________________
૨૪૪
સર્ગ ૩ જો
ઔષધ હોય છે. સગરકુમાર પણ હાથણીઓની સાથે હાથીની જેમ સ્ત્રીઓની સાથે જાતજાતની ક્રીડાઓથી અનેક ક્રીડા સ્થાનમાં રમતા હતે.
એકદા પોતાના લધુ બંધવ સહિત, સંસારને વિષે ઉદ્વેગ પામેલા જિતશત્રુ રાજા અઢાર પૂર્વ લક્ષે સંપૂર્ણ થયેલા પોતાના પુત્રને આ પ્રમાણે કહેવા લાગ્યા-“હે વત્સ ! આપણા સર્વ પૂર્વજે કેટલાંક વર્ષો સુધી વિધિથી પૃથ્વીનું રક્ષણ કરી પછી તે પૃથ્વી પુત્રને સ્વાધીન કરી મોક્ષસાધનમાં હેતુરૂપ વ્રતને ગ્રહણ કરતા હતા, કારણ કે પરમાર એ જ પોતાનું કાર્ય છે. એ સિવાય બીજું સર્વ પરકાર્ય છે. હે કુમારે! એ પ્રમાણે અમે પણ હવે વ્રત ગ્રહણ કરશું. અમારા કાર્યને એ હેતુ છે અને આપણું વંશને
અમારી જેમ તમે બંને આ રાજ્યમાં રાજા અને યુવરાજ થાઓ અને અમને દીક્ષા લેવાની આજ્ઞા આપો.”
અજિતનાથે કહ્યું-“હે તાત! એ તમને યુક્ત છે. ભગફળકર્મરૂપ વિદન ન હોય તો મારે પણ તે આદરવું યુક્ત છે. વિવેકી પુરુષો બીજા કોઈને વ્રત ગ્રહણ કરવામાં વિદતકારી થતા નથી, તો સમયસાધક એવા આપ પૂજ્ય પિતાજીને હું વિનકારી કેમ થાઉં ? જે પુત્ર ભક્તિથી પણ પોતાના પિતાને ચોથે પુરુષાર્થ (મોક્ષ) સાધવામાં નિષેધ કરે તે પુત્ર પુત્રને મિષે શત્રુ ઉત્પન્ન થ લે છે એમ સમજવું, તથાપિ હું એટલી પ્રાર્થના કરું છું કે મારા લઘુ પિતા (કાકા) રાજ્યધારી થાઓ; કારણ કે આપના વિનયવંત એ લઘુ ભ્રાતા અમારાથી અધિક છે.” તે સાંભળી સુમિત્રે કહ્યું–રાજ્ય ગ્રહણ કરવા માટે હું સ્વામીના ચરણને નહીં છોડું; કેમકે ડા કારણને માટે ઘણું લાભને કેણ છોડે? રાજ્યથી, સામ્રાજ્યથી, ચક્રવર્તી પણુથી અને દેવપણુથી પણ વિદ્વાન ગુરુસેવાને અધિક માને છે.” અજિતકુમારે કહ્યું-“જો આપ રાજ્ય ગ્રહણ કરવાને ઈચ્છતા ન હો તે અમારા સુખને માટે ભાવતિ થઈને ઘરમાં રહે.” તે સમયે રાજાએ કહ્યું“હે બંધુ ! આગ્રહ કરનારા આ પુત્રનું વચન તમે સ્વીકારો. ભાવથી યુતિ થાય તે પણ યતિ જ કહેવાય છે. વળી આ સાક્ષાત તીર્થકર છે અને એમના તીર્થમાં તમારી ઈચ્છા સિદ્ધ થવાની છે, માટે એની રાહ જોઈને રહે, હે ભાઈ! તમે અતિ ઉત્સુક થાઓ નહીં. એક પુત્રને ધર્મચક્રીપણું અને બીજાને ચક્રવત્તીપણું પ્રાપ્ત થયેલું જેવાથી તમે સર્વ સુખથી અધિક સુખ મેળવશો.' સુમિત્ર છે કે વ્રત ગ્રહણ કરવામાં ઉત્સુક હતા, તો પણ તેમની વાણી તેણે માન્ય કરી; કારણ કે સમુદ્રમર્યાદાની જેમ સપુરૂષોને ગુરૂજનની આજ્ઞા દુહ્નધ્ય છે.
પછી પ્રસન્ન થયેલા જિતશત્રુ રાજાએ મેટા ઉત્સવથી પિતાને હાથે અજિતસ્વામીને રાજ્યાભિષેક કર્યો. તેના રાજ્યાભિષેકથી સર્વ પૃથ્વી હર્ષ પામી; કારણ કે વિશ્વને રક્ષણ કરવામાં સમર્થ એ નાયક પ્રાપ્ત થતાં કોણ પ્રસન્ન ન થાય ? પછી અજિતસ્વામીએ સગરકુમારને યુવરાજપદે સ્થાપન કર્યા, તેથી અધિક પ્રીતિવાળા તેમણે જાણે બીજી પોતાની મૂત્તિ તે પદ ઉપર સ્થાપના કરી હોય એમ જણાવા લાગ્યું.
હવે અજિતનાથ જિતશત્રુ રાજાને વિધિવડે મોટી ઋદ્ધિથી નિષ્ક્રમણોત્સવ કર્યો, અને તેમણે ઋષભસ્વામીના તીર્થમાં વર્તાતા સ્થવિર મહારાજાની પાસે મુક્તિની માતા૫ દીક્ષા ગ્રહણ કરી. બાહ્યશત્રુની જેમ અંતરંગ શત્રુને જીતનારા તે રાજર્ષિએ રાજ્યની જેમ અખંડિત વ્રતનું પાલન કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં શૈલેશી ધ્યાનમાં રહેલા તે મહાત્મા અષ્ટ કર્મને ક્ષય કરી પરમપદને પ્રાપ્ત થયા.