા રહિત એવી વસંતાદિક ઋતુમાં ભ્રમણ કરવાથી શુભ વિપાક . કહેવાય છે અને તડકા તથા ટાઢવાળી ગ્રીષ્ય અને હેમંત ઋતુ વિગેરેમાં ભ્રમણ કરવાથી અશુભ વિપાક કહેવાય છે (કાળવિપાક). મનની પ્રસન્નતા અને સંતેષ વિગેરેમાં શુભ વિપાક થાય છે અને ક્રોધ, અહંકાર તથા રૌદ્રપણું વિગેરેમાં અશુભ વિપાક થાય છે. (ભાવવિપાક). દેવપણામાં અને ભેગભૂમિ સંબંધી મનુષ્યાદિ ભવમાં શુભ વિપાક થાય છે અને કુમનુષ્યપણુમાં, તિર્યચપણમાં અને નરક વિગેરેના ભવમાં અશુભ વિપાક થાય છે (ભાવવિપાક). કહ્યું છે કે “ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને પામીને કમેનો ઉદય, ક્ષય, ક્ષોપશમ અને ઉપશમ થાય છે.” એવી રીતે દ્રવ્યાદિ સામગ્રીના યેગથી પ્રાણઓને તેમનાં કર્મો પિતપોતાનું ફળ આપે છે. તે કર્મના મુખ્ય આઠ ભેદ છે. તે આ ' પ્રમાણે વસ્ત્રના પાટાથી નેત્રની જેમ જે કર્મના ઉદયથી સર્વજ્ઞ સ્વરૂપવાળા જીવનું જ્ઞાત હમેશાં રંધાઈ જાય તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવા અને કેવળ–એ પાંચ જ્ઞાનના ભેદ છે. પાંચને આવરણ કરવાથી એ જ્ઞાનવરણીયના એ પ્રમાણે જ પાંચ ભેદ છે. પાંચ નિદ્રા અને ચાર દર્શનની જે આવૃત્તિ (આવરણ) તે દશ ૬ નાવરણીય કર્મ કહેવાય છે. જેમ પોતાના સ્વામીને જોવાને ઈચ્છતે પુરુષ પ્રતિહારના નિધથી જોઈ શકે નહીં તેમ જેના ઉદયથી આત્મા પણ જોઈ શકાય નહી તે દર્શનાવર રણીય કહેવાય છે. મધથી લિસ કરેલી ખગની ધારાના અગ્ર ભાગને આસ્વાદ લેવા જેવું વેદનીય કર્મ કહેવાય છે. તે સુખના અને દુ:ખના અનુભવરૂપ સ્વભાવવાળું હોવાથી બે.
છે. પ્રજ્ઞ પુરુષોએ મોહનીય કર્મને મદિરાપાને તુલ્ય કહેલું છે, કારણ કે તે કર્મના, કે ઉદયથી મોહ પામેલે આત્મા કૃત્યાકૃત્યને સમજી શકતો નથી. તેમાં મિથ્યાષ્ટિપણાના વિપામે કને કરનારું દર્શનમોહનીય નામે કર્મ કહેવાય છે અને વિરતિને પ્રતિષેધ કરનારું તે ચારિત્ર મિહનીય કર્મ કહેવાય છે. મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતાના ભેદથી આયુષ્યકર્મ.. ચાર પ્રકારનું છે. તે પ્રાણીઓને પોતપોતાના ભવને વિષે બંદીખાનાની પેઠે રેકી રાખનારું છે. ગતિ, જાતિ વિગેરે વિચિત્રતાને કરનારું નામકર્મ ચિત્રકારના જેવું છે. એને વિપાક પ્રાણીઓને શરીરમાં પ્રાપ્ત થાય છે. ઉચ્ચ અને નીચ એ બે પ્રકારનું ગોત્રકર્મ ઊંચા, નીચા