________________
પર્વ ૨ જું
૩૯ ઠેકાણે નવીન કદલીતંભથી તેણે બંધાતાં હતાં અને કઈ ઠેકાણે તેરણની બંને તરફ સુવર્ણકુંભ આરોપણ થતા હતા. તે અવસરે જાણે સાક્ષાત્ ઋતુની લમી હોય તેવી પુષ્પગર્ભિત કેશપાશવાળી, પુષ્પોની માળાથી મસ્તકભાગને વેષ્ણન કરનારી અને કંઠમાં લટકતી માળાવાળી નગરની ગંધર્વ સુંદરીઓ દેવતાની સ્ત્રીઓની જેમ ગીતતાલયુક્ત મનેહર ગાયન કરવા લાગી. રત્નનાં કર્ણાભરણ, પદક, બાજુબંધ, કંકણ અને ન્ પુરથી જાણે
નાદ્રિની દેવીઓ હોય એવી તેઓ શેભતી હતી અને જાણે કલ્પવૃક્ષની લતા હોય તેમ તેઓ બંને તરફ લટકતા ચલાયમાન છેડાવાળા ઉત્તરીય વસ્ત્રોથી શ્રેણીબદ્ધ પરિકરવાની જણાતી હતી. તે વખતે નગરની કુળવાન સ્ત્રીઓ પણ પવિત્ર દૂર્વા સહિત પૂર્ણ પાત્રોને હાથમાં ધારણ કરી ત્યાં આવવા લાગી. તેઓએ કસુંબનાં ઉત્તરીય વસ્ત્રોથી સુંદર બુરખા ધારણ કર્યા હતા, તેથી તેઓ સંધ્યાનાં વાદળાથી આચ્છાદિત થયેલી પૂર્વદિશાના મુખની લક્ષ્મીને હરતી હતી. કુંકુમના અંગરાગથી શરીરશેભાને અધિક કરનારી તેઓ વિકસ્વર કમળવનના પરાગથી જેમ નદીઓ શોભે તેમ શેભતી હતી, પિતાના મુખ અને લચન નીચાં કર્યા હતાં, તેથી જાણે તેઓ ઈર્યાસમિતિ શોધતી હોય તેવી જણાતી હતી અને વિમળ વસ્ત્રથી જાણે નિર્મળ શીલવાળી હોય તેવી તેઓ જણાતી હતી.
કેટલાએક સામંતે અક્ષતની જેમ સુંદર મોતીથી પાત્રને પૂરી રાજાના મંગળિકને માટે રાજાની પાસે લાવવા લાગ્યા. મહદ્ધિક દેવતાઓ જેમ ઈદ્રની પાસે આવે તેમ પરમ ઋદ્ધિવાળા કેટલાક સામંત રાજા રતનભૂષણના સમૂહ લઈને જિતશત્રુ રાજાની પાસે આવ્યા; કેટલાએક જાણે કદલી સૂત્રથી અથવા બિસસૂત્રથી વણ્યાં હોય તેવા મેટા મૂલ્યવાળા દુકુલ વસ્ત્રો લાવ્યા, કેટલાએકે જાભક દેવતાઓએ વરસાવેલી વસુધારાની જે સુવર્ણ રાશિ મહારાજાને ભેટ કર્યો; કોઈએ દિગ્ગજોના જાણે યુવરાજ હોય તેવા શિૌર્યવાળા અને ઉન્મત હાથીઓ ભેટ કર્યા અને કોઈ ઉશ્ચઃશ્રવાના જાણે બંધુ હોય તેમજ સૂર્યાધના જાણે અનુજ હોય તેવા ઉત્તમ ઘોડાઓ લાવી અર્પણ કરવા લાગ્યા. હર્ષથી હૃદયની જેમ રાજાનું ગૃહાંગણ અનેક રાજાઓએ ભેટ કરેલા વાહનોથી વિશાળ હતું તે પણ સાંકડું થઈ ગયું. રાજાએ સર્વની પ્રીતિને માટે સઘળી ભેટ ગ્રહણ કરી; નહીં તે દેવના દેવ જેના પુત્ર છે તેને શું ન્યૂન હતું? - રાજાના આદેશથી નગરમાં સ્થાને સ્થાને દેવતાનાં જાણે વિમાન હોય તેવા મોટા મંચ રચવામાં આવ્યા. દરેક હવેલી અને દરેક ઘરમાં, કૌતુકથી તિષ્ક દેવો આવીને રહ્યા હોય તેવાં રત્નપાત્ર સમાન તે રણો બાંધ્યા અને દરેક માગમાં ભૂમિનું મંગળસૂચક વિલેપન હોય તેમ રજની શાંતિને માટે કેશરના જળથી છંટકાવ કરવામાં આવ્યા. નગરલોક ઠેકાણે ઠેકાણે નાટક, સંગીત અને વાજિંત્રોના નાદ કરવા લાગ્યા. રાજા એ દશ દિવસ સુધી તે નગરીને શુક (જગાત) તેમજ દંડ રહિત, સુભટના પ્રવેશ વિનાની, કર વિનાની અને મહોત્સવમય કરી દીધી.
પછી તે મહારાજાએ શુભ દિવસે પુત્ર અને ભત્રીજાને નામકરણોત્સવ કરવાને પોતાના સેવકોને આજ્ઞા કરી. તેઓએ ગાઢ અને અનેક પુટવાળાં વસ્ત્રોથી, જાણે રાજાની આજ્ઞાના ભયથી સૂર્યનાં કિરણ પ્રવેશ ન કરી શકે તે એક મંડપ બનાવ્યું. તેના દરેક સ્તંભની સમીપે અનેક કદલીતંભે શોભતા હતા, તે જાણે પુષ્પની કળીઓથી આકાશમાં પદ્મખંડને વિસ્તારતા હોય તેવા જણાતા હતા. જાણે રક્ત થયેલી મધુકરી હોય તેવી લક્ષ્મીએ નિરંતર આશ્રિત કરેલા પુષ્પગૃહો ત્યાં વિચિત્ર પુષ્પથી રચવામાં આવ્યા હતા. હંસરોમથી અંચિત થયેલાં અને રૂએ ભરેલાં કાષ્ટમય આસનથી તે મંડપ નક્ષત્રોવડે આકાશની જેમ