________________
સર્ગ ૨ જે
અષ્ટમંગલિક રૂપાના સ્વચ્છ અને અખંડિત અક્ષતવડે આલેખ્યા અને સંધ્યાઅશ્વિની કર્ણિકાની જેવા પંચવણું પુષ્પના જાનુ પ્રમાણ સમૂહને પ્રભુની પાસે મૂકો. ધૂમાડાની વતિઓથી જાણે સ્વર્ગને તેરણવાળું કરતા હોય તેમ ધૂપના અગ્નિને તેણે ધૂપિત કર્યો. તે ધૂપ ઊંચે કરતી વખતે દેવતાઓ વાજિંત્ર વગાડવા લાગ્યા, તેથી દીર્ઘ સ્વરવાળી મહાષા ઘંટાને પણ જાણે સંક્ષિપ્ત કરી દીધી હોય તેમ તેઓ શોભવા લાગ્યા. પછી જ્યોતિમંડળની લક્ષ્મીને અનુસરનારું અને ઊંચા શિખામડળવાળું આરાત્રિક ઉતારી. સાતઆઠ પગલા પ્રમાણ કરી રોમાંચિત થયેલા અચ્યું તેદ્ર આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
હે પ્રભુ ! જાતિવંત સુવર્ણન છેદના જેવી છબીથી આકાશના ભાગને આચ્છાદન કરનાર અને પ્રક્ષાલન વિના પવિત્ર એવી તમારી કાયા કોને આક્ષેપ ન કરે ? સુંગધી વિલેપન કર્યા સિવાય પણ નિત્ય સુગંધી એવા તમારા અંગમાં મંદારની માળાની જેમ દેવતાઓની સ્ત્રીઓનાં નેત્રો ભ્રમરપણાને પામે છે. હે નાથ ! દિવ્ય અમૃતરસાસ્વાદના પિષણથી જાણે હણાઈ ગયા હોય તેવા રોગરૂપી સર્પના સમૂહો તમારા અંગમાં પ્રવેશ કરી શકતા નથી. દર્પણના તળમાં લીન થયેલા પ્રતિબિંબના જેવા તમારા શરીરમાં ઝરતા પસીનાના લીપણાની કથા પણ કેમ સંભવે ? હે વીતરાગ ! તમારું અંત:કરણ માત્ર રાગ રહિત છે એમ નથી, પણ તમારા શરીરમાં રુધિર પણ દૂધની ધારા જેવું શ્વેત છે. તમારામાં બીજું પણ જગથી વિલક્ષણ છે એમ અમે કહી શકીએ છીએ, કારણ કે તમારું માંસ પણ નહીં બગડેલું, અબીભત્સ અને શુભ્ર છે. જળ તથા સ્થળમાં ઉત્પન્ન થયેલી પુષ્પની માળાને છોડીને ભ્રમરાઓ તમારા નિઃશ્વાસની સુગંધને અનુસરે છે. તમારી સંસારસ્થિતિ પણ લે કાર ચમત્કાર કરનારી છે, કારણ કે તમારા આહાર અને નિહાર પણ ચર્મચક્ષુગોચર થતા નથી.” - એવી રીતે તેમની અતિશયગર્ભિત સ્તુતિ કરી, જરા પાછા ચાલી, અંજલિ જેડી પ્રભુની ભક્તિને ભજનારા તે ઈંદ્ર સુશ્રષા કરવામાં તત્પર થઈ રહ્યા; એટલે બીજા બાસઠ ઈદ્રાએ પરિવાર સહિત અનુક્રમે અશ્રુત ઈદ્રની જેમ પ્રભુને અભિષેક કર્યો. અભિષેકને અંતે સ્તુતિ-નમસ્કાર કરી, જરા પાછા ફરી, અંજલિ જેડી દાસની જેમ તત્પર થઈ તેઓ પ્રભુની ઉપાસના કરવા લાગ્યા.
પછી સૌધર્મ કલ્પના ઈદ્રની જેમ ઈશાનકલ્પના છેકે અતિભક્તિથી પોતાના દેહનાં પાંચ રૂ૫ કર્યા અને અદ્ધિચંદ્રના જેવી આકૃતિવાળી અતિ પાંડુકવેલા નામની શિલા ઉપર ઇશાનકલ્પની જેમ એકરૂપે સિંહાસન ઉપર બેઠા. જિનભક્તિમાં પ્રયત્નવાન એવા તેણે એક રથથી બીજા રથની જેમ શકેદ્રના ઉત્સગથી પોતાના ઉત્સંગમાં પ્રભુને આરે પણ કર્યા. એક રૂપે પ્રભુના મસ્તક ઉપર છત્ર ધર્યું, બે રૂપે પ્રભુની બંને પડખે બે ચામર ધારણ કર્યા અને પાંચમા રૂપે ત્રિશળને હાથમાં રાખી જગત્પતિની પાસે તે ઊભા રહ્યા. તે વખતે પ્રતિહારની જેમ ઉદાર આકારવડે તે મનહર લાગતા હતા. પછી સૌધર્મકલપના ઇદ્ર પિતાના અભિગિક દેવતાની પાસે તત્કાળ અભિષેકનાં ઉપકારણે મંગાવ્યા અને ભગવાનની ચારે દિશાએ જાણે બીજા સ્ફટિકમાણના પર્વત હોય તેવા સ્ફટિકમય ચાર વૃષભનાં રૂપ પિતે વિકુવ્ય. એ ચાર વૃષભના આઠ ઇંગથી જળની ચંદ્રના કિરણોના જેવી ઉજજવળ આઠ ધારા ઉત્પન્ન થઈ તે અદ્ધરથી જ નદીઓની જેમ એકડી મળીને સમુદ્રની જેમ જગત્પતિના મસ્તક ઉપર પડવા લાગી. તેણે એમ જુદી જ રીતે પ્રભુને અભિષેક કર્યો