________________
૨૩૫
પર્વ ૨ જુ પછી અશ્રુતં દશ હજાર સામાનિક દેવતાઓ, તેત્રીશ ત્રાયઅિંશ દે, ચાર લેકપાળો, ત્રણ પર્ષદાના દે, સાત સૌન્ય, તેના સાત સેનાપતિઓ અને ચાલીશ હજાર આત્મરક્ષક દેવની સાથે પરિવૃત થઈ ઉત્તરાસંગ કરી પ્રભુની પાસે આવી પુષ્પાંજલિ મૂકી, ચંદનથી ચર્ચિત કરેલા અને પ્રફુલ્લિત કમળથી આચ્છાદિત મુખવાળા એક હજાર ને આઠ કુંભને દેવતાઓની સાથે ગ્રહણ કર્યા. પછી ભક્તિના ઉત્કર્ષથી પિતાની જેમ નમાવેલા મુખવાળા તે કુંભને પ્રભુના મસ્તક ઉપર નામવા માંડ્યા. તે જળ પવિત્ર હતું છતાં પણ સુવર્ણના અલંકારમાં જેમ મણિ વધારે પ્રકાશે છે તેમ પ્રભુના સંગથી અતિ પવિત્ર થયું. જળની ધારાના અવાજથી કળશ શબ્દાયમાન થતા હતા. તેથી જાણે પ્રભુના સ્નાનવિધિમાં મંત્રને પાઠ કરતા હોય તેવા તે શેલતા હતા. કુંભમાંથી પડતે જળનો માટે પ્રવાહ પ્રભુની લાવણ્યસરિતાના વેણીસંગમને પામતો હતો. પ્રભુના સુવર્ણ જેવા ગૌર અંગમાં પ્રસરતું તે પય, સુવર્ણમય હેમવંત પર્વતના કમળ ખંડમાં પ્રસરતા ગંગાના જળની જેવું શેભતું હતું. સર્વાગે પ્રસરતા તે નિર્મળ અને અતિ મનોહર જળવડે પ્રભુ જાણે વસ્ત્ર સહિત હોય તેવા જણાતા હતા. ત્યાં ભક્તિના ભારથી આકુળ થયેલા કેઈ દેવતાઓ સ્નાન કરાવતા એવા ઇંદ્ર અને દેવતાઓની પાસેથી પૂર્ણ કુંભને ખેંચી લેતા હતા. તે વખતે કોઈ પ્રભુને છત્ર ધરતા હતા, કેઈ ચામર વીંજતા હતા, કેઈ ધૂપદાન લઈને ઉભા હતા, કેઈ પુષ્પ અને ગંધને ધારણ કરતા હતા, કોઈ સ્નાત્રવિધ ભણતા હતા, કોઈ જય જય શબ્દ કરતા હતા, કોઈ હાથમાં દંડ લઈને દુંદુભિ વગાડતા હતા, કઈ ગાલ અને મુખને ફુલાવી શંખને દીર્ઘ શબ્દ કરી પૂરતા હતા, કોઈ કાંસી તાલ વગાડતા હતા, કેઈ અખંડિત રત્નદડોથી ઝાલરને વગાડતા હતા, કોઈ ડમરુ વગાડતા હતા, કોઈ ડિડિમને તાડન કરતા હતા, કોઈ નર્તકીની જેમ તાલલયને અનુસરી ઊંચા પ્રકારનું નૃત્ય કરતા, કે વિટ અને ચેટની જેમ હાસ્ય કરવાને માટે વિચિત્ર રીતે કુદતા હતાં, કોઈ પ્રબંધ કરવા વિગેરેથી ગવૈયાની જેમ ગાયન કરતા હતા, કોઈ ગોવાળની જેમ ગળાથી ઉછું ખલ સ્વરે ગાયન કરતા હતા, કોઈ બત્રીશ પાત્રેથી નાટકના અભિનય બતાવતા હતા, કેઈ પડતા હતા, કઈ ઠેતા હતા, કઈ રત્નોને વર્ષાવતા હતા, કેઈ સુવર્ણની વૃષ્ટિ કરતા હતા, કેઈ આભૂષણોને વર્ષાવતા હતા, કોઈ ચૂર્ણવૃષ્ટિ કરતા હતા, કોઈ માળા પુષ્પ અને ફળને વરસાવતા હતા, કેઈ ચતુરાઈથી ચાલતા હતા, કેઈ સિંહનાદ કરતા હતા, કોઈ અશ્વની જેમ હણહણાટ કરતા હતા, કઈ હસ્તીની જેમ ગર્જના કરતા હતા, કઈ રથષ કરતા હતા, કોઈ ત્રણે નાદને કરતા હતા, કેઈ પગના પ્રહારથી મંદરાચલને હલાવતા હતા, કેઈ ચપેટાવડે પૃથ્વીને ચૂર્ણ કરતા હતા, કેઈ ઘણું આનંદથી વારંવાર કોલાહલ કરતા હતા, કોઈ મંડળીરૂપ થઈ ફરતા ફરતા રાસડા લેતા હતા, કેઈ કૃત્રિમ રીતે બળી જતા હતા, કઈ કૌતુકથી અવાજ કરતા હતા, કોઈ ઉત્કટ રીતે મેઘગર્જના કરતા હતા અને કઈ વીજળીની જેમ પ્રકાશતા હતા. એવી રીતે દેવતાઓ આનંદથી વિચિત્ર વિચિત્ર ચેષ્ટા કરતા હતા. તે અવસરે અશ્રુતે ભગવાનને હર્ષથી અભિષેક કર્યો. પછી નિષ્કપટ ભક્તિવાળા તે ઈદ્ર મસ્તક ઉપર મુગટ સમાન અંજલિ રચી ઊંચે સ્વરે જય જય શબ્દ કર્યો અને ચતુર સંવાહકની જેમ સુખસ્પર્શ હાથ વડે દેવદૂષ્ય વસ્ત્રથી તેણે પ્રભુના શરીરને માર્જને કર્યું. નટ જેમ નાટ કરે તેમ ત્રણ જગતના સ્વામીની પાસે આનંદથી નૃત્ય કરતા દેવતાઓની સાથે તેણે પણ અભિનય કર્યો. તે આરણમ્યુત કલ્પના ઈ પછી ગશીર્ષ ચંદનના રસવડે પ્રભુને વિલેપન કર્યું દિવ્ય અને ભૂમિના ઉત્પન્ન થયેલાં પુષ્પોથી અર્ચા કરી તેમની પાસે કુંભ, ભદ્રાસન, દર્પણ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદ્યાવર્સ, વદ્ધમાન અને મત્સ્યયુગ-એ